SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૩-૩૮-૩૯ કેમ કે મતિની કંઈક અલ્પતાને કારણે તે પ્રજ્ઞાપનીય સાધુએ પૂર્વમાં શાસ્ત્રના પદાર્થો વિપરીત રીતે જોડેલ હતા. હવે ગુરુ વિસ્તાર કરવાની મતિથી શાસ્ત્રીય પદાર્થોને પલ્લવિત કરે તો, બાહ્ય રીતે પદાર્થો ઘણા સુંદર છે તેવું શિષ્યને ભાસે, પરંતુ પોતાને જે વિપરીત પક્ષપાત છે તે ઉચિત નથી તેવો સ્પષ્ટ બોધ તો અન્યન્તરના પક્ષપાતને કહેનાર યુક્તિથી જ પ્રાપ્ત થઈ શકે; અને ગુરુનું તાત્પર્ય પણ એ હોય કે યોગ્ય સાધુ શાસ્ત્રના પરમાર્થને ગ્રહણ કરીને આત્મહિતમાં જોડે. તેથી જે સ્થાનમાં તેને મોહ થયો છે તેનું નિવર્તન પ્રથમ કરાવવું આવશ્યક છે. તેથી તેના નિવર્તન માટે ઉચિત પ્રયત્નને છોડીને શાસ્ત્રને સર્વ દૃષ્ટિકોણથી પલ્લવિત કરે તો તે ઉપદેશ શિષ્યના હિતની પ્રાપ્તિનું કારણ બને નહીં. આમ છતાં કોઈ ગુરુ તેનો વિચાર કર્યા વગર માત્ર શાસ્ત્રીય પદાર્થોને વિસ્તારથી સમજાવે તો પ્રજ્ઞાપનીય સાધુને સમ્યફ બોધ કરાવવારૂપ ઇષ્ટ ગુરુને પ્રાપ્ત થતું નથી. li૩૭ અવતરણિકા : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે વિસ્તાર કરવાની મતિથી શાસ્ત્રીય પદાર્થોને પલ્લવિત કરવામાત્રમાં ઉપદેશકનું ઇષ્ટ થતું નથી. તે વાત દષ્ટાંતથી બતાવે છે – ગાથા : जह बोडिआइवयणं, सोउं आवायरम्म मूढनयं । ववहाराइपहाणा, तं कोइ सुआ. विसेसेइ ॥३८॥ यथा बोटिकादिवचनं, श्रुत्वाऽऽपातरम्यं मूढनयम् । व्यवहारादिप्रधानात्तं, कश्चिच्छताद्विशेषयति ॥३८॥ ण य जाणइ अइपरिणई अपरिइभया कयम्मि मूढनए । कालियसुअंमि पायं, उवओगं तिण्ह जं भणियं ॥३९॥ न च जानात्यतिपरिणत्यपरिणतिभयात्कृते मूढनये । कालिकश्रुते प्राय उपयोगं त्रयाणां यद्भणितम् ॥३९॥ ગાથાર્થ : જે પ્રમાણે આપાતરમ્ય મૂઢનચવાળું બોટિકઆદિનું દિગંબર આદિનું વચન સાંભળીને કોઈક ઉપદેશક વ્યવહારઆદિપ્રધાન એવા શ્રુતથી તેને બોટિકઆદિના વચનને, વિશેષિત કરે છે=વિસ્તારથી સ્પષ્ટ કરે છે, અને અતિપરિણતિ અને અપરિણતિના ભયથી કરાયેલા મૂટનવાળા કાલિકશ્રુતમાં, પ્રાયઃ ત્રણના ઉપયોગનેકનૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય એ ત્રણ નગોના ઉપયોગને જાણતા નથી, જે કારણથી કહેવાયું છે. l૩૮-૩૯ll * અહીં “વોદિમાફવયor' માં “માદ્રિ' પદથી બ્રહ્માદ્વૈતાદિના વચનને ગ્રહણ કરવાનું છે. * “વ્યવહારદ્રિ' માં “દિ' પદથી નિશ્ચયનય ગ્રહણ કરવાનો છે. * અહીં “પાર્થ” નો અન્વય “તિg લવમોન' સાથે કરવાનો છે, પરંતુ “ ય નાફ' સાથે કરવાનો નથી.
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy