SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રતિમાશતક | શ્લોક ૧ ટીકાર્ય : પ્રજ્ઞની કૃમિન્ચર્ય ભગવતીસૂત્રમાં આરંભમાં જ સુધર્માસ્વામી વડે રમાયેલી બ્રાહ્મીલિપિને અનાલોચન કરતો ધારણાબુદ્ધિથી નહિ જાણતો, અહપ્રતિમા સાધુઓ વડે વંઘ નથી, એ પ્રમાણે જે ઉન્માદવાળો મોહને પરવશ થયેલો, બોલે છે; તે શું તેનું મન મોહવિષ વડે લુપ્ત વ્યાકુલિત છે? (અથવા) શું મિથ્યાત્વરૂપ વજ વડે હણાયેલું ચૂણિત થયેલું છે ? અથવા શું દુર્લયરૂપ કૂપમાં મગ્ન છે ? મૂળ શ્લોકમાં “તુ' શબ્દ છે, તે ઉભેક્ષા અલંકારમાં છે. અથવા દોષસમૂહથી અભિન્ન એવા દોષાકરમાં તેનું મન લીન છે? અર્થાત્ દોષાકર=દોષની ખાણ, અને દોષની ખાણ દોષના સમૂહથી અભિન્ન છે, તેમાં તેનું મન લીન છે ? અર્થાત્ તત્ત્વની વિચારણા કરવામાં તેનું મન મૃત છે એ અર્થ જાણવો. છાયાગ્નેવેન છાયાશ્લેષ અલંકાર વડે મન ચંદ્રમાં પ્રવેશે છે એ પ્રમાણે શ્રુતિ હોવાથી. અહીં છાયાશ્લેષ અલંકાર લેવાનો નથી, પરંતુ ઉન્મેલા અલંકાર ગ્રહણ કરવાનો છે. જો છાયાશ્લેષ અલંકાર લેવામાં આવે તો દોષા=રાત્રિ, અને તેને કરનાર ચંદ્ર છે, તેથી દોષાકરથી ચંદ્ર અર્થ થાય; અને તેથી એ પ્રાપ્ત થાય છે, તેનું મન ચંદ્રમાં પ્રવેશે છે–ચંદ્રમાં લીન છે. પરંતુ એ અર્થ પ્રસ્તુતમાં અભિમત નથી. તેથી ઉપ્રેક્ષા અલંકાર ગ્રહણ કરીને દોષાકરનો અર્થ દોષોની ખાણ એ પ્રમાણે કરવાનો છે. અને તેમાં તેનું મન લીન છે તત્વની વિચારણા કરવા માટે તેનું મન મૃત છે, અર્થાત્ દોષો જોવામાં તત્પર છે એ અર્થ પ્રાપ્ત થાય છે. આથી જ સાધુ વડે પ્રતિમા વંદ્ય નથી, એ પ્રમાણે લુંપાક બોલે છે. ટીકા : अत्र 'लिम्पतीव तमोऽङ्गानी' त्यादौ लेपनादिना व्यापनादेरिव विषकर्तृकलुप्ततादिना लुम्पकमनोमूढताया अध्यवसानात् स्वरूपोत्प्रेक्षा किमादिद्योतकः, 'संभावनमथोत्प्रेक्षा प्रकृतस्य समेन यद्' इति काव्यप्रकाशकारः । ‘असद्धर्मसंभावनमिवादिद्योत्योत्प्रेक्षे' ति हेमचन्द्राचार्याः ।। ટીકાર્ય : ‘સત્ર ... પ્રેમ જીવાદ' || અહીંયાં=પ્રસ્તુત શ્લોકમાં “અંધકાર અંગોને જાણે લેપે છે" - ઈત્યાદિમાં લેપનાદિ દ્વારા વ્યાપનાદિના ગ્રહણની જેમ, વિષકર્તક લુપ્તતાદિ વડે લુપકની મતોમૂઢતાના અધ્યવસાનથી કિં આદિ દ્યોતક સ્વરૂપ ઉન્મેલા અલંકાર છે. સમની સાથે પ્રકૃતિની જે સંભાવના તે ઉન્મેલા અલંકાર છે. એ પ્રમાણે કાવ્યપ્રકાશકાર કહે છે. શ્રી હેમચંદ્રાચાર્યે ઉન્મેલાનું લક્ષણ આ પ્રમાણે (કાવ્યાનુશાસન ગ્રંથમાં) કહ્યું છે – ઈવાદિથી ઘોત્ય અસદ્ધર્મોનું સંભાવન તે ઉન્મેલા અલંકાર છે. વિશેષાર્થ : અહીં મૂળ શ્લોકમાં “..... તોષારે” | સુધીના કથનમાં જે કહેલ છે, તે ઉ~ક્ષા અલંકાર
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy