SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૯૬-૧૭, ૨૬૫ ગાથાર્થ : શેલકસૂરિનું પણ શિથિલપણું કલ્પિક સેવાથી લબ્ધ અવકાશવાળા એવા દઈથી છે, પરંતુ મૂળપ્રતિજ્ઞાનો ભંગ નથી, જે કારણથી કહેવાયું છે. ll૧૯શા * “સેસિવિ' માં “જિ' થી એ કહેવું છે કે પંથકમુનિ તો શિથિલ ન હતા પરંતુ શૈલકસૂરિનું પણ શિથિલપણું મૂળ પ્રતિજ્ઞાના ભંગથી નથી. ભાવાર્થ - લકસૂરિના શિથિલપણાનું સ્વરૂપ : શૈલકસૂરિ શિથિલ હતા તોપણ પાંચ મહાવ્રતરૂપ મૂળ પ્રતિજ્ઞાનો તેમણે ભંગ કર્યો નથી, અને તેમનું શિથિલપણું કલ્પિકા પ્રતિસેવનામાંથી ઉત્પન્ન થયેલ એવું દર્ષિકા પ્રતિસેવનારૂપ હતું. તે આ રીતે શૈલકસૂરિ સંયમમાં અત્યંત ઉદ્યમવાળા હતા અને શરીર પ્રત્યે નિરપેક્ષ થઈને નિર્દોષ આહારઆદિમાં યત્ન કરતા હતા. જ્યારે અન્ત, પ્રાન્ત આદિ ભોજનના કારણે તેમના શરીરમાં અનેક રોગો થયા ત્યારે રાજાની વિનંતીથી સંયમના ઉપાયભૂત એવા દેહના રક્ષણ માટે ચિકિત્સા અર્થે તેમણે સ્થિરવાસ કર્યો, જે તેમનો સ્થિરવાસ કલ્પિક પ્રતિસેવનારૂપ હતો; કેમ કે સંયમની વૃદ્ધિ અર્થે ઉત્સર્ગથી વિપરીત એવી અપવાદની આચરણાનું સેવન કરવાની વિધિ છે. વળી, કલ્પિક પ્રતિસેવનાકાળમાં તેમના સંયમમાં કોઈ મલિનતા ન હતી; પરંતુ કલ્પિક પ્રતિસેવના કરતા કરતા શૈલકસૂરિ દપિકા પ્રતિસેવનાને વશ થઈને આરોગ્યની પ્રાપ્તિ પછી પણ નવકલ્પી વિહારમાં શિથિલ થયા, અને શાતાના અર્થી બનીને શિષ્યોને વાચનાદિ પણ આપતા ન હતા, તેથી શાતાના અર્થી થઈને જે કાંઈ પ્રમાદ કરતા હતા તે સર્વ દપિકા પ્રતિસેવનારૂપ આચરણા હતી. પરંતુ પાંચ મહાવ્રતોમાં ભંગ થાય તેવી કોઈ પ્રવૃત્તિ ન હતી. તેથી શૈલકસૂરિ શિથિલ હોવા છતાં મૂળગુણથી શિથિલ ન હતા. માટે તેમની સેવા માટે કરાતો પંથકમુનિનો યત્ન દોષરૂપ ન હતો, પરંતુ પરમ ધર્મવિનયરૂપ હતો. ૧૯૬l. અવતરણિકા : ગાથા-૧૯૬માં કહ્યું કે “શૈલકસૂરિમાં દપિકા પ્રતિસેવનાને કારણે શિથિલપણું હોવા છતાં મૂળ પ્રતિજ્ઞાનો ભંગ નથી” અને તેની પુષ્ટિ માટે કહ્યું કે “જે કારણથી કહેવાયું છે.” તેથી હવે તે કહેવાયેલું કથન પ્રસ્તુત ગાથામાં બતાવે છે – ગાથા : सिढिलिअसंजमकज्जावि, होइउं उज्जमंति जइ पच्छा । संवेगाओ तो सेलओ व्व आराहया होंति ॥१९७॥ शिथिलितसंयमकार्या अपि, भूत्वा उद्यच्छन्ति यदि पश्चात् । संवेगात्ततः शैलक इवाराधका भवन्ति ॥१९७।। ગાથાર્થ : શિથિલ થયેલા સંયમકાર્યવાળા પણ થઈને જે પાછળથી સંવેગને કારણે ઉધમવાળા થાય છે, તો શેલકની જેમ શેલકસૂરિની જેમ, આરાધક થાય છે. ll૧૯ના
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy