SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ વ્રતભંગને કારણે દુષ્ટપણાની પ્રાપ્તિ છે માટે ત્યાં આભોગપૂર્વકની હિંસા છે તેમ અવશ્ય સ્વીકારવું જોઈએ. જો સ્થૂલત્રસ વિષયક જ જીવોની હિંસામાં આવ્યોગ સ્વીકારાય તો તેના વિષયક જ હિંસા એકાંતથી દુષ્ટ માનવી પડે અર્થાત્ પૂર્વપક્ષી કહે છે તેમ ચેષ્ટાવાળા જીવો વિષયક હિંસા જ આભોગપૂર્વકની છે તેમ સ્વીકારવામાં આવે તો ત્રસ જીવ વિષયક હિંસાને એકાંતથી દુષ્ટ માનવી પડે અને સ્થાવર વિષયક હિંસાને અદુષ્ટ માનવી પડે. પરંતુ એ પ્રકારની પ્રક્રિયા જૈનશાસનને સ્વીકારનારા કહેતા નથી; કેમ કે જૈનશાસનની પ્રક્રિયાને સ્વીકારનારા જીવો એકેન્દ્રિય આદિ જીવો કે મોટી કાયાવાળા જીવોના વધમાં સાદૃશ્યને કે વૈસદશ્યને અનેકાંતથી જ સ્વીકારે છે. સૂત્રકૃતાંગમાં કહ્યું છે કે કોઈ જીવ અલ્પકાયવાળા એવા એકેન્દ્રિય આદિની હિંસા કરે છતાં અતિ સંક્લિષ્ટ અધ્યવસાયવાળા હોય તો ઘણો કર્મબંધ કરે છે અને મોટી કાયાવાળા જીવોની હિંસા કરનાર પણ સંક્લેશ ઓછો હોય તો અલ્પ કર્મબંધ કરે છે. એકેન્દ્રિયની હિંસા કરતાં પંચેન્દ્રિયની હિંસામાં અધિક સંક્લિષ્ટ પરિણામ હોવાની સંભાવના હોવા છતાં કોઈક નિમિત્તે પંચેન્દ્રિયના વધમાં પણ અતિ સંક્લિષ્ટ પરિણામ ન હોય અને એકેન્દ્રિયના વધમાં અતિ સંક્લિષ્ટ પરિણામ થાય તો અધિક કર્મબંધ પણ થાય. વળી સૂત્રકૃતાંગસૂત્રના વચનાનુસાર જેઓ સંયમના પરિણામવાળા છે તેઓ સંયમની વૃદ્ધિ અર્થે યતનાપૂર્વક જાણવા છતાં પણ હિંસા કરે છે તેમને તે હિંસાજનક પ્રવૃત્તિમાં પણ કર્મબંધ નથી. આથી જ યતનાપરાયણ સાધુ જાણે છે કે નદી ઊતરવામાં ત્રસ જીવોની પણ હિંસા છે તોપણ જિનવચનના સ્મરણપૂર્વક યાતનાથી નદી ઊતરે છે ત્યારે લેશ પણ કર્મબંધ થતો નથી. માટે આભોગપૂર્વકની હિંસા એકાંત દુષ્ટ છે તેમ કહીને કેવલીની અશક્યપરિહારરૂપ હિંસાને આભોગપૂર્વકની હોવાથી કેવલીને ઘાતકચિત્તની પ્રાપ્તિ છે એ પ્રકારે પૂર્વપક્ષી આપાદન કરે છે તે યુક્ત નથી; કેમ કે કર્મબંધ બાહ્ય જીવોની હિંસાને આશ્રયીને નથી; પરંતુ પોતાના અધ્યવસાયની તીવ્રતા, મંદતા આદિ ભાવોને આશ્રયીને છે. જે સાધુનો ઉપયોગ ભગવાનની આજ્ઞા અનુસાર અપ્રમાદથી સંયમની વૃદ્ધિમાં યત્ન કરવાનો છે તે સાધુને નદી ઊતરવાની ક્રિયામાં પણ જિનવચન અનુસાર ઉપયોગ હોવાથી નિર્જરાની જ પ્રાપ્તિ થાય છે; પરંતુ કર્મબંધની પ્રાપ્તિ થતી નથી. તે જ રીતે કેવલીને પણ યોગ્ય જીવોના ઉપકાર અર્થે કરાતી ગમન આદિ પ્રવૃત્તિથી બાહ્ય જીવોની અશક્યપરિહારરૂપ હિંસા થાય તોપણ કર્મબંધની પ્રાપ્તિ નથી. આથી જ અશ્વના પ્રતિબોધાર્થે રાત્રિના વિહાર કરનાર મુનિસુવ્રતસ્વામીના યોગથી જે કોઈ હિંસા થઈ હોય તેનાથી પણ તેઓને કર્મબંધની પ્રાપ્તિ નથી, માટે કેવલીને અશક્યપરિહારરૂપ હિંસા હોવા છતાં ઘાતકચિત્ત નથી. પૂર્વપક્ષી કેવલીના યોગથી થતી અશક્યપરિહારરૂપ હિંસાને દુષ્ટ સ્થાપન કરવા અર્થે લૌકિક ઘાતકત્વ વ્યવહારના વિષયભૂત હિંસાને મહાઅનર્થ હેતુ કહે છે તે આ કથન દ્વારા અપાત થાય છે; કેમ કે યતનાપરાયણ સાધુથી થયેલી હિંસાથી કર્મબંધની પ્રાપ્તિ ન થતી હોવાથી તે હિંસાને મહાઅનર્થ હતુ કહી શકાય નહીં. વળી પૂર્વપક્ષી કહે છે તે રીતે સ્વીકારવામાં અપવાદિક વધ પણ મહાઅનર્થ માટે પ્રાપ્ત થાય; કેમ કે જ્ઞાનાદિહાનિના નિવારણ માત્રના અભિપ્રાયથી કરાયેલા વધથી સંયમના પરિણામનો નાશ ન થતો
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy