SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪ અને તે થશે નહીં તે ત્રણ કાળમાં થશે નહીં=જે ભગવાન ઉપદેશ આપે તેનાથી કોઈને લાભ થાય નહીં તે ત્રણકાળમાં થશે નહીં." (આવશ્યકનિયુક્તિ ગાથા ૫૬૪) તેથી ફીણવીયતરાયપણું હોવાથી અશક્ય પરિહારવાળી પણ જીવવિરાધના કેવલીને સંભવતી નથી એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે – એમ ન કહેવું. (થ' શબ્દનો અવય “તથા' સાથે આગળમાં છે.) જે પ્રમાણે ભગવાનનો સામાન્યથી સર્વ જીવના હિતના ઉદ્દેશના વિષયવાળો પણ વાપ્રયત્ન સ્વલ્પ સંસારીમાં જ સફળ થાય છે, પરંતુ બહુલસંસારી જીવોમાં સળ થતો નથી. ઊલટું તેઓમાં અપ્રીતિકર થાય છે, જે કારણથી સિદ્ધસેન દિવાકરસૂરિ વડે કહેવાયું છે – હે લોકબાંધવ ! સધર્મના બીજના વપનમાં, નિર્દોષ કૌશલ્યવાળાં એવાં તમારાં પણ વચનો જે નિષ્ફળ થયાં, તે અદ્ભુત નથી. અહીં=લોકમાં, તામસ એવા ખગકુલોમાં ઘૂવડોમાં, મધુકરીના ચરણ જેવાં સુંદર સૂર્યનાં કિરણો નિષ્ફળ જાય છે તે અદ્ભુત નથીઆશ્ચર્ય નથી. III” (દ્વાદ્વિશદ્ દ્વાર્કિંશિકા ૨/૧૩) ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને આથી જ બહુલસંસારી જીવોમાં ભગવાનનું વચન પરિણમન પામતું નથી આથી જ, લલિતવિસ્તરામાં ભગવાનનું લોકનાથપણું પણ બીજાધાનાદિથી સમ્ય વિભક્ત એવા ભવ્યલોકની અપેક્ષાએ વ્યાખ્યાન કરાયું છે; કેમ કે અનીદશ એવા જીવોમાં=બીજાધાન વગરના જીવોમાં, નાથપણાની અનુપપત્તિ છે. અને એટલાથી=અયોગ્ય જીવોમાં ભગવાનની દેશનાનું ફળ નથી એટલાથી, ભગવાનના વાફપ્રયત્નનું વિફલપણું નથી; કેમ કે શક્યવિષયમાં જsઉપદેશથી માર્ગની પ્રાપ્તિ કરી શકે તેવા શક્યવિષયવાળા જીવોમાં જ, વિશેષથી સાધ્યત્વઆખ્યવિષયપણું હોવાને કારણે ભગવાનની પ્રવૃત્તિના તત્કલવત્વની વ્યવસ્થિતિ છે=શ્રોતાને સન્માર્ગની પ્રાપ્તિ રૂપ ફળવત્વની વ્યવસ્થિતિ છે. તે રીતે=જે રીતે ભગવાનનો ઉપદેશ યોગ્ય જીવોમાં સફળ છે, સર્વ જીવોમાં સફળ નથી; છતાં ભગવાનનો ઉપદેશ નિષ્ફળ છે તેમ પ્રતિક્ષેપ કરાતો નથી તે રીતે, સામાન્યથી સર્વ જીવરક્ષાના વિષયવાળો પણ ભગવાનનો કાયપ્રયત્ન વિશેષથી શક્ય જીવરક્ષાના વિષયપણા વડે સફલ છતો અશક્યવિષયમાં વૈફલ્યમાત્રથી પ્રતિક્ષેપ કરવા માટે શક્ય નથી. ભાવાર્થ - ગાથા-૪૩માં કહેલ કે કોઈક પૂર્વપક્ષી કહે છે કે “જેમના યોગથી ક્યારેય પણ જીવવધ થાય છે તે અમારા કેવલી નથી” આ પ્રકારનું તેનું વચન ભગવાનમાં અસતુદોષ અધ્યારોપને કારણે કુવિકલ્પ જ છે. કઈ રીતે તે કુવિકલ્પ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને પ્રશ્ન કરે છે કે જેમના યોગથી ક્યારેય પણ જીવવધ થાય છે તે કેવલી નથી તેવો નિયમ કેવી રીતે તારા મતે સિદ્ધ થયો ? અર્થાત્ તે નિયમ સિદ્ધ થઈ શકે નહીં, કેમ કે યોગવાળા જીવોને ૧૩માં ગુણસ્થાનક સુધી અશક્યપરિહારરૂપ બાહ્ય હિંસા દુર્વાર છે અર્થાત્ વારણ થઈ શકે તેમ નથી; કેમ કે યોગનિરોધ વગર હિંસાના પરિવારનું અશક્યપણું છે.
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy