________________
પ૦
પ્રતિમાશતક | શ્લોક : ૨ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, કે પ્રાપ્ત થયેલાં હોય તો તે અતિશયિત થાય છે. અને તારનાર એવા રત્નત્રયીરૂપ ભાવતીર્થના કારણરૂપ હોવાને કારણે એમાં દ્રવ્યતીર્થપણાની સિદ્ધિ થયે છતે, શ્રુતપરિભાષાનો અભાવ ત્યાં નિયામક નથી=શ્રુતની ત્રણ પ્રકારના તીર્થમાં જે પરિભાષા છે, તે પરિભાષાથી સિદ્ધાચલાદિ તીર્થરૂપે કહી શકાય નહિ, તો પણ ભાવતીર્થના હેતુરૂપે દ્રવ્યતીર્થ માનવામાં કોઇ દોષ નથી. અન્યથા શ્રુતપરિભાષાને અવલંબીને જ તીર્થપણું જો નક્કી કરવામાં આવે તો, સિદ્ધાચલાદિને તીર્થ માની શકાય નહિ, તે જ રીતે તીર્થકરોને પણ તીર્થ માની શકાય નહિ, પરંતુ તમ્બાહ્ય જ માનવા પડે. પરંતુ તેમ માનવું ઉચિત ગણાય નહિ, કેમ કે તીર્થબાહ્ય અન્યતીર્થિકો છે, પરંતુ તીર્થકરો નથી.
અહીં વિશેષ એ છે કે, ભાવતીર્થ એ રત્નત્રયી છે; અને જેમ સિદ્ધાચલાદિ દ્રવ્યતીર્થ છે તેમ ચતુર્વિધ શ્રમણ સંઘ, પ્રથમ ગણધર, અને તીર્થકર એ પણ દ્રવ્યતીર્થ છે. ફક્ત સિદ્ધાચલાદિ સ્થાવરતીર્થ છે અને ચતુર્વિધ શ્રમણસંઘાદિ જંગમતીર્થ છે. ઉત્થાન -
અહીં પ્રશ્ન થાય કે, શ્રતની પરિભાષા ચતુર્વિધ શ્રમણસંઘ, પ્રથમ ગણધર અને તીર્થકર એ ત્રણમાં જ કરેલ છે, પરંતુ સિદ્ધાચલાદિમાં કરેલ નથી. તેથી શાસ્ત્રના વચનમાં વિચાર કરનારને વ્યામોહ થાય કે, શાસ્ત્રમાં ત્રણ પ્રકારનાં તીર્થ કહેલ છે તેથી સિદ્ધાચલાદિને તીર્થ કહી શકાય નહિ. તેથી કહે છે -
ટીકાર્ય :
યવહાર...સ્થિતમ્ વ્યવહારવિશેષ માટે તે તે પ્રકારનું પરિભાષણ કે અપરિભાષણ બુદ્ધિમાનોને વ્યામોહ માટે નથી, એ પ્રમાણે સ્થિત છે. વિશેષાર્થ :
તીર્થકરો તીર્થને કરે છે એ બતાવવા અર્થે ત્રણ પ્રકારનાં તીર્થો ગ્રહણ કરેલ છે. કેમ કે તીર્થકરો સિદ્ધાચલાદરૂપ તીર્થને કરતા નથી, પરંતુ ત્રણ પ્રકારનાં તીર્થોને જ કરે છે. તેથી તીર્થને કરનારા તે તીર્થકર છે, એ રૂ૫ વ્યવહારવિશેષને બતાવવા માટે, આ પ્રકારે પરિભાષા કરેલ છે, એ વસ્તુ બુદ્ધિમાનો સમજી શકે છે, તેથી તેઓને વ્યામોહ થતો નથી. ટીકા :
भावनिक्षेपे तु न विप्रतिपत्तिरिति चतुर्णामपि सिद्धमाराध्यत्वम् ।।२।। ટીકાર્ય :
માવનિક્ષેપે ... RTધ્યત્વમ્ II વળી ભાવનિક્ષેપામાં વિપ્રતિપત્તિ નથી, એથી કરીને ચારે પણ નિપાનું આરાધ્યપણું સિદ્ધ થયું. રા