________________
પ્રતિમાશતક, શ્લોક : ૨ ટીકાર્ય :
વરીયાત.....આરાધ્યત્વઃ પરાઘાતવાસિત વાણીનું ગ્રહણ કરાવે છતે જિનવાણીથી પ્રયોજ્ય અન્ય પણ યથાવસ્થિત વાણીના આરાધ્યપણાની અક્ષતિ છે. વિશેષાર્થ :
ભગવાનની વાણી, ભગવાનના મુખમાંથી નીકળેલી નહિ હોવા છતાં પરાઘાતથી વાસિત થયેલી વાણી, શ્રોતાને ઉપકારક હોવાથી વંદનીય છે, એમ પૂર્વપક્ષીને અભિમત હોય તો, છદ્મસ્થ પણ જે ભગવાનનાં વચનોનો યથાર્થ નિર્ણય કરીને તેમના વચનાનુસાર જ બોલે છે, તેમનું વચન અક્ષરાદિરૂપ દ્રવ્યશ્રુતરૂપ છે, અને ભગવદ્ વચનાનુસારી હોવાથી પદાર્થના યથાવસ્થિત સ્વરૂપનું પ્રરૂપક છે; તેથી તે પણ આરાધ્ય છે એમ માનવું જોઈએ. ટીકા :
____एतेन सिद्धाचलादेराराध्यत्वमपि व्याख्यातम्, ज्ञानदर्शनचारित्ररूपभावतीर्थहेतुत्वेनास्य द्रव्यतीर्थत्वादनन्तकोटिसिद्धस्थानत्वस्यान्यत्राविशेषेऽपि स्फुटप्रतीयमानतद्भावेन तीर्थस्थापनयैवात्र विशेषात्, अनुभवादिना तथासिद्धौ श्रुतपरिभाषाभावस्यातन्त्रत्वादन्यथा चतुर्वर्णश्रमणसंघे तीर्थत्वं तीर्थकरे तु तद्बाह्यत्वमित्यपि विचारकोटिं नाटीकेत । व्यवहारविशेषाय तथा तथा परिभाषणमपरिभाषणं च न व्यामोहाय विपश्चितामिति स्थितम् । ટીકાર્ય :
તૈન...વ્યતીર્થત્યાત્ | આના દ્વારા=પૂર્વમાં કહ્યું કે ભાવમૃતનું કારણ હોવાને કારણે અક્ષરાદિરૂપ દ્રવ્યશ્રત પણ આરાધ્ય છે આના દ્વારા, સિદ્ધાચલાદિનું આરાધ્યપણું પણ વ્યાખ્યાન કરાયું. કેમ કે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ભાવતીર્થનું હેતુપણું હોવાને કારણે આ સિદ્ધાચલાદિનું, દ્રવ્યતીર્થપણું છે. વિશેષાર્થ :
“આત્માને સંસારથી તારે તે તીર્થ” આ વ્યુત્પત્તિથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર જીવને તારનારાં છે, માટે ભાવતીર્થ છે; અને તેનું કારણ સિદ્ધાચલાદિ છે, તેથી તે દ્રવ્યતીર્થ છે. કેમ કે સમ્યગુ બહુમાનપૂર્વક સિદ્ધાચલાદિની યાત્રા કરવાથી રત્નત્રયનો પ્રાદુર્ભાવ થવામાં પ્રબળ કારણભૂત સિદ્ધાચલાદિ છે, તેથી તે દ્રવ્યતીર્થ છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, અનંત જીવો જેમ સિદ્ધાચલ ઉપર સિદ્ધ થયા છે, તેમ અન્યત્ર પણ સિદ્ધ થયા