SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૧ વળી, જે આભિગ્રહિકાદિ અન્ય મિથ્યાષ્ટિઓ છે તેઓમાં મિથ્યાત્વની મંદતા નહીં હોવાને કારણે તપસંયમની આચરણા દ્વારા થયેલો ઉપશમનો પરિણામ પણ પાપાનુબંધી પુણ્યનો હેતુ હોવાથી સંસારના પરિભ્રમણનું અતિશય કારણ બને છે. આવા જીવોને સામે રાખીને ઉપદેશપદમાં ગલમસ્ય, ભવવિમોચક અને વિષાન્નભોજી જેવો તેઓનો શુભભાવ પણ ફલથી અશુભ જ છે, તેમ અવતરણિકામાં કહેલ છે. વળી જેઓનો મિથ્યાત્વનો પરિણામ મંદ થયો છે તેવા જીવો સમ્યક્તને સન્મુખ છે અને મિથ્યાત્વની મંદતાને કારણે તેઓમાં જિજ્ઞાસાદિ ગુણો પ્રગટયા છે અને તેવા જીવોમાં સદંધ ન્યાયથી માર્ગને અભિમુખ પ્રવૃત્તિ થાય છે. જેમ કોઈ આંધળો પુરુષ કોઈ નગરે જતો હોય અને તે પુરુષનો શાતાવેદનીયનો ઉદય વર્તતો હોય તેના કારણે ઉન્માર્ગગમનકૃત અશાતા તેને પ્રાપ્ત ન થાય તેમ હોય, તેવો જીવ જે ઇષ્ટ નગરમાં જવાનું હોય તે નગરનો માર્ગ રસ્તામાં જતાં તેવા જ પુરુષોને પૂછે છે જેથી તેને તે નગરમાં જવાનો યથાર્થ માર્ગ જ પ્રાપ્ત થાય. તેમ માર્ગાભિમુખ ભદ્રકપ્રકૃતિવાળા મંદ મિથ્યાત્વી જીવો તેવા જ યોગીઓને શોધીને માર્ગની પૃચ્છા કરે છે જેથી પોતાને ઇષ્ટ એવા કલ્યાણની પરંપરાનું કારણ એવો સન્માર્ગ તેઓને પ્રાપ્ત થાય છે. તેથી જેમ શતાવેદનીયના ઉદયવાળો જીવ ઉન્માર્ગગમનરૂપ ક્લેશ વગર ઇષ્ટ નગરે પહોંચે છે તેમ મિથ્યાત્વની મંદતાને પામેલા જિજ્ઞાસાદિ ગુણોવાળા ભદ્રકપ્રકૃતિ જીવો સઉપદેશકને પ્રાપ્ત કરીને ઇષ્ટ એવા મોક્ષપથને પ્રાપ્ત કરે છે. વળી આ મંદ મિથ્યાત્વી જીવોમાંથી કેટલાક જીવોનું મિથ્યાત્વ નિર્ભુજભાવવાળું હોય છે અને કેટલાક જીવોનું મિથ્યાત્વ નિર્બીજ નથી પરંતુ નિર્બજભાવને અભિમુખ છે તેઓમાં મિથ્યાત્વરૂપી મોહના અપકર્ષથી જનિત મંદ રાગદ્વેષનો પરિણામ છે. આવા મિથ્યાષ્ટિ જીવો તત્ત્વના વિષયમાં કોઈક સ્થાનમાં અજ્ઞાનવાળા હોય તોપણ તેવા જીવોને તત્ત્વને જાણવાની જિજ્ઞાસા વર્તે છે અને શક્તિ અનુસાર યોગીઓ પાસેથી તત્ત્વ જાણવા યત્ન કરે છે. આવા જીવો મોક્ષમાર્ગને સન્મુખ જ યત્ન કરીને સમ્યક્ત પ્રાપ્ત કરે છે. તેથી તેવા મંદ મિથ્યાદૃષ્ટિ જીવોને આશ્રયીને પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ સાંશયિક અને અનાભોગને લઘુ કહેલ છે. અહીં મિથ્યાષ્ટિના બે ભેદ પાડ્યા. જેમાંથી કેટલાક નિર્બેજ ભાવવાળા છે અને કેટલાક નિર્ભુજ અભિમુખભાવવાળા છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓનું મિથ્યાત્વ નાશ પામ્યું નથી તો પણ નાશ પામવાની તૈયારીવાળું છે તેથી મિથ્યાત્વની પરંપરાનું બીજ તેમાંથી નષ્ટ થયેલું છે. તેથી તેવા જીવોને સ્વાભાવિક કે ઉપદેશાદિની સામગ્રીને પામીને શીધ્ર માર્ગની પ્રાપ્તિ થાય છે; કેમ કે તેઓનું મિથ્યાત્વમોહનીયકર્મ ક્ષીણપ્રાય હોવાથી નષ્ટપ્રાય છે અને તેના કારણે તત્ત્વને જોવાની દૃષ્ટિ ઘણી સ્પષ્ટ થયેલી છે. આવા જીવો સ્વશક્તિ અનુસાર સંસારના સ્વરૂપને હેતુ, સ્વરૂપ અને ફળથી સદા ઊહ કરનારા હોય છે. વળી સંસારથી અતીત એવા મોક્ષના સ્વરૂપને પણ હેતુ, સ્વરૂપ અને ફળથી સદા ઊહ કરનારા હોય છે. તેથી તેઓમાં તત્ત્વના વિષયમાં જે કાંઈ અજ્ઞાન વર્તે છે તે પણ માર્ગાનુસારી ઊહાપોહને કારણે શીધ્ર નિવારણ પામે તેમ છે.
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy