SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પ્રતિમાશતક | શ્લોક : ૩ તુલ્ય ન્યાય છે=અક્ષરો એ પુદ્ગલાત્મક અને અનાકાર હોવા છતાં શ્રુતજ્ઞાનના કારણરૂપ હોવાને કારણે વંઘ છે, તો તે જ ન્યાયથી ભગવાનની મૂર્તિ પુદ્ગલાત્મક હોવા છતાં ભગવાન પ્રત્યે બહુમાનભાવને પુષ્ટ કરવામાં કારણભૂત હોવાને કારણે વંઘ માનવી જોઈએ, એ પ્રમાણે તુલ્ય ન્યાય પ્રાપ્ત થાય છે. એથી કરીને તેના પ્રદ્વેષમાં=ભગવદ્ પ્રતિમાના પ્રદ્વેષમાં પ્રજ્ઞપ્તિનો પ્રદ્વેષ જ છે. ટીકા : यत्तु प्रतिमाप्रद्वेषधूमान्धकारितहृदयेन धर्मशृगालकेन प्रलपितं ब्राह्मीलिपिरिति प्रस्थकदृष्टान्तप्रसिद्धनैगमनयभेदेन तदादिप्रणेता नाभेयदेव एवेति, तस्यैवायं नमस्कार इति तन्महामोहविलसितम्, ऋषभनमस्कारस्य 'नमोऽर्हद्भ्य' इत्यत एव प्रसिद्धेः, प्रतिव्यक्ति ऋषभादिनमस्कारस्य चाविवक्षितत्वादन्यथा चतुर्विंशतिनामोपन्यासप्रसङ्गात् श्रुतदेवतानमस्कारानन्तरमृषभनमस्कारोपन्यासानौचित्याच्छुद्धनैगमनयेन ब्राह्मया लिपेः कर्तुर्लेखकस्य नमस्कारप्राप्तेश्चेति न किञ्चिदेतत् । યન્નુ... प्रलपितं ...... તત્ત્વહામો વિસિતં - એ પ્રમાણે અન્વય જાણવો. ટીકાર્ય : ..... यत्तु • પ્રસિદ્ધેઃ, જે વળી પ્રતિમાના પ્રદ્વેષરૂપ ધૂમથી અંધકારિત હૃદયવાળા એવા ધર્મશિયાળ વડે, બ્રાહ્મીલિપિ એ પ્રકારે (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં કથિત છે તે), પ્રસ્થક દૃષ્ટાંત વડે પ્રસિદ્ધ એવા તૈગમનયના ભેદથી, તેના આદિ પ્રણેતા=બ્રાહ્મીલિપિના આદિ પ્રણેતા, એવા નાભેય દેવ=ઋષભદેવ ભગવાન જ છે; એથી કરીને તેમને જઆ નમસ્કાર છે=ઋષભદેવ ભગવાનને જઆ=ભગવતીમાં કરાયેલ નમસ્કાર છે, એ પ્રકારે જે પ્રલપિત=કહેવાયેલું છે, તે મહામોહવિલસિત છે. કેમ કે અરિહંતને નમસ્કાર થાઓ - એ પ્રકારના વચનથી જઋષભદેવના નમસ્કારની પ્રસિદ્ધિ છે. વિશેષાર્થ : લંપાક પ્રતિમાનો પ્રદ્વેષ કરે છે અને તે રૂપ ધૂમાડાથી તેનું હૃદય અંધકારિત=અંધકારયુક્ત છે, તેને જ કા૨ણે ધર્મના વિષયમાં તે શિયાળની જેમ લુચ્ચાઈ કરનાર છે. જેમ શિયાળ લુચ્ચો હોય છે, તેમ સ્પષ્ટ શબ્દોથી ભગવતીમાં બ્રાહ્મીલિપિના વંઘપણાની પ્રાપ્તિ હોવા છતાં, તેને ઋષભદેવ ભગવાનમાં લઈ જવા માટે લુચ્ચાઈથી તે યત્ન કરે છે, તેનું કારણ પ્રતિમા પ્રત્યેના પ્રદ્વેષરૂપ ધૂમાડાથી તેનું હૃદય અંધકારયુક્ત છે. તેથી જ બ્રાહ્મીલિપિ દ્વારા પ્રતિમા વંઘ સિદ્ધ ન થાય તે આશયથી, સીધા અર્થને છોડીને ખેંચી-તાણીને ઋષભદેવ ભગવાનમાં વંદનને લઈ જવા માટે તે યત્ન કરે છે. લુંપાકને કહેવાનું તાત્પર્ય એ છે કે, શાસ્ત્રમાં પ્રસ્થક દૃષ્ટાંત પ્રસિદ્ધ છે, અને પ્રસ્થકદૃષ્ટાંતપ્રસિદ્ધ નૈગમનય, અતિદૂરવર્તી એવી લાકડાં લાવવાની ક્રિયાને પણ પ્રસ્થક કરવાની ક્રિયા કહે છે. તે જ રીતે બ્રાહ્મીલિપિ અને તેના કર્તાનો અભેદનયથી અભેદ કરીને, અતિદૂરવર્તી એવા બ્રાહ્મીલિપિના કર્તા ઋષભદેવ
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy