________________
կի
પ્રતિમાશતક, શ્લોક : ૩ ભગવાનને બ્રાહ્મીલિપિ શબ્દથી વાચ્ય કરે છે. તેથી બ્રાહ્મીલિપિને નમસ્કાર થાઓ એ વચનથી, ઋષભદેવ ભગવાનને જ આ નમસ્કાર પ્રાપ્ત થાય છે, એ પ્રકારે લુપાક કહે છે, તે મહામોહનું વિલસિત છે. કેમ કે, અરિહંતને નમસ્કાર થાઓ – એ પ્રકારના વચનથી જ ઋષભદેવના નમસ્કારની પ્રસિદ્ધિ છે.
ભગવતીસૂત્રમાં જેમ બ્રાહ્મીલિપિને નમસ્કાર કરેલ છે, તેમ અરિહંતોને પણ નમસ્કાર કરેલ છે; અને અરિહંતોને નમસ્કાર કરવાથી ભગવાન ઋષભદેવને નમસ્કાર પ્રાપ્ત થઈ જાય છે. તેથી બ્રાહ્મીલિપિ દ્વારા ફરી ભગવાન ઋષભદેવને નમસ્કાર સંભવી શકે નહિ. તેથી લુપાકનું કથન મહામોહવિલસિત= મિથ્યાત્વના ઉદયથી વિલસિત છે.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, નમોડ ” એનાથી અરિહંત સામાન્યને “સર્વ અરિહંતોને', નમસ્કાર થાય છે. જ્યારે “મો વંમી નિવી” એના દ્વારા ઋષભદેવ ભગવાનને નમસ્કાર થાય છે, તેમ માનવામાં કોઈ દોષ નથી. તેથી ગ્રંથકાર કહે છે - ટીકાર્ય :
પ્રતિવ્ય...િ.... સત્,પ્રતિ વ્યક્તિ ઋષભાદિ નમસ્કારનું અવિક્ષિાપણું હોવાથી, અન્યથા ચોવીસે ભગવાનના ઉપચાસનો પ્રસંગ પ્રાપ્ત થાય. વિશેષાર્થ :
નમો વંમી નિવી” એ વચનથી પ્રતિવ્યક્તિને આશ્રયીને ઋષભાદિના નમસ્કારનું વિવક્ષિતપણું નથી, અન્યથા=પ્રતિવ્યક્તિને આશ્રયીને ઋષભાદિના નમસ્કારનું વિવક્ષિતપણું છે તેમ માનીએ તો, “જમો વંમી નિવીy' એ વચન દ્વારા પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરવામાં આવે, એ રીતે ત્રેવીસ તીર્થંકરના નમસ્કારનો ઉપવાસ કરવો પડે. કેમ કે, મંગલાચરણ અર્થે કરાતા નમસ્કારમાં જેના શાસનમાં પોતે વર્તતા હોય, તે તીર્થપતિને નમસ્કાર કરવો જોઈએ, અથવા ચોવીસ તીર્થપતિઓને નમસ્કાર કરવો જોઈએ. તેથી બ્રાહ્મીલિપિ દ્વારા ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરવામાં આવે તો અન્ય ભગવાનના નમસ્કારનો ઉપન્યાસ ત્યાં=ભગવતમાં, કરવો જોઈએ.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, ચોવીસે તીર્થકરોનો ઉપન્યાસ કર્યા વિના બ્રાહ્મીલિપિ દ્વારા ઋષભદેવ ભગવાનને જ નમસ્કાર માનીએ તો પણ કોઈ દોષ નથી. તેથી બીજો હેતુ કહે છે - ટીકાર્ય :
મૃતદેવતા .... મનોવિત્ય, મૃતદેવતાના નમસ્કાર અનંતર (પછી), ઋષભનમસ્કારના ઉપન્યાસનું અનૌચિત્યપણું છે, અર્થાત્ ઉચિતપણું નથી.
K-૭