SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૪ જેતપણું થાય. વળી તે જ મધ્યસ્થપણું જ, વ્યવહારથી જૈનમાર્ગના અનાશ્રયણમાં વ્યવહારથી જેનમાર્ગના અસ્વીકારમાં દુર્ઘટ છે. એથી તેઓને પર દર્શનવાળાઓને, મધ્યસ્થપણું નથી, એ પ્રમાણે જો કોઈ કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તે બરાબર નથી; કેમ કે મોહતા મંદપણામાં પર એવા યોગીઓને આવા પ્રકારનું મધ્યસ્થપણાનું ગલિત અસઘ્રહને કારણે તત્વ તરફ જવાને અનુકૂળ યત્ન કરે તેવા પ્રકારના મધ્યસ્થપણાનું, ઈષ્ટપણું છે. જે કારણથી યોગબિંદુમાં આ=આગળ કહેવાશે એ, કાલાતીત ઋષિના વચનનો અનુવાદ છે – “આ રીતે યોગબિદુના પૂર્વના શ્લોકોમાં બતાવેલું છે એ પ્રકારની યુક્તિથી, માધ્યશ્યનું અવલંબન લઈને ઐદંપર્યની અપેક્ષાથી પરમાર્થના પર્યાલોચનથી, દેવતાધિરૂપ તત્ત્વનું નિરૂપણ કરવું જોઈએ. વિચારવું જોઈએ. કાલાતીતે પણ આ ગ્રંથકારશ્રીએ કહ્યું છે એ, કહ્યું છે. li૩૦૦ના અભિધાનાદિના ભેદથી મુકતાદિ-અવિવાદિવાદી એવા અન્યોનો પણ તત્વનીતિથી આ માર્ગ વ્યવસ્થિત છે–દેવતાદિ વિષયક જે કાલાતીત કહે છે એ માર્ગ વ્યવસ્થિત છે. ૩૦૧ જે કારણથી મુક્ત, બુદ્ધ, અરિહંત જે ઐશ્વર્યથી સમન્વિત છે, તે કારણથી તે જ ઈશ્વર થાય. અહીં=મુક્તાદિના કથનમાં, કેવલ સંજ્ઞાભેદ છે. ૩૦૨ા તે તે શાસ્ત્રાનુસારથી આનો=ઈશ્વરનો, જે અનાદિશુદ્ધ ઈત્યાદિ ભેદ કલ્પાય છે. તે પણ નિરર્થક છે, એમ હું માનું છું. li૩૦૩મા અનાદિશુદ્ધ આદિ ભેદકલ્પના કેમ નિરર્થક છે ? તેમાં હેતુ કહે છે – વિશેષનું અપરિજ્ઞાન હોવાથી મુક્તાદિ દેવતા વિષયક અનાદિ શુદ્ધ ઈત્યાદિ વિશેષનું અપરિજ્ઞાન હોવાથી, યુક્તિઓનો જાતિવાદ હોવાથી, પ્રાયઃ વિરોધ હોવાથી અને ભાવથી ફલનો અભેદ હોવાથી પૂર્ણ પુરુષની ઉપાસના કરનારને પરમાર્થથી અનાદિ શુદ્ધની ઉપાસના કરે કે સાદિ શુદ્ધની ઉપાસના કરે તેમાં ફળની પ્રાપ્તિમાં અભેદ હોવાથી, અનાદિ શુદ્ધ ઈત્યાદિ કલ્પના નિરર્થક છે એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. w૩૦૪ આ રીતે ઈશ્વરમાં સર્વ દર્શનોનો અભેદ છે તેમ બતાવીને ભવના કારણમાં પણ માત્ર નામભેદ છે તે બતાવવા અર્થે કહે છે – અને જે કારણથી અવિદ્યા, ક્લેશ, કર્માદિ ભવનું કારણ છે તે કારણથી આ=ભવનું કારણ, પ્રધાન જ સંજ્ઞાભેદને પામેલું છે=કાલાતીત ઋષિ જેને પ્રધાન કહે છે તે સંજ્ઞાભેદને પામેલું છે. ૩૦પા આનો પણ=પ્રધાનનો પણ, જે તે તે પ્રકારે છે તે દર્શનાભેદથી તે તે પ્રકારે, જે ચિત્ર-ઉપાધિરૂપ અપર ભેદ કહેવાય છે તે પણ અતીત હેતુઓથી=શ્લોક ૩૦૪માં બતાવેલ હેતુઓથી, બુદ્ધિમાનોને અપાર્થક=નિરર્થક છે. ll૩૦૬ાા તે કારણથી=ઈશ્વર અને ભવના કારણ વિષયક વિશેષ ભેદ અપાર્થક છે તે કારણથી, જે તેના ભેદનું નિરૂપણ એ અસ્થાન પ્રયાસ છે. અને જે કારણથી અનુમાનનો સામાન્ય વિષય મનાયો છે. ll૩૦૭શા અને આ=કાલાતીતે કહ્યું છે. સુંદર છે. જે કારણથી નીતિથી=પરમાર્થની ચિતારૂપ નીતિથી, અહીં દેવતાદિ વિષયમાં, પ્રવર્તક શાસ્ત્ર છે. તે પ્રકારના નામના ભેદથી ભેદ દેવતાદિનો ભેદ, કુચિતિકાગ્રહ-કુત્સિતાગ્રહ, છે. ૩૦૮” ઈત્યાદિ. |૧૪ના ભાવાર્થ : આ ગાથાનો ભાવાર્થ ગંભીર છે. તેથી તેનો અર્થ અમારા યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથના તે તે ગાથા અનુસાર જાણવો. ૧૪ના
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy