________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪ अत एव च लोकनाथत्वमपि भगवतो बीजाधानादिसंविभक्तभव्यलोकापेक्षया व्याख्यातं ललितविस्तरायाम् 'अनीदृशि नाथत्वानुपपत्तेरिति' न चैतावता भगवतो वाक्प्रयत्नस्य विफलत्वं, शक्यविषय एव विशेषतः साध्यत्वाख्यविषयतया तत्प्रवृत्तेस्तत्फलवत्त्वव्यवस्थितेः, तथा सामान्यतः सर्वजीवरक्षाविषयोऽपि भगवतः कायप्रयत्नो विशेषतः शक्यजीवरक्षाविषयत्वेन सफलः सन् नाशक्यविषये वैफल्यमात्रेण प्रतिक्षेप्तुं शक्यत इति ।
૧૪૦
ટીકાર્ય :
–
एवं કૃતિ । ‘તે ડ્વ ત્તિ’ પ્રતીક છે. તે વાદી આ રીતે=આ પ્રકારે, પૂછવા યોગ્ય છે. તે ‘થવ્રુત’થી બતાવે છે આ નિયમ=જેતા યોગથી ક્યારેય પણ જીવવધ થાય છે તે કેવલી નથી એવા લક્ષણવાળો આ નિયમ, કેવી રીતે તમારો સિદ્ધ થયો ? અર્થાત્ સિદ્ધ થાય નહીં. જે કારણથી યોગવાળા પ્રાણીને ૧૩મા ગુણસ્થાનક સુધી અશક્યપરિહાર હિંસા દુર્વાર છે=તિવારી ન શકાય તેવી છે; કેમ કે યોગતિરોધ વગર તેનું=હિંસાનું, પરિહાર કરવું અશક્યપણું છે. તેમના યોગ નિમિત્તક હિંસાનુકૂલ હિંસ્ય જીવના કર્મના વિપાકથી પ્રયુક્ત એવી હિંસા તેમના યોગથી થતી કોના દ્વારા વારણ થઈ શકે ? અર્થાત્ કોઈના દ્વારા વારણ થઈ શકે નહીં. આ રીતે સર્વજીવોની પણ હિંસા અશક્યપરિહાર થશે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે તેમ ન કહેવું; કેમ કે અનાભોગ, પ્રમાદ આદિ કારણથી ઘટિત સામગ્રીજન્ય એવી તેનું=હિંસાનું, આભોગ, અપ્રમત્તતા આદિ દ્વારા કારણના વિઘટનથી શક્યપરિહારપણું છે. વળી અનિરુદ્ધ યોગવાળા એવા કેવલીને યોગમાત્રજન્ય હિંસાનું અશક્યપરિહારપણું છે એ પ્રમાણે વિભાવન કરવું.
*****
-
‘નનુ’થી પૂર્વપક્ષી કહે છે - આવા પ્રકારની થતી જીવવિરાધનામાં કેવલી દ્વારા જીવરક્ષાનો પ્રયત્ન નથી કરાતો ? અથવા કરાય છે ? (૧) પ્રથમ વિકલ્પમાં નથી કરાતો એમ જો ગ્રંથકારશ્રી કહે તો પૂર્વપક્ષી કહે છે – અસંયતપણાની પ્રાપ્તિ છે=કેવલીને અસંયત સ્વીકારવાની આપત્તિ છે. (૨) જો કરાય છે (એમ ગ્રંથકારશ્રી કહે) તો ઇચ્છા કરાયેલી જીવરક્ષાનો અભાવ હોવાથી પ્રયત્નના વૈકલ્યની પ્રાપ્તિ છે. અને તે કેવલીને સંભવતી નથી; કેમ કે તેના કારણ એવા વીર્યંતરાયનું ક્ષીણપણું છે=કરાયેલા પ્રયત્નના ફ્ળને નિષ્ફળ કરે તેવા વીર્યંતરાય કર્મનું ક્ષીણપણું છે. આથી જ=વીર્યંતરાયનો ક્ષય થયેલો હોવાના કારણે કેવલી નિષ્ફળ પ્રવૃત્તિ કરતા નથી આથી જ, દેશના વિષયક પ્રયત્નની વિફલતામાં કેવલીનું કેવલીપણું સંભવતું નથી. એથી પરના સમ્યક્ત્વાદિના અલાભમાં ધર્મદેશનાને પણ આ=કેવલી, કરતા નથી એ પ્રમાણે સ્વીકારાય છે. તે આવશ્યકનિર્યુક્તિમાં કહેવાયું છે. “સર્વવિરતિ, દેશવિરતિ અને સમ્યક્ત્વ કોઈક ગ્રહણ કરશે તો કથના હોય છે=કેવલીનો ઉપદેશ હોય છે. ઇતરથા અમૂઢલક્ષ્યવાળા કેવલી ઉપદેશ આપે નહીં.
કેમ ઉપદેશ આપે નહીં ? એથી કહે છે