SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ७७ धर्मपरीक्षा माग-१ / गाथा-6 આવું અનાભિગ્રહિકમિથ્યાત્વ તત્ત્વ પ્રત્યેના સર્વથા વિમુખભાવવાળા જીવોને પણ થઈ શકે છે. આથી જ જેઓ કાચ તુલ્ય અન્યદર્શનો અને મણિ તુલ્ય જૈનદર્શન પ્રત્યે સમાન બુદ્ધિવાળા છે, તેઓ ભગવાન પ્રત્યે મત્સરી છે એમ હેમચંદ્રસૂરિ મહારાજ કહે છે. આવું અનાભિગ્રહિકમિથ્યાત્વ અભવ્યોમાં પણ સંભવી શકે. પરંતુ યોગની ભૂમિકાને પામેલ જીવોમાં જેવું અનાભિગ્રહિકમિથ્યાત્વ ગ્રંથકારશ્રી સ્વીકારે છે તેવું અનાભિગ્રહિકમિથ્યાત્વ અભવ્યોમાં નથી. વળી, આભિનિવેશિકમિથ્યાત્વ પણ સમ્યક્તને પામ્યા પછી પાતને પામેલા જમાલી આદિને ગ્રંથકારશ્રી સ્વીકારે છે. તેને બદલે જેઓ સમ્યક્ત પામ્યા નથી અને સાધુના વેશમાં છે તેથી દ્રવ્યથી સમ્યક્ત ઉચ્ચરાવેલ છે અને ભગવાનના વચનાનુસાર ધર્માનુષ્ઠાન સેવનારા હોવા છતાં ભગવાનના વચનથી વિપરીત કોઈક સ્થાનમાં આભિનિવેશિકવાળા બને તેઓને પણ આભિનિવેશિકમિથ્યાત્વ છે. તેવો અર્થ કોઈક કરે તો અભવ્યને પણ આભિનિવેશિકમિથ્યાત્વ સ્વીકારવામાં વિરોધ નથી; કેમ કે અભવ્ય પણ સાધુવેશ ગ્રહણ કરી કોઈક નિમિત્તે અભિનિવેશવાળો બની શકે છે. टी : अपि च पालकसङ्गमकादीनां प्रवचनार्हत्प्रत्यनीकानामुदीर्णव्यक्ततरमिथ्यात्वमोहनीयोदयानामेव समुद्भूता नानाविधाः कुविकल्पाः श्रूयन्ते । किञ्च-मोक्षकारणे धर्म एकान्तभवकारणत्वेनाधर्मश्रद्धानरूपं मिथ्यात्वमपि तेषां लब्ध्याद्यर्थं गृहीतप्रव्रज्यानां व्यक्तमेव । यत्पुनरुच्यते-'तेषां कदाचित्कुलाचारवशेन व्यवहारतो व्यक्तमिथ्यात्वे सम्यक्त्वे वा सत्यपि निश्चयतः सर्वकालमनाभोगमिथ्यात्वमेव भवति' इति तदभिनिवेशविजृम्भितं, शुद्धिप्रतिपत्त्यभावापेक्षया निश्चयेनानाभोगाभ्युपगमे आभिग्रहिकादिस्थलेऽपि तत्प्रसङ्गाद, बहिरन्तर्व्यक्ताव्यक्तोपयोगद्वयाभ्युपगमस्य चापसिद्धान्तकलङ्कदूषितत्वाद् । अथ यदेकपुद्गलावशेषसंसारस्य क्रियावादित्वाभिव्यञ्जकं धर्मधिया क्रियारुचिनिमित्तं तन्मिथ्यात्वं व्यक्तम् । यदुक्तं तेसुवि एगो पुग्गलपरिअट्टो जेसि हुज्ज संसारो । तहभव्वत्ता तेसिं केसिंचि होइ किरियरुई ।। तीए किरियाकरणं लिंगं पुण होइ धम्मबुद्धीए । किरियारुईणिमित्तं जं वुत्तं वत्तमिच्छत्तंति ।। ततोऽन्यच्चाव्यक्तं मिथ्यात्वम् । न चाभव्यस्य कदाप्येकपुद्गलपरावर्तावशेषः संसार इति सदैव तस्याव्यक्तं मिथ्यात्वमवस्थितमिति चेद्? मैवं, एवं सति चरमपुद्गलपरावर्त्तातिरिक्तपुद्गलपरावर्त्तवर्त्तिनां भव्यानामप्यव्यक्तानाभोगमिथ्यात्वव्यवस्थितावाभिग्रहिकमिथ्यात्वोच्छेदप्रसङ्गात् । किञ्च,
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy