SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૨ તો અમારા પણ પિતા-પિતામહ આદિએ જે આરંભ-સમારંભની ક્રિયાઓ કરી છે તે પ્રવૃત્તિ અમને પણ કરવી ઉચિત છે, તેમ માનવું પડશે. તેને ગ્રંથકાર કહે છે કે સર્વ પૂર્વપુરુષોનું આચરણ અને માર્ગરૂપે સ્વીકારતા નથી, પરંતુ સંવિગ્ન-ગીતાર્થની આચરણાને અમે માર્ગરૂપે સ્વીકારીએ છીએ. સંવિગ્ન-ગીતાર્થનું આચરણ હંમેશાં રત્નત્રયીની વૃદ્ધિનું કારણ હોય છે તેથી તે માર્ગરૂપ બની શકે, જ્યારે તમારા પૂર્વજોએ જે આચરણ કર્યું છે તે સંસારની વૃદ્ધિનું કારણ હોવાથી ઉચિત બને નહિ. તે બતાવવા અર્થે કયા પુરુષનું આચરણ માર્ગ નથી, તે બતાવતાં કહે છે – ગાથા : जं पुण पमायरूवं, गुरुलाघवचिंतविरहियं सवहं । सुहसीलसढाइन्नं, चरित्तिणो तं न सेवंति ॥१२॥ यत्पुनः प्रमादरूपं गुरुलाघवचिन्ताविरहितं सवधम् । सुखशीलशठाचीर्णं चारित्रिणस्तन्न सेवन्ते ॥१२॥ ગાથાર્થ - જે વળી પ્રમાદરૂપ છે, ગુરુ-લાઘવની ચિનારહિત છે, સવા છે, સુખશીલ એવા શઠ લોકોથી આચરિત છે, તેને ચારિત્રીઓ સેવતા નથી. વિશા ટીકા : यत् पुनराचरितं प्रमादरूपं संयमबाधकत्वात्, अत एव गुरुलाघवचिंताविरहितं-सगुणमपगुणं वेति पर्यालोचनवर्जितमत एव सवधं यतनाभावात्, सुखशीला-इहलोकप्रतिबद्धाः, शठा:मिथ्यालम्बनप्रधानास्तैराचीर्ण-समाचरितं चारित्रिणः-शुद्धचारित्रवन्तस्तं न सेवन्ते नानुतिष्ठन्तीति ।(धर्मरत्न p. . ૮૬) ભાવાર્થ :- શઠ લોકોથી આચરિત અપ્રમાણભૂત આચરણાનું સ્વરૂપ : પૂર્વના સુખશીલ પુરુષોએ પણ પ્રમાદને વશ થઈને સંયમને બાધ કરે તેવી જે કોઈ આચરણા કરી છે કે જે આચરણામાં ગુરુ-લાઘવની વિચારણા નથી, જે ક્રિયામાં સંયમને અનુકૂળ યતના નહિ હોવાના કારણે હિંસાત્મક છે કે શરીરની શાતા અર્થે કે માન-સન્માન અર્થે સાધુઓ વડે શઠતાથી જે આચરાયેલ છે અર્થાતુ ખોટા આલંબનથી આચરાયેલ છે, તેવી આચરણાને શુદ્ધચારિત્રવાળા સાધુ આચરતા નથી. આનાથી એ ફલિત થાય કે સંવિગ્ન-ગીતાર્થ દેશ-કાળનો વિચાર કરીને રત્નત્રયીની વૃદ્ધિનું કારણ હોય તેવી ઉચિત પ્રવૃત્તિ લાભાલાભને આશ્રયીને કરે છે, અને તે પ્રમાણે કાળબળની હાનિ જોઈને સંવિગ્નગીતાર્થ સાધુઓએ પૂર્વપુરુષોની આચરણામાં જે કાંઈ ફેરફાર કર્યો તે આગમનીતિથી જુદા પ્રકારના માર્ગરૂપે ગ્રહણ કરીને બે પ્રકારનો માર્ગ કહેલ છે. પરમાર્થથી તો આ જુદા પ્રકારનો માર્ગ પણ ભગવાનને સંમત જ છે; કેમ કે ભગવાને દેશકાળાનુસાર લાભાલાભને જોઈને જે રીતે પરિણામની વિશુદ્ધિ થાય તે રીતે આચરણા કરવાની અનુજ્ઞા આપી છે. કાળની હાનિના કારણે ભાવિના સાધુઓને આ જુદા પ્રકારની આચરણા જ હિતાવહ છે તેમ નક્કી કરીને સંવિગ્ન-ગીતાર્થોએ આગમથી અવિરુદ્ધ જે જુદી આચરણા
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy