SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૪ રાજાને ઘણા પણ આશ્રિતો સર્વ જ તે રાજાના સેવકો છે. ।।૧૦૭।। તે પ્રકારે સર્વજ્ઞ તત્ત્વનો અભેદ હોવાને કારણે. ભિન્ન આચારમાં રહેલા પણ સર્વ સર્વજ્ઞવાદીઓ સર્વજ્ઞ તત્ત્વ તરફ જનારા જાણવા. ।।૧૦૮।। તે પ્રકારના નામાદિનો ભેદ હોવા છતાં પણ તત્ત્વથી સર્વજ્ઞ મહાત્માઓનો ભેદ જ નથી, એ મહાત્માઓએ ભાવન કરવું જોઈએ. ।।૧૦૯।” ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને પર જીવોને=અન્યદર્શનમાં રહેલા જીવોને, સર્વજ્ઞતી ભક્તિની જ અનુપપત્તિ નથી. સર્વજ્ઞની ભક્તિની જ અનુપપત્તિ કેમ નથી ? તેમાં હેતુ કહે છે તેઓના પણ=અત્યદર્શનના જીવોના પણ, અધ્યાત્મ શાસ્ત્રોમાં ચિત્રાચિત્રના વિભાગ વડે ભક્તિનું વર્ણન છે. અન્યદર્શનમાં કયા પ્રકારે ચિત્રાચિત્ર વિભાગની ભક્તિ છે ? તેમાં હેતુ કહે છે – વિચિત્ર ફળના અર્થી એવા સંસારીઓની જુદા જુદા દેવોને વિષે ચિત્રભક્તિનું=અનેક પ્રકારની ભક્તિનું, અને એકમોક્ષના અર્થીઓની એકસર્વજ્ઞમાં અચિત્રભક્તિનું=ભેદ વિનાની ભક્તિનું, ઉપપાદન છે. અને તથા=તે રીતે=અન્યદર્શના જીવોના અધ્યાત્મશાસ્ત્રોમાં ચિત્રાચિત્ર વિભાગ વડે ભક્તિનું વર્ણન હોવાથી અન્યદર્શનના જીવોને સર્વજ્ઞની ભક્તિની જ અનુપપત્તિ નથી તે રીતે, હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં કહ્યું છે “અને જે કારણથી લોકપાલ-મુક્તાદિ દેવોમાં ચિત્ર, અચિત્રના વિભાગથી અર્થાત્ લોકપાલમાં ચિત્ર અને મુક્તાદિમાં અચિત્ર એવા વિભાગથી, ભક્તિ શૈવદર્શનના અધ્યાત્મચિંતા શાસ્ત્રમાં વર્ણન કરાઈ, તેથી પણ આ=પ્રસ્તુત શ્લોક-૧૦૯માં કહ્યું એ પ્રમાણે વ્યવસ્થિત છે. ।।૧૧૦।। સંસારી દેવોની કાયામાં જનારાઓની ભક્તિ સંસારી દેવોમાં છે, વળી સંસારથી અતીત અર્થમાં જનારાઓની ભક્તિ સંસારથી અતીત તત્ત્વમાં છે. ।।૧૧૧ અને સંસારી દેવોમાં સ્વાભીષ્ટ દેવતાનો રાગ અને અન્ય દેવના દ્વેષથી સહિત એવી ચિત્રા ભક્તિ છે. વળી સંસારથી અતીત તત્ત્વમાં અચિત્રા બધી જ ભક્તિ શમપ્રધાન છે. ।।૧૧૨।।” ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અને પ્રાપ્ય એવા મોક્ષનું એકપણું હોવાથી તેના અર્થીઓનાં=મોક્ષના અર્થીઓનાં, ગુણસ્થાનકની પરિણતિનું તારતમ્ય હોવા છતાં પણ માર્ગભેદ નથી. એથી તેને=મોક્ષને, અનુકૂલ સર્વજ્ઞ ભક્તિમાં પણ તેઓનો અવિવાદ જ છે. અને યોગદૃષ્ટિમાં કહ્યું છે - “સંસારમાં જેઓનું ચિત્ત પ્રાકૃત ભાવોમાં નિરુત્સક છે, ભવભોગથી વિરક્ત એવા તેઓ, ભવથી અતીત એવા મોક્ષમાર્ગમાં જનારા છે. ।।૧૨૭।। સમુદ્રમાં કિનારાના માર્ગની જેમ, અવસ્થાવિશેષનો ભેદ હોવા છતાં પણ ભવાતીત માર્ગમાં જનારાઓનો શમપરાયણ માર્ગ પણ એક જ છે. ૧૨૮।। સંસારથી અતીત તત્ત્વ વળી પ્રધાન નિર્વાણસંજ્ઞાવાળું છે, શબ્દનો ભેદ હોવા છતાં પણ પરમાર્થથી નક્કી તે નિર્વાણપદ એક જ છે. ૧૨૯।। સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા એ વગેરે શબ્દો વડે અન્વર્થથી નિર્વાણ એક જ કહેવાય છે. ૧૩૦॥ જે કારણથી જન્માદિનો અયોગ છે, તેથી સંસારથી અતીત તત્ત્વ બાધારહિત, રોગરહિત અને ક્રિયારહિત છે. ।।૧૩૧।। પરમાર્થથી
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy