SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ અને વળી ભાવની અપેક્ષાએ જ કર્મબંધ સ્વીકારવો યુક્ત છે તે આ પ્રમાણે – આગમસાપેક્ષ સમ્યક્ ક્રિયાને કરતા એવા વૈદ્યને જો રોગીનું મૃત્યુ થાય તોપણ વૈરનો અનુભંગ થતો નથી; કેમ કે ભાવદોષનો અભાવ છે=મારવાના પરિણામનો અભાવ છે. વળી બીજાને સર્પબુદ્ધિથી રજુને પણ મારતા ભાવદોષના કારણે કર્મબંધ થાય છે. વળી તદ્ રહિતને=ભાવદોષ રહિતને કર્મબંધ થતો નથી. અને એ પ્રમાણે આગમમાં કહેવાયું છે – પગ ઉચ્ચારણ કરાયે છતે (યતનાપરાયણ સાધુને હિંસાથી કર્મબંધ થતો નથી)” (ઓઘનિર્યુક્તિ ૭૪૮/૭૪૯) ઈત્યાદિ. વળી તંદુલ મત્સ્યનું કથાનક સુપ્રસિદ્ધ જ છે તે કારણથી આવા પ્રકારના વધ્ય-વધકભાવની અપેક્ષાએ કથંચિત્ સદશપણું કર્મબંધમાં કથંચિત્ સદશપણું, કથંચિત્ અસદશપણું છે. અન્યથા અનાચાર છે=એકાંત સદશપણું કે અસદશપણું સ્વીકારવામાં અનાચાર છે.” ત્તિ' શબ્દ સૂત્રકૃતાંગસૂત્રની ટીકાની સમાપ્તિ અર્થે છે. આતા દ્વારા=પૂર્વમાં કહ્યું કે વધ્ય જીવના સદશ-અસદશપણાને આશ્રયીને એકાંતે કર્મબંધ નથી પરંતુ અધ્યવસાયને અનુરૂપ કર્મબંધ છે એના દ્વારા, લૌકિકઘાતકત્વના વ્યવહારના વિષથીભૂત જ હિંસા મહાઅનર્થનો હેતુ છે એ પ્રમાણે પરતું જ્યાં ત્યાં પ્રલપન છે કેવલીના અશક્યપરિહારરૂપ હિંસાના સ્થાનમાં જ્યાં ત્યાં પ્રલપત છે, તે અપાત છે. અને વળી આ રીતે પૂર્વપક્ષી કહે છે કે લૌકિક-ઘાતકત્વના વ્યવહારના વિષથીભૂત હિંસા જ કેવલીને સ્વીકારવામાં મહાઅનર્થના હેતુની પ્રાપ્તિ છે એ રીતે, અપવાદિક પણ વધ સાધુથી કરાયેલો અપવાદિક પણ વધ, મહાઅનર્થ માટે પ્રાપ્ત થાય છે, કેમ કે જ્ઞાનાદિકાલિના નિવારણ માત્રના અભિપ્રાયવાળા સાધુને સંયમ પરિણતિના અપાયનું હેતુપણું હોવા છતાં પણ, તત્કૃત વધમાંeતે સાધુકૃત જીવવધમાં, લૌકિકપાતકત્વના વ્યવહારના વિષયપણાને કારણે અશુદ્ધત્વની અનિવૃત્તિ છે-સંયમના અશુદ્ધત્વની અનિવૃત્તિ છે. અને યતના આદિથી અપવાદને સેવનાશ સાધુનું શુદ્ધપણું જ કહેવાય છે. તે બૃહત્કલ્પભાષ્યમાં કહેવાયું છે – ગીતાર્થ કૃતયોગી યતનાથી કારણકે સેવે છે નિર્દોષ છે. એકના મતે ગીતાર્થ અરક્તદ્વિષ્ટ=રાગદ્વેષ રહિત, યતનાથી કારણને સેવે છે નિર્દોષ છે.” (બૃહત્કલ્પસૂત્ર ગાથા-૪૯૪૬) તે કારણથી આગમમાં કહેવાયેલી યતતાથી અધ્યાત્મની શુદ્ધિ જ સંયમરક્ષાનો હેતુ છે, અનાભોગ નહીં. એ પ્રમાણે સ્થિત છે. આથી જEયતનાપરાયણ મહાત્માથી હિંસા થાય તોપણ આત્મશુદ્ધિ છે આથી જ, વિરત અને અવિરતમાં જાણનારની કે અજાણનારની વિરાધનામાં યતના અયતના નિમિત્તક અધ્યાત્મની શુદ્ધિ અને અધ્યાત્મની અશુદ્ધિના ભેદથી કર્મનિર્જરા અને બંધનો ભેદ વ્યવસ્થિત છે. તે બૃહત્કલ્પભાષ્યની વૃત્તિના દ્વિતીય ખંડમાં કહેવાયું છે – “હવે જ્ઞાતાશાત દ્વારને કહે છે –
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy