________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
સંભળાય છે, માટે તેઓમાં આભિગ્રહિકમિથ્યાત્વ પણ સ્વીકારવું જોઈએ. વળી, ગુણસ્થાનક્રમા૨ોહસૂત્રની વૃત્તિ અનુસાર પણ અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ છે. માટે પણ નવીન કલ્પના કરનારે અભવ્યોને આભિગ્રહિકમિથ્યાત્વ સ્વીકારવું જોઈએ.
७५
અહીં નવીન કલ્પના કરનાર શંકા કરતાં કહે છે કે સ્થાનાંગમાં આભિગ્રહિકમિથ્યાત્વ સપર્યવસિત અને અપર્યવસિત છે એમ બતાવ્યા પછી અતિદેશ કરતાં કહ્યું છે કે અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ સપર્યવસિત અને અપર્યવસિત જાણવું. તેથી જો સ્થાનાંગવૃત્તિને અનુસાર અભવ્યોને અપર્યવસિત આભિગ્રહિકમિથ્યાત્વ સ્વીકારવામાં આવે તો તે પ્રમાણે અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ અપર્યવસિત સ્વીકારવું જોઈએ. જો આવું સ્વીકારવામાં આવે તો ગ્રંથકારશ્રીએ પૂર્વની ગાથામાં કહ્યું કે અભવ્યોને આભિગ્રહિક અને અનાભોગ એ બે જ મિથ્યાત્વ હોય છે તે વચનનો લોપ થશે; કેમ કે સ્થાનાંગવૃત્તિ અનુસાર અભવ્યોને ત્રીજા અનાભિગ્રહિકમિથ્યાત્વની પણ પ્રાપ્તિ છે. આ પ્રકારના નવીન કલ્પના કરનાર દ્વારા અપાયેલા દોષનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે ઠાણાંગના પ્રથમસૂત્રમાં “બે પ્રકારનું મિથ્યાત્વ છે : (૧) આભિગ્રહિકમિથ્યાત્વ અને (૨) અનાભિગ્રહિકમિથ્યાત્વ.” તેમ કહ્યું છે. તેથી અનાભિગ્રહિકમિથ્યાત્વથી આભિગ્રહિકમિથ્યાત્વ સિવાયના સર્વભેદોનો સંગ્રહ થાય છે. માટે ઠાણાંગની વૃત્તિમાં અતિદેશથી અનાભિગ્રહિકમિથ્યાત્વ અભવ્યોને પ્રાપ્ત થાય તોપણ દોષ નથી; કેમ કે ગ્રંથકારશ્રીએ અનાભિગ્રહિકથી અનાભોગને પૃથક્ કરીને અભવ્યોને બે મિથ્યાત્વ કહેલ છે. અને ઠાણાંગમાં અનાભિગ્રહિકથી અનાભોગનો સંગ્રહ કરીને અભવ્યોને અનાભિગ્રહિકમિથ્યાત્વ સ્વીકાર્યું છે. તેથી પદાર્થની દૃષ્ટિએ ઠાણાંગ સાથે ગ્રંથકારશ્રીના કથનનો કોઈ વિરોધ નથી.
વળી ગ્રંથકારશ્રીએ આભિગ્રહિક અને અનાભોગ બે મિથ્યાત્વ અભવ્યોને સ્વીકાર્યા અને ઠાણાંગ પ્રમાણે આભિહિક અને અનાભિગ્રહિક બે મિથ્યાત્વ અભવ્યોને છે તે સ્થાપિત થયું તે અર્થથી એક જ પદાર્થ છે. તેમ સ્થાપના કર્યા પછી અનાભિગ્રહિકમિથ્યાત્વ કે આભિનિવેશિકમિથ્યાત્વનો અર્થ કોઈક અન્ય પ્રકારે કરે અને તે રીતે અભવ્યમાં આભિગ્રહિક, અનાભોગ, આભિનિવેશિક, અનાભિગ્રહિક એમ ૪ મિથ્યાત્વની પ્રાપ્તિ થાય તોપણ ગ્રંથકારશ્રીના વચન સાથે વિરોધ નથી. તે આ રીતે –
-
ગ્રંથકારશ્રીએ સ્વ-સ્વ દર્શનમાં કદાગ્રહવાળાને આભિગ્રહિકમિથ્યાત્વ સ્વીકારેલ છે. આથી જ જૈનદર્શનમાં રહેલ પણ તત્ત્વની પરીક્ષા કરવા માટે ઉપેક્ષાવાળાને આભિગ્રહિકમિથ્યાત્વ સ્વીકારેલ છે. અને જે જીવો યોગમાર્ગની પ્રથમ ચાર દૃષ્ટિમાં આવેલા છે તેવા જીવો સર્વ દર્શનની વિચારણા કરે ત્યારે તેઓને જણાય કે સર્વ દર્શનકારો મોક્ષ પ્રાપ્ત કરવા જેવો છે તેમ કહે છે. તેની પ્રાપ્તિના ઉપાયરૂપે અહિંસાદિ કહે છે અને અંતરંગ રીતે સર્વથા અસંગભાવથી મોક્ષ થાય છે તેમ કહે છે. માટે યોગમાર્ગને કહેનારાં સર્વ દર્શન સુંદર છે. તેઓમાં આદ્યધર્મની ભૂમિકા છે અને તેઓને અનાભિગ્રહિકમિથ્યાત્વ છે.
તેના બદલે કોઈક આભિગ્રહિકમિથ્યાત્વનો અર્થ એ કરે કે ભગવાનના દર્શનથી વિપરીત દર્શનવાળાને આભિગ્રહિકમિથ્યાત્વ છે અને બધાં દર્શન સુંદર છે એવું જેઓ માને તેઓમાં અનાભિગ્રહિકમિથ્યાત્વ છે.