SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રણે / ગાથા : ૩૭ ગાથા : सो वि य सम्म जाणइ, गुरुदिन्नं निरवसेसपन्नवणं । ण य उत्ताणमईए, पल्लवमित्ते हवई इट्ठो ॥३७॥ सोपि च सम्यग्जानाति गुरुदत्तं निरवशेषप्रज्ञापनम् । न चोत्तानमत्या पल्लवमात्रे भवतीष्टः ॥३७॥ ગાથાર્થ : તે પણ=પ્રજ્ઞાપનીય સાધુ પણ, ગુરુ વડે અપાયેલું નિરવશેષ પ્રજ્ઞાપનઃનિરવશેષ કથન, સમ્યફ જાણે છે. અહીં પ્રશ્ન થાય કે અન્યતરના પક્ષપાતને કહીને શિષ્યને સમ્યગુબોધ કરાવવાને બદલે ગુરુ બધા દૃષ્ટિકોણોને યુક્તિથી સ્પષ્ટ કરે તો શું વાંધો? જેથી પ્રજ્ઞાપનીય સાધુને સર્વદષ્ટિનો ઉઘાડ થાય. તેથી કહે છે અને ઉત્તાનમતિથી=પદાર્થને સર્વદષ્ટિકોણથી વિસ્તાર કરવાની મતિથી, પલ્લવમાત્રમાં વિસ્તારથી શાસ્ત્રના પદાર્થોને સ્પષ્ટ કરવામાત્રમાં, ઇષ્ટ થતું નથી અર્થાત્ પ્રજ્ઞાપનીય સાધુને નિરવશેષ બોધ કરાવવારૂપ ઇષ્ટની પ્રાપ્તિ ઉપદેશકને થતી નથી અર્થાત્ સુશીલ ગુરુનું પ્રજ્ઞાપનીય એવા સુસાધુને સમ્યક્રબોધ કરાવવારૂપ ઇષ્ટ સિદ્ધ થતું નથી. llaoll * અહીં ‘નવ' શબ્દથી શાસ્ત્રીય વસ્તુને પલ્લવિત કરવાની ક્રિયા ખીલવવાની ક્રિયાને ગ્રહણ કરેલ છે. ભાવાર્થ : સુશીલ ગુરુ પ્રજ્ઞાપનીય સાધુને બોધ થાય તે રીતે અન્યતરના પક્ષપાતને કહે છે, અને તે પ્રજ્ઞાપનીય સાધુ પણ અત્યંત આરાધક હોવાથી ગુરુએ કહેલા તાત્પર્યને સમ્યફ જાણવા માટે અત્યંત ઉપયોગીપૂર્વક યત્ન કરે છે. જ્યાં સુધી ગુરુના કહેવાયેલા કથનના તાત્પર્યને પોતે સમજી ન શકે ત્યાં સુધી પ્રજ્ઞાપનીય સાધુ ઉચિત વિવેકપૂર્વક યોગ્ય પ્રશ્નો કરીને ગુરુ વડે કહેવાયેલું નિરવશેષ કથન સમ્યક જાણે છે, અને ગંભીર એવા સૂત્રના વિષયવિભાગને સમ્યફ જોડીને ઉચિત પ્રવૃત્તિ કરવા પોતે સમર્થ બને છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધથી પ્રજ્ઞાપનીય સાધુ કઈ રીતે ગુરુએ કહેલા અર્થના તાત્પર્યને પ્રાપ્ત કરે છે, તે બતાવેલ છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે જ્યારે શિષ્ય શાસ્ત્રના વિષયવિભાગમાં મોહ પામે, ત્યારે કોઈ બુદ્ધિમાન ગુરુ વિસ્તાર કરવાની મતિથી શાસ્ત્રીય પદાર્થોને સર્વ દૃષ્ટિકોણથી પલ્લવિત કરે. તો સાધુને શાસ્ત્રનો વિશદ બોધ થઈ શકે; તેના બદલે જે સ્થાનમાં શિષ્ય સૂત્રને યોજે છે, તે સ્થાનને બતાવનાર યુક્તિને કહેવાનું છોડી દઈને, અન્ય સ્થાનના પક્ષપાતને બતાવનાર યુક્તિ ગુરુ કેમ બતાવે છે ? તે સ્પષ્ટ કરવા માટે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે વિસ્તાર કરવાની મતિથી શાસ્ત્રીય પદાર્થોનો વિસ્તાર સર્વ દષ્ટિકોણથી કરવામાત્રથી ઈષ્ટ થતું નથી અર્થાત્ સુગુરુ શાસ્ત્રના દરેક પદાર્થના દરેક દૃષ્ટિકોણનું વિસ્તારથી કથન કરે તો, પ્રજ્ઞાપનીય સાધુને પણ જે રીતે માર્ગનો બોધ થવો જોઈએ તે રીતે બોધ થવાને બદલે મતિનો મોહ થવાનો સંભવ છે;
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy