SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૧, ૧૨ ૧૨૯ જેઓનું મિથ્યાત્વ નિર્ભુજભાવને પામ્યું નથી તોપણ નિર્બજભાવને અભિમુખ પરિણામવાળા છે તેથી સંસારથી પર અવસ્થાની પ્રાપ્તિના અર્થી થયા છે અને યોગ્ય ઉપદેશક મળે તો શીધ્ર માર્ગને પ્રાપ્ત કરે તેવા છે તેવા જીવોને તત્ત્વમાં અનાભોગ વર્તે છે. તોપણ તેઓ માર્ગને અભિમુખ જ ગમન કરનારા છે. ફક્ત નિર્બજભાવવાળા જીવો કરતાં નિર્બજભાવને અભિમુખભાવવાળા જીવો કંઈક વિશેષ સામગ્રીના બળથી માર્ગને પામી શકે છે, નિર્બીજ પરિણામવાળાની જેમ તેઓ સુખપૂર્વક માર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. વળી જેઓ તીવ્ર અસથ્રહથી યુક્ત છે, તેથી યોગ્ય ઉપદેશક દ્વારા પ્રજ્ઞાપનીય નથી તેવા જીવો સાધુવેશમાં હોય અને માસક્ષમણના પારણે માસક્ષમણાદિ દુષ્કર અનુષ્ઠાન કરતા હોય અને નિર્દોષ ભિક્ષાચર્યાદિ કરતા હોય, તેઓની વિષયોમાં પ્રવૃત્તિ નહીં હોવાથી રાગ-દ્વેષની મંદતારૂપ ઉપશમ પણ કોઈક નિમિત્તથી ઉત્પન્ન થયેલો છે. જેને કારણે તેઓ પુણ્ય બાંધે છે તોપણ તે પુણ્ય પાપના અનુબંધવાળું હોવાથી દુર્ગતિના પાતરૂપ વિનાશનું જ કારણ છે. ll૧૧|| અવતરણિકા - यत एव मिथ्यात्वमन्दताकृतं माध्यस्थ्यं नाऽसत्प्रवृत्त्याधायकमत एव तदुपष्टम्भकमनाभिग्रहिकमिथ्यात्वमपि शोभनमित्याह - અવતરણિકાર્ચ - જે કારણથી જ મિથ્યાત્વની મંદતાકૃત મધ્યસ્થપણું અસત્ પ્રવૃત્તિનું આધાયક નથી, આથી જ તેનું ઉપષ્ટભક-મધ્યસ્થતાનું ઉપખંભક, અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ સુંદર છે. એને કહે છે – ભાવાર્થ : ગાથા-૧૦ના અંતે ગ્રંથકારશ્રીએ કહેલ કે આભિગ્રહિક, સાંશયિક, અનાભોગરૂપ ત્રણ મિથ્યાત્વ પ્રજ્ઞાપનીયતારૂપ અને ગુરુપરતંત્રરૂપ ફલને આશ્રયીને લઘુ છે. ત્યાં સાંશયિક અને અનાભોગમિથ્યાત્વ કઈ રીતે લઘુ છે ? તેની સ્પષ્ટતા ગાથા-૧૧માં કરી. હવે જેમ સાંશયિકમિથ્યાત્વમાં અને અનાભોગમિથ્યાત્વમાં મિથ્યાત્વની મંદતાકૃતમધ્યસ્થપણું હોવાથી અસત્યવૃત્તિનું કારણ બનતા નથી, તેમ માધ્યય્યપરિણામકૃત અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ શોભન છે, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : इत्तो अणभिग्गहियं भणिअं हियकारि पुव्वसेवाए । अण्णायविसेसाणं पढमिल्लयधम्ममहिगिच्च ।।१२।।
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy