________________
૨૭૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ એક એક પુરુષ, જાણતો કરે છે=જીવો છે એમ જાણતો હિંસાને કરે છે. બીજો અજાણ=જીવો છે એ પ્રમાણે નહીં જાણતો, હિંસા કરે છે, અને અવિરત છે ત્યાં પણ બંધવિશેષ મહાન અંતરવાળો શાસ્ત્રમાં કહેવાયો છે. અ૩૯૩૮
વૃત્તિ - અહીં=સંસારમાં, બે અવિરત જીવો છે ત્યાં તે બેમાંથી એક જાણતો હિંસાને કરે છે વિચારણાપૂર્વક હિંસાને કરે છે, વળી બીજો નહીં જાણતો હિંસાને કરે છે. ત્યાં પણ=તે બે જીવોમાં પણ, બંધનો ભેદ મોટા અંતરથી સિદ્ધાંતમાં કહેવાયો છે. li૩૯૩૮II
તે આ પ્રમાણે – જે જાણતો પુરુષ હિંસા કરે છે તે તીવ્રાનુભાવવાળાં બહુતર પાપકર્મને એકઠા કરે છે. વળી ઇતર મંદતર વિપાકવાળા તેને જ પાપકર્મને જ, એકઠાં કરે છે.
વિરત વળી જે જાણતો કરે છે અથવા અજાણતો કરે છે અને અપ્રમત્ત છે ત્યાં પણ અવ્યવસાય સમાન નિર્જરા થાય છે, ચય થતો નથીઃકર્મનો સંચય થતો નથી. li૩૯૩૯iા.
વૃત્તિ :- જે વળી વિરત=પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત=ષકાયના પાલનના અધ્યવસાયવાળો, તે જાણતાં પણ આ કૃત્ય સદોષવાળું છે એ પ્રમાણે જાણતાં પણ, ગીતાર્થપણાને કારણે દ્રવ્ય-ક્ષેત્રાદિ આગાઢ કારણોમાં પ્રલંબનાદિના ગ્રહણથી હિંસા કરે છે. અથવા જાણતો નથી=આ સચિત્ત છે એ પ્રમાણે જાણતો નથી; પરંતુ અપ્રમાદવાળો છે વિકથાદિ પ્રમાદ રહિત, ઉપયુક્ત છતો જે ક્યારેક પ્રાણીવધને કરે છે ત્યાં પણ અધ્યવસાય સમાન=ચિત્તના પ્રણિધાન તુલ્ય પોતાના ભાવપ્રાણના રક્ષણને અનુકૂળ ચિત્તના પ્રયત્ન તુલ્ય, નિર્જરા થાય છે. જે મહાત્માને જેવા પ્રકારનો તીવ્ર, મંદ કે મધ્યમ શુભ અધ્યવસાય છે તે મહાત્માને તેવી જ કર્મનિર્જરા થાય છે, એ પ્રકારનો ભાવ છે. વળી ચયઃકર્મબંધ, સૂક્ષ્મ પણ થતો નથી; કેમ કે પ્રથમનું=જાણવા છતાં હિંસા કરનારનું, ભગવાનની આજ્ઞાથી યતના વડે પ્રવર્તમાનપણું છે. વળી પ્રમાદરહિત એવા બીજાને અજાણતાથી હિંસા કરનારને, કોઈક રીતે પ્રાણીનો ઉપઘાત થવા છતાં પણ અદુષ્ટપણું છે.
ત્તિ' શબ્દ બૃહત્કલ્પભાષ્યની ટીકાની સમાપ્તિ અર્થે છે. ભાવાર્થ -
પૂર્વમાં કહ્યું કે શ્રાવકને અબ્રહ્મના સેવનમાં આભોગ છે કે મારી પ્રવૃત્તિથી ઘણા જીવોની હિંસા થવાની છે, છતાં તેનું શિકારી આદિ જેવું દુષ્ટપણું નથી, એ રીતે દેશવિરતિધર શ્રાવકને જેમ અબ્રહ્મની પ્રવૃત્તિમાં આભોગને કારણે દુષ્ટપણું નથી તેમ સાધુને પણ આભોગથી પૃથ્વી આદિના વધમાં દુષ્ટપણું નથી તેમ નહીં. એથી સાધુને પ્રત્યાખ્યાનભંગના દોષવિશેષના સમર્થન માટે પૃથ્વી આદિ જીવોનો આભોગ અવશ્ય સ્વીકારવો જોઈએ અર્થાત્ પૃથ્વી આદિ જીવોનો આરંભ થતો હોય ત્યારે તે પૃથ્વીકાયના જીવોમાં ચેષ્ટા આદિ દેખાતી નથી. માટે પૃથ્વીકાય આદિ જીવોની હિંસામાં સાધુને આભોગ નથી, તેમ કહીને પૂર્વપક્ષી કહે છે કે સાધુ નદી આદિ ઊતરે છે ત્યારે પણ તે જીવોની ચેષ્ટા સાક્ષાત્ દેખાતી નહીં હોવાથી ત્યાં આભોગપૂર્વકની હિંસા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વપક્ષીનું આ પ્રકારનું વચન ઉચિત નથી; પરંતુ જેમ શ્રાવકને અબ્રહ્મના સેવનમાં સાક્ષાત્ જીવોની હિંસા દેખાતી નથી; છતાં શાસ્ત્રવચનથી જીવોની હિંસાનો બોધ છે તેથી તેમાં આભોગ છે તેમ સાધુને પણ પૃથ્વી આદિ જીવોના વધમાં આભોગ છે, આથી જ તેમાં યતના ન કરે તો