________________
૨૭૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩
અનેકાંત જ સ્વીકાર્યો છે. તે=નાના જીવોના કે મોટા જીવોના વધમાં સદેશ કર્મબંધ કે વિસદેશ કર્મબંધ છે તેનો અનેકાંત, સૂત્રકૃતાંગમાં કહેવાયો છે
—
“જે કોઈ ક્ષુદ્ર જીવો છે તે અથવા મોટા શરીરવાળા જીવો છે તેઓની સાથે સદેશ વૈર છે—તેઓની હિંસામાં તેઓની સાથે સદેશ વૈર છે અથવા અસદેશ વૈર છે એ પ્રમાણે કહેવું નહીં=એ પ્રમાણે એકાંતે કહેવું નહીં. આ બન્ને સ્થાનોથી=સૂક્ષ્મ જીવો કે બાદર જીવોના વધમાં સદેશ કર્મબંધ છે કે વિસદેશ કર્મબંધ છે એ બન્ને સ્થાનોથી, વ્યવહાર વિદ્યમાન નથી. વળી આ બન્ને સ્થાનો વડે=આ બંને પ્રકારની પ્રવૃત્તિના આચરણ વડે, અનાચાર તું જાણ.”
આની વૃત્તિ=સૂત્રકૃતાંગ સૂત્રની વૃત્તિ, ‘યથા’થી બતાવે છે
1
“જે કોઈ ક્ષુદ્ર જીવો=એકેન્દ્રિય આદિ પ્રાણીઓ, છે અથવા અલ્પકાયવાળા પંચેન્દ્રિય આદિ છે અથવા મહાકાયવાળા પ્રાણીઓ છે અને તેઓને=ક્ષુદ્ર તથા અલ્પકાયવાળા કુંથુ આદિ જીવોને, અથવા મહાન આલય=શરીર, છે જેઓને તે મહાલયવાળા હસ્તિ-અભ્યાદિ તેઓના વધમાં સદેશ વૈર=વજ્ર અર્થાત્ કર્મ, અર્થાત્ વિરોધલક્ષણ વૈર, સદેશ–સમાન, છે; કેમ કે સર્વ જીવોનું તુલ્યપ્રદેશપણું છે એ પ્રમાણે એકાંતથી કહેવું નહીં અને વિસર્દેશ=અસદેશ, તેમની વ્યાપ્તિમાં વૈર=કર્મબંધ અથવા વિરોધ છે; કેમ કે ઇન્દ્રિય, વિજ્ઞાન અને કાયાનું વિસર્દેશપણું છે.
પ્રદેશનું તુલ્યપણું હોવા છતાં પણ સમાન વૈર નથી એ પ્રમાણે પણ ન કહેવું=એ પ્રમાણે પણ એકાંતે ન કહેવું, જો વધ્ય અપેક્ષાથી જ કર્મબંધ થાય તો તેમના વશથી કર્મનું પણ સાદૃશ્ય કે અસાદૃશ્ય કહેવું ઘટે છે અને તેમના વશથી જ=વધ્યના વશથી જ, બંધ નથી, પરંતુ અધ્યવસાયવશથી પણ બંધ છે અને તેથી તીવ્ર અધ્યવસાયવાળા જીવને અલ્પકાયવાળા જીવના વ્યાપાદનમાં પણ મહાનવૈર=મોટો કર્મબંધ છે. વળી અકામવાળાને મહાકાયવાળા જીવના વ્યાપાદનમાં પણ સ્વલ્પ કર્મબંધ છે.
આને જ=અધ્યવસાય પ્રમાણે પણ કર્મબંધ છે એને જ, સૂત્રથી જ બતાવવા માટે કહે છે – ‘તેહિ’ ઇત્યાદિ. અન્યતર કહેવાયેલાં આ બન્ને સ્થાનોથી અથવા આ બન્ને સ્થાનોનું=અલ્પકાય-મહાકાય વ્યાપાદનથી આપાદિત કર્મબંધમાં સદેશત્વ-વિસટશત્વરૂપ બન્ને સ્થાનોનું, વ્યવહરણ=વ્યવહાર, નિર્યુક્તિકપણું=યુક્તિરહિતપણું, હોવાથી ઘટતું નથી. તે આ પ્રમાણે વધ્યનું સદૈશપણું અથવા અસદશપણું (એ) એક જ કર્મબંધનું કારણ નથી; પરંતુ વધકનો તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાનભાવ, અજ્ઞાનભાવ, મહાવીર્યપણું અને અલ્પવીર્યપણું એ પણ કારણ છે=કર્મબંધનું કારણ છે. આ રીતે=વધ્ય અને વધકના વિશેષથી કર્મબંધનો વિશેષ છે એ રીતે, વ્યવસ્થિત હોતે છતે વધ્યને જ આશ્રયીને સદેશત્વ-અસદેશત્વનો વ્યવહાર=સદેશકર્મબંધ છે - વિસર્દેશ કર્મબંધ છે એ પ્રકારનો વ્યવહાર, વિદ્યમાન નથી. અને આ બન્ને સ્થાનમાં પ્રવૃત્તને અનાચાર જાણવો=સમ્યગ્દર્શનનો અનાચાર જાણવો. તે આ પ્રમાણે
-
જીવના સામ્યથી કર્મબંધનું સદેશપણું જે કહેવાય છે તે અયુક્ત છે જે કારણથી જીવના વધથી હિંસા કહેવાતી નથી; કેમ કે જીવનું શાશ્વતપણું હોવાને કારણે નાશ કરવાનું અશક્યપણું છે, વળી ઇન્દ્રિય આદિની વ્યાપત્તિથી હિંસા કહેવાય છે. અને તે પ્રમાણે કહેવાયું છે
-
પાંચ ઇન્દ્રિયો, ત્રણ પ્રકારનું બળ=મનોબળ, વચનબળ, કાયબળ, ઉચ્છ્વાસ નિઃશ્વાસ અને અન્ય એવું આયુષ્ય, આ દશપ્રાણો ભગવાન વડે કહેવાયા છે તેઓનું વિયોજીકરણ વળી હિંસા છે. () ઇત્યાદિ.