SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૯-૧૯૮ * “વિત્તિમસંગમનાવ" માં “પિ' થી એ કહેવું છે કે શિથિલ થયેલા સંયમકાર્યવાળા ન હોય અને ઉદ્યમવાળા હોય તો તો આરાધક છે, પરંતુ શિથિલ થયેલા સંયમકાર્યવાળા થઈને પણ પાછળથી ઉદ્યમવાળા થાય તો આરાધક થાય છે. ભાવાર્થ : આ ગાથા કોઈક અન્ય ગ્રંથની સાક્ષીરૂપ છે અને તે ગ્રંથમાં બતાવ્યું છે કે કોઈક સાધુ સંયમની પ્રવૃત્તિમાં શિથિલ થઈને પણ પાછળથી સંવેગના કારણે સંયમમાં અપ્રમાદવાળા બને તો શૈલકસૂરિની જેમ આરાધક બને છે. આ કથનથી એ ફલિત થાય કે શૈલકસૂરિ મૂળગુણમાં શિથિલ ન હતા. જો શૈલકસૂરિ મૂળગુણમાં શિથિલ હોત તો તેઓને મૂળ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાત, અને જો મૂળગુણનો ભંગ થયો હોય તો સંવેગથી ફરી અપ્રમાદવાળા થાય એટલામાત્રથી આરાધક બને નહિ; પરંતુ પ્રસ્તુત ગાથામાં કહ્યું કે “જે સાધુ સંયમમાં શિથિલ થઈને પાછળથી સંવેગને કારણે ઉદ્યમવાળા થાય તે શૈલકસૂરિની જેમ આરાધક થાય છે એ વચનથી ફલિત થાય છે કે શૈલકસૂરિને મૂળગુણનો ભંગ ન હતો. આથી પ્રમાદવાળા થઈને પણ પાછળથી સંવેગના કારણે અપ્રમાદવાળા બન્યા ત્યારે આરાધક બન્યા. તેથી પૂર્વગાથામાં કહેલ કે શૈલકસૂરિને મૂળપ્રતિજ્ઞાનો ભંગ નથી, તેની પુષ્ટિ પ્રસ્તુત ગાથાથી થાય છે. ૧૯ અવતરણિકા : વળી, શેલકસૂરિમાં મૂળ પ્રતિજ્ઞાનો ભંગ નથી, તેની પુષ્ટિ કરવા માટે જ્ઞાતાઅધ્યયનની વૃત્તિની સાક્ષી આપે છે – ગાથા : पासत्थयाइदोसा, सिज्जायरपिंडभोअणाईहिं । उववाइओ य इत्तो, णायज्झयणस्स वित्तीए ॥१९८॥ पार्श्वस्थतादिदोषात्, शय्यातरपिण्डभोजनादिभिः । उपपादितश्चेतो ज्ञाताध्ययनस्य वृत्तौ ॥१९८॥ ગાથાર્થ : રૂત્તો અને આથી શેલકસૂરિ મૂળગુણના ભંગવાળા ન હતા આથી, જ્ઞાતાઅધ્યયનની વૃત્તિમાં પાસત્યાપણું આદિ દોષને કારણે શય્યાતરપિંડ ભોજનાદિ વડે ૩વવામા શૈલકસૂરિ ઉત્પાદન કરાયા= શૈલકસૂરિ કહેવાયા. ૧૯૮ ભાવાર્થ : ગાથા-૧૯૬માં બતાવ્યું કે “શૈલકસૂરિને મૂળવતનો ભંગ ન હતો.” તેને સ્થાપન કરવા માટે ગ્રંથકાર જ્ઞાતાઅધ્યયનવૃત્તિની સાક્ષી આપે છે અને કહે છે કે જ્ઞાતાઅધ્યયનવૃત્તિમાં કહેવાયું છે કે “શૈલકસૂરિમાં પાસત્થા આદિ દોષ હતા તેથી શય્યાતરપિંડ ભોજનઆદિ દોષો સેવતા હતા.” એ વચનથી પણ ફલિત
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy