SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૧-૧૨ ગાથાર્થ : કાર્યને અવલંબીને થોડા અપરાધવાળું અને બહુગુણવાળું જે કંઈ ગીતાર્થો આચરે છે તે જિનશાસનને અનુસરનારા સર્વ સાધુઓને પ્રમાણ જ છે. ll૧૧| ટીકા : अवलम्ब्य-आश्रित्य कार्यं यत्किञ्चिदाचरन्ति-सेवन्ते 'गीतार्थाः' आगमविदः स्तोकापराधं बहुगुणं मासकल्पाविहारवत् सर्वेषां जिनमतानुसारिणां तत् प्रमाणमेव, उत्सर्गापवादरूपत्वादागमस्येति गाथार्थः (पंचवस्तुक गा. २७९) ભાવાર્થ - સાધુ રત્નત્રયીની વૃદ્ધિ થાય તે રીતે સંયમયોગમાં સુદઢ યત્ન કરે છે, અને સાધુને સર્વત્ર પ્રતિબંધ ન રહે માટે ભગવાને માસકલ્પ વિહાર કરવાનું કહેલ છે, તેથી ક્ષેત્રના પ્રતિબંધના વર્જન માટે કે શ્રાવકના પ્રતિબંધના વર્જન માટે સાધુઓ હંમેશાં નવકલ્પી વિહાર કરે છે. આમ છતાં કોઈક એવા સંયોગોમાં જ્ઞાનાદિની વૃદ્ધિ થતી હોય તો માસકલ્પની મર્યાદામાં ફેરફાર કરીને પણ પ્રવૃત્તિ કરે છે. તે વખતે માસકલ્પની મર્યાદામાં જે ફેરફાર કરે છે તે અલ્પદોષ છે, અને તેના કરતાં જ્ઞાનાદિની વૃદ્ધિ થાય એ રૂપ બહુગુણની પ્રાપ્તિ થાય છે. તેથી ગીતાર્થો નવકલ્પી વિહારના વચનને એકાંત પકડીને અધિક લાભને ગૌણ કરતા નથી, પરંતુ જે રીતે પરિણામની વિશુદ્ધિ થાય તે રીતે યત્ન કરે છે, અને તે સર્વ જિનમતને અનુસરનારા સાધુઓને પ્રમાણરૂપ છે; કેમ કે ભગવાનનું વચન ઉત્સર્ગ-અપવાદરૂપ છે. માટે કોઈ વિશેષ કારણ ન હોય તો ઉત્સર્ગથી નવકલ્પી વિહાર કરે, અને જ્ઞાનાદિની વૃદ્ધિ માટે ક્વચિત્ અધિક સ્થિરતા આવશ્યક જણાય તો અપવાદથી અધિક સ્થિરતા પણ ગીતાર્યો કરે છે, જે પંચવસ્તુક ગ્રંથમાં કહેલ છે. તેથી એ ફલિત થાય કે કેમ તે તે સંયોગોને આશ્રયીને શાસ્ત્રમાં કહેલ કથનમાં પણ ઉત્સર્ગ-અપવાદથી ફેરફાર કરી શકાય છે, તેમ કાળહાનિ થવાથી શાસ્ત્રમાં જે રીતે ઉત્સર્ગથી આચરણા કરવાનું કહેલ છે તે રીતે આચરણા કરવાનું હવે પછીના જીવો માટે ઉપકારક નથી તેવું ગીતાર્થોને જણાય, ત્યારે ઘણા સંવિગ્ન સાધુઓ તે વિધિમાં ફેરફાર કરીને સંયમની વૃદ્ધિનું કારણ જણાય તે રીતે ફેરફાર પણ કરે છે, અને તે આચરણા હવે પછીના કાળ માટે ઉચિત બનવાથી આગમનીતિથી જુદા પ્રકારના માર્ગરૂપે ગ્રહણ કરીને ગાથા-૬માં બે પ્રકારના માર્ગ કહેલ છે. ll૧૧૫ અવતરણિકા :___अत्र कश्चिदेवमाह-नन्वेवमाचरिते युष्माभिः प्रमाणीकृतेऽस्माकं पितृपितामहादयो नानारम्भमिथ्यात्वक्रियाप्रवृत्तयोऽभूवन्नतोऽस्माकमपि तथैव प्रवर्तितुमुचितमिति । अत्रोच्यते-सौम्यमार्गेणापि नीयमानो मोन्मार्गेण गमः, यतोऽस्माभिः संविग्नाचरितमेव स्थापितम्, न सर्वपूर्वपुरुषाचरितमित्यत एवाह - પૂર્વની ગાથાથી સ્થાપન કર્યું કે સંવિગ્ન-ગીતાર્થની આચરણારૂપ એવો આગમનીતિથી અન્ય પણ આગમથી અવિરુદ્ધ માર્ગ લાભાલાભને સામે રાખીને ગીતાર્થોએ સ્વીકારેલ છે. ત્યાં શંકા થાય કે સર્વજ્ઞના વચનને છોડીને અન્ય છઘસ્થ એવા તમારા પૂર્વાચાર્યોએ કરેલી પ્રવૃત્તિ જો માર્ગરૂપે તમને ઉચિત છે,
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy