SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૧૨-૧૩ સ્વીકારી, તે રત્નત્રયીની વૃદ્ધિનું અંગ હોવાથી વસ્તુતઃ પ્રથમ માર્ગમાં અંતર્ભાવ પામે છે, તોપણ વિશેષ બોધ કરાવવા માટે તેનાથી જુદા માર્ગ તરીકે નિરૂપણ કરેલ છે. તેથી તેના બળથી એમ ન કહી શકાય કે પૂર્વના છદ્મસ્થ સાધુઓ વડે સ્વીકારાયેલો આ બીજો માર્ગ જો તમને પ્રમાણ હોય તો સંસારી જીવોને પોતાના પિતા-પિતામહે આચરેલા માર્ગને પ્રમાણભૂત માનવાનો પ્રસંગ આવશે. વસ્તુતઃ આ બન્ને માર્ગ સર્વજ્ઞના વચન અનુસાર છે માટે એકાંતે કલ્યાણનું કારણ છે. ।૧૨। અવતરણિકા : ૧૩ अस्यैवोल्लेखं दर्शयन्नाह પૂર્વગાથામાં કહ્યું કે જે વળી પ્રમાદથી આચરાયેલું છે અને ગુરુ-લાઘવની ચિન્તાથી રહિત છે તેવું આચરણ સંવિગ્ન સાધુઓ આચરતા નથી. હવે તે પ્રમાદયુક્ત આચરણાઓ કેવી છે તે બતાવે છે – ગાથા : जह सड्ढेसु ममत्तं, राढाइ असुद्धमुवहिभत्ताइ । निद्दिज्जवसहि तूली - मसूरगाईण परिभोगो ॥१३॥ यथा श्राद्धेषु ममत्वं राढया अशुद्धमुपधिभक्तादि । निद्दिज्जवसतितूलीमसूरकादीनां परिभोगः ॥१३॥ ગાથાર્થ : જે પ્રમાણે શ્રાવકોમાં મમત્વ રાઢાથી અશુદ્ધ ઉપધિ અને ભક્તાદિનું ગ્રહણ=શરીરની શોભાની કામનાથી અશુદ્ધ ઉપધિ અને આહાર-પાણી આદિનું ગ્રહણ, નિદ્દિ વસતિ=કાયમ માટે વસતિ કોઈ શ્રાવક સાધુને આપે તે, વળી, તૂલી=રૂની ગાદી અને મસૂરક=રૂનું ઓશીકું આદિનો પરિભોગ. [સાધુને નિષિદ્ધ છે. તે કોઈ સાધુઓ આચરતા હોય તેટલા માત્રથી સંવિગ્ન-ગીતાર્થ સાધુની આચરણારૂપ માર્ગ બને નહિ] ||૧૩|| ટીકા ઃ यथेत्युपदर्शने, श्राद्धेषु - श्रावकेषु ममत्वं ममकारं 'मदीयोऽयं श्रावक' इति गाढाग्रहं " ग्रामे कुले वा नगरे च देसे ममत्तभावं न कहिं पि कुज्जा" इत्यागमनिषिद्धमपि केचित् कुर्वन्ति । तथा राढया-शरीरशोभाकाम्ययाऽशुद्धोपधिभक्तादि केचन गृह्णन्ति । तत्राशुद्धमुद्गमोत्पादनादिदोषदुष्टम्, उपधिर्वस्त्रपात्रादिर्भक्तमशनपानखाद्यस्वाद्यादि, आदिशब्दादुपाश्रयग्रहणम्, एतान्यप्यागमेऽशुद्धानि निषिद्धान्येव । यत एवमार्षम् “પિંડ સિનં 7 વર્ષં ચ, ઘડત્ન પાયમેવ ય । अकप्पियं न इच्छिज्जा, पडिगाहिज्ज कप्पियं ॥” इति ॥ इह च राढाग्रहणं पुष्टालम्बनेन दुर्भिक्षाक्षेमादौ पञ्चकपरिहाण्या किंचिदशुद्धमपि गृह्णतो न दोष इति ज्ञापनार्थम्, यतोऽभाणि पिण्डनिर्युक्तौ -
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy