SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૪ ૧૫૯ અસંમોહ વડે આ નિર્વાણ તત્ત્વ જણાયે છતે વિચારકોને નિર્વાણ તત્ત્વની ઉપાસનામાં વિવાદ ઉત્પન્ન થતો નથી. ૧૩૨।। અને જે કારણથી નિર્વાણ નામનું અધિકૃત તત્ત્વ નિયમથી જ સર્વજ્ઞપૂર્વક રહેલું છે અને આ ઋજુમાર્ગ નિર્વાણની નજીક છે, તે કારણથી સર્વજ્ઞનો ભેદ કેવી રીતે થાય ? ।।૧૩૩।।” “કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ‘નવુ'થી શંકા કરે છે કે દેશનાના ભેદથી ભિન્ન ભિન્ન દર્શનકારો વડે અપાયેલી ક્ષણિકવાદ કે નિત્યવાદરૂપ દેશનાના ભેદથી, એક સર્વજ્ઞ નથી એથી સર્વ યોગીઓનું એક સર્વજ્ઞ ભક્તપણું નથી, એ પ્રમાણે જો શંકાકાર કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર નથી; કેમ કે શિષ્યની ભૂમિકાના અનુસારથી સર્વ દર્શનકારોના દેશનાના ભેદની ઉપપત્તિ છે. અથવા એક જ એવી તેનું=એક જ એવી સર્વજ્ઞની દેશનાનું, વક્તાના અચિંત્ય પુણ્યપ્રભાવના કારણે=તીર્થંકરરૂપ વક્તાના તીર્થંકરનામકર્મરૂપ અચિંત્ય પુણ્યના પ્રભાવના, કારણે, શ્રોતૃના ભેદથી ભિન્નપણાથી પરિણતિ છે. અથવા કાલાદિના યોગને કારણે નયભેદથી કપિલાદિ ઋષિઓના જ તેના વૈચિત્ર્યની ઉપપત્તિ છે=ક્ષણિકવાદને કહેનાર અને નિત્યવાદને કહેનાર દેશનાના વૈચિત્ર્યની ઉપપત્તિ છે, તેથી તન્મૂલ સર્વજ્ઞના પ્રતિક્ષેપનું=દેશનાના ભેદમૂલ સર્વજ્ઞના પ્રતિક્ષેપનું, મહાપાપપણું છે. અને યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં કહ્યું છે = " “વળી કપિલ, સુગતાદિની જુદા જુદા પ્રકારની દેશના શિષ્યોના અનુરૂપપણાથી હોય, જે કારણથી આ સર્વજ્ઞ મહાત્માઓ ભવરૂપ વ્યાધિનો નાશ કરવામાં શ્રેષ્ઠ વૈદ્યો છે=જે કારણથી કપિલાદિ મહાત્માઓ ભવરોગને મટાડવા શ્રેષ્ઠ વૈદ્યો છે. ।।૧૩૪।। તે કારણથી જેને જે પ્રકારે બીજાધાનાદિનો સંભવ છે અને જે પ્રકારે બીજાધાનાદિ સાનુબંધ થાય છે, તે પ્રકારે આ સર્વજ્ઞોએ તે જીવને કહ્યું છે. ।।૧૩૫।। અથવા સર્વજ્ઞ એવા કપિલ, સુગતાદિની એક પણ દેશના, અચિંત્ય પુણ્યના સામર્થ્યને કારણે શ્રોતાના ભેદથી નિત્યાદિ પ્રકારે વિવિધ પ્રકારની ભાસે છે. ૧૩૬।। અને સર્વ શ્રોતાઓને ભવ્ય સદેશ=ભવ્યત્વને અનુરૂપ દેશનાકૃત ઉપકાર પણ થાય છે, એ રીતે દેશનાની સર્વ શ્રોતાઓમાં અવંધ્યતા પણ સુસંગત છે. ।।૧૩૭।। અથવા દુષમાદિના યોગથી તે તે નયની અપેક્ષાવાળા જુદી જુદી દેશના ઋષિઓથી આપાયેલી છે, ઋષિઓથી જુદી જુદી અપાયેલી દેશના પણ પરમાર્થથી સર્વજ્ઞમૂલક છે. ।।૧૩૮।। કપિલાદિની દેશનાનો ભેદ કેમ છે ? તે પૂર્વમાં સ્પષ્ટ કર્યું તે કારણથી, સર્વજ્ઞના અભિપ્રાયને જાણ્યા વગર, છદ્મસ્થ એવા સત્પરુષોનો પ્રકૃષ્ટ મહાઅનર્થને કરનાર એવો સર્વજ્ઞનો અપલાપ યોગ્ય નથી. ।।૧૩૯।। જે પ્રમાણે આંધળાઓનો ચંદ્રનો પ્રતિક્ષેપ અને ચંદ્રના ભેદની પરિકલ્પના અસંગત છે, તે પ્રમાણે જ છદ્મસ્થોનો સર્વજ્ઞનો પ્રતિક્ષેપ અને સર્વજ્ઞના ભેદની પરિકલ્પના અસંગત છે. ।।૧૪૦।। સામાન્ય એવા કોઈ પુરુષાદિનો પણ, તેના કોઈક વિશેષ સ્વરૂપથી લોકોમાં તે વિખ્યાત હોય તે પુરુષ તેવો નથી તેમ કહેવું એ રૂપ પ્રતિક્ષેપ, યોગ્ય નથી, તે કારણથી મુનિઓનો સર્વજ્ઞનો પરિભવ વળી જિહ્વાછેદથી અધિક કહેવાયો છે. ।।૧૪૧ મુનિઓ ઘણું કરીને ક્યારેય કુદષ્ટાદિ બોલતા નથી, પરંતુ હંમેશાં પરના ઉપકારને કરનારું, નિર્ણીત અને સારવાળું જ બોલે છે. ૧૪૨” ‘નનુ’થી શંકા કરે છે કે આવા પ્રકારનું માધ્યસ્થ્ય=પૂર્વમાં વર્ણન કર્યું તેવા પ્રકારનું માધ્યસ્થ્ય બીજાઓમાં હોય તો માર્ગના અભાવમાં=સર્વજ્ઞકથિતથી અન્ય એવા પર દર્શનરૂપ માર્ગના અભાવમાં
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy