________________
પ્રતિમાશતક | શ્લોક : ૨ ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે ભાવશ્રુત જ વંદનીય છે અને દ્રવ્યશ્રુત વંદનીય નથી. માટે ભગવાનની વાણી દ્રવ્યશ્રુત હોવાથી વંદનીય નથી, પરંતુ ભગવાનના મુખમાંથી નીકળેલી છે માટે વંદનીય છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે – ટીકાર્ય :
ભવન....કથનુરૂપઃ ભગવાનના મુખમાંથી નીકળેલી જ વાણી વંદનીય છે, અન્ય નહિ; એ પ્રમાણે બોલતો વળી (લંપાક) સ્વમુખથી જ હણાય છે, કેમ કે કેવલ એવી તેનું ભગવાનના મુખમાંથી નીકળેલી જ વાણીનું, શ્રવણઅયોગ્યપણું હોવાને કારણે શ્રોતામાં ભાવમૃતનું અજનન થવાને કારણે દ્રવ્યમૃતરૂ૫પણા વડે પણ અનુપપત્તિ છે.
છે “વ્યકૃતરૂપતાયા થનુપ:' અહીં પ થી એ કહેવું છે કે, ભાવકૃતપણારૂપે તો અનુપપત્તિ છે, પણ દ્રવ્યશ્રતપણાનડે પણ અનુપપત્તિ છે. તેથી તે વાણી ભાવકૃતરૂપ પણ નથી અને દ્રવ્યશ્રુતરૂપ પણ નથી. તેથી તે ઉપકારક નથી. માટે લંપાકના મત પ્રમાણે અનુપકારક તેવી વાણી વંદનીય છે, પરંતુ એમ કહેવું તે પરસ્પર વિરોધરૂપ છે, તેથી લુપાક સ્વમુખથી હણાય છે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી સમાધાન કરે કે, કેવલ ભગવાનની વાણીમાં શ્રવણ-અયોગ્યપણું હોવા છતાં મિશ્રવાણી શ્રવણયોગ્ય છે, તેથી તે ભાવકૃતનું કારણ માની શકાશે. અને તેથી તે વાણી ઉપકારક છે, તેમ કહી શકાશે, માટે કોઈ વિરોધ નથી. તેથી કહે છે - ટીકાર્ય :
મિશ્રાવ....... વાઃ મિશ્ર એવી વાણીના શ્રવણમાં પણ વિશ્રેણિસ્થિત-વિશ્રેણિમાં રહેલા, એવા શ્રોતામાં જ તે વાણીની અગતિ છેઃઅપ્રાપ્તિ છે. (તેથી તે શ્રોતાને ભગવાનની વાણીથી વાસિત એવી અવ્યવાણી દ્વારા જ ઉપકાર થાય છે, તેથી તેઓ માટે અત્યવાણી પણ વંદનીય બને. આમ લુપાકનું વચન સ્વમુખથી જ હણાય છે.) ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, ભગવાનની મિશ્રવાણી અને પરાઘાતવાસિત વાણી વંદનીય છે= ભગવાનના વચનના પરાઘાતથી વાસિત થયેલી વાણી વંદનીય છે, અન્ય નહિ. તેના સમાધાનરૂપે કહે છે –
અહીં મિશ્રવાણી એટલે સાક્ષાત્ બોલાયેલ શબ્દ અને તેનાથી વાસિત થયેલી શબ્દપુદ્ગલોરૂપ વાણી, જે સંમુખ બેઠેલાને સંભળાય છે. અને પરાઘાતવાસિત વાણી એટલે સાક્ષાત્ બોલાયેલ શબ્દોના પરાઘાતથી વાસિત થયેલા શબ્દોમાત્ર હોય છે, જે સંમુખ બેઠેલા નથી તેમને સંભળાય છે.