________________
પ્રતિમાશતક | શ્લોક : ૨
૪૯
છે. તેથી તેના કારણે જો સિદ્ધાચલ દ્રવ્યતીર્થ હોય તો અઢીદ્વીપમાત્ર અનંતસિદ્ધોનું સ્થાન હોવાથી દ્રવ્યતીર્થ પ્રાપ્ત થશે. તેથી કહે છે
ટીકાર્ય :
અનન્તોટિ.....વિશેષાત્, અનંતકોટિ સિદ્ધસ્થાનપણાનું અન્યત્ર અવિશેષ હોવા છતાં પણ સ્ફુટ પ્રતીયમાન=સ્પષ્ટ જણાતા, તદ્ભાવને કારણે=ભાવતીર્થના હેતુપણાને કારણે, (સિદ્ધાચલાદિમાં) તીર્થની સ્થાપના હોવાથી જ અહીં=સિદ્ધાચલાદિમાં, વિશેષ છે. તેથી જ સિદ્ધાચલાદિ જદ્રવ્યતીર્થ છે, અન્ય ક્ષેત્ર નહિ.
વિશેષાર્થ :
અઢીદ્વીપમાત્રમાંથી અનંતા સિદ્ધો થયેલા છે, આમ છતાં સિદ્ધાચલને અવલંબીને અન્ય ક્ષેત્રો કરતાં અનંત સિદ્ધો અધિક થયા છે. યદ્યપિ મહાવિદેહક્ષેત્રમાં તેનાથી અધિક સિદ્ધોની પ્રાપ્તિ થઈ શકે છે, કેમ કે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિગમન સતત ચાલુ છે; જ્યારે સિદ્ધાચલાદિમાં મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ અલ્પ સંખ્યાની પ્રાપ્તિ થાય; તો પણ સિદ્ધાચલ શાશ્વત તીર્થ છે, અને તેના જ પ્રબળ નિમિત્તથી રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે; તેથી યોગ્ય જીવને રત્નત્રયીની પ્રાપ્તિમાં જે રીતે સિદ્ધાચલાદિ કારણ બને છે, તે રીતે મહાવિદેહક્ષેત્ર બનતું નથી. તેથી જ કહેલ છે કે સ્ફુટ પ્રતીયમાન તાવ હોવાને કારણે=સ્પષ્ટ રીતે જણાતા રત્નત્રયીના હેતુપણાને કારણે, તીર્થની સ્થાપના કરવામાં આવી છે. તેથી જ અન્ય ક્ષેત્ર કરતાં સિદ્ધાચલાદિમાં વિશેષ છે, તેથી જ સિદ્ધાચલનું આરાધ્યપણું સિદ્ધ થાય છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે તીર્થંકરો તીર્થ કરે છે, અને તે તીર્થ ત્રણ પ્રકારનાં શાસ્ત્રમાં કહેલ છે - (૧) પ્રથમ ગણધ૨, (૨) પ્રવચન અને (૩) ચતુર્વિધસંઘ - અને આ તીર્થને જ તીર્થંકરો કરે છે; પરંતુ સિદ્ધાચલાદિને તીર્થંકરો ક૨તા નથી, તેથી સિદ્ધાચલાદિને તીર્થ કહેવું અસંગત છે. તેના નિરાકરણરૂપે કહે છે -
ટીકાર્ય :
અનુમાવિના.....નાટીòત । અનુભવાદિથી તે પ્રકારે સિદ્ધ થયે છતે=ભાવતીર્થના કારણરૂપ સિદ્ધાચલાદિ છે તે પ્રકારે સિદ્ધ થયે છતે, શ્રુતપરિભાષાના અભાવનું અતંત્રપણું છે. અન્યથા= શ્રુતપરિભાષાના અભાવનું અતંત્રપણું માનવામાં ન આવે અને શ્રુતપરિભાષા પ્રમાણે ત્રણને જતીર્થ સ્વીકારવામાં આવે તો, ચતુર્વર્ણ શ્રમણસંઘમાં તીર્થપણું પ્રાપ્ત થાય, અને તીર્થંકરમાં તદ્બાહ્યત્વ= તીર્થબાહ્યત્વ, પ્રાપ્ત થાય, એ પણ વિચારકોટિમાં સંગત થતું નથી=સ્વીકારવું ઉચિત લાગતું નથી. વિશેષાર્થ :
અનુભવથી અને શાસ્ત્રવચનથી એ સિદ્ધ છે કે, સિદ્ધાચલાદિને પ્રાપ્ત કરીને જીવમાં જ્ઞાન-દર્શન