SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ | ગાથા : ૧૧૦ ગાથા : अज्जमहागिरिचरिअं, भावंतो माणसंमि उज्जमइ । अणिगहियणियथामं, अपमायस्सेस कसवट्टो ॥११०॥ आर्यमहागिरिचरितं भावयन्मानसे उद्यच्छति । अनिगूहितनिजस्थामाऽप्रमादस्यैष कषपट्टः ॥११०॥ ગાથાર્થ : પોતાનું વીર્ય જેમણે ગોપવ્યું નથી એવા આર્ચમહાગિરિના ચરિત્રને માનસમાં ભાવન કરતા સાધુ ઉધમવાળા થાય છે=સંયમમાં અપ્રમાદભાવથી ઉધમવાળા થાય છે. આર્યમહાગિરિના ચરિત્રનું ભાવન, અપ્રમાદનો કષપટ્ટ=કસોટીપત્થર છે. ll૧૧૦II ભાવાર્થ - અપ્રમાદભાવને ઉલ્લસિત કરવા આર્યમહાગિરિનું ચરિત્ર કસોટી પત્થરરૂપઃ આર્યમહાગિરિના કાળમાં જિનકલ્પનો વિચ્છેદ થયેલો. આમ છતાં શાસ્ત્ર ભણીને સંપન્ન થયેલા એવા આર્યમહાગિરિ જિનકલ્પીની નજીકની ભૂમિકામાં યત્ન કરી શકે તેવા સામર્થ્યવાળા હતા, અને તેથી “વચનગુતાને સ્વીકારીને અત્યંત અપ્રમાદભાવથી જિનકલ્પીની જેમ ગચ્છમાં જ એકાંત સ્થાનમાં રહીને ધ્યાનમાં યત્ન કરતા હતા. તેઓ ત્રીજા પહોરમાં આહાર-વિહાર આદિ કરતા અને બાકીના સાતે પહોર ધ્યાનમાં સુદૃઢ યત્ન કરીને આત્માને તત્ત્વથી ભાવિત કરતા હતા. સાધનાકાળના અંત સમયમાં પાદપોપગમન' અનશન કરીને તેઓએ અત્યંત અપ્રમાદભાવની વૃદ્ધિ કરેલ. તેથી સાધુએ તેમના “અનિગૂહિતબળવીર્યના પ્રસંગનું ભાવન કરીને આત્માને અત્યંત ભાવિત કરવો જોઈએ, જેથી સ્વશક્તિ અનુસાર સંયમયોગમાં અપ્રમાદભાવ ઉલ્લસિત થાય. આ રીતે આર્યમહાગિરિના ચરિત્રનું ભાવન એ અપ્રમાદનો કસોટીપત્થર છે. તે આ રીતે જેમ કસોટીપત્થર ઉપર સુવર્ણને કસવામાં આવે તો તેમાં સોનું કેટલા ટકા છે અને મિશ્રણ કેટલું છે તેનું જ્ઞાન થાય, તેમ સાધુ પોતાનામાં વર્તતા અપ્રમાદભાવના નિર્ણય માટે આર્યમહાગિરિના ચરિત્રનું ભાવન કરે છે; કેમ કે આર્યમહાગિરિના ચરિત્રનું ભાવન, અપ્રમાદનો નિર્ણય કરવા માટે કસોટીપત્થર છે. આશય એ છે કે જે સાધુ આર્યમહાગિરિના અપ્રમાદભાવનું અત્યંત ભાવન કરી શકે તે પોતાનામાં પણ પોતાની શક્તિ અનુસાર અત્યંત અપ્રમાદભાવ પ્રગટાવી શકે; અને જે સાધુ આર્યમહાગિરિના અપ્રમાદભાવનું ભાવન કરવા યત્ન કરે, છતાં તેમના અપ્રમાદભાવથી પોતે અત્યંત ભાવન ન થઈ શકે, તો તે પોતાનામાં સ્વશક્તિ અનુસાર અપ્રમાદભાવ પ્રગટાવી શકે નહિ, પણ કંઈક ઓછો અપ્રમાદભાવ પ્રગટે. તેથી જેમ સોનાને કસોટીપત્થર પર કસવાથી નિર્ણય થાય કે આમાં સોનું કેટલું છે તેમ પોતાનામાં પ્રગટ થયેલો અપ્રમાદભાવ કેટલો છે તેનો નિર્ણય કરવા માટે આર્યમહાગિરિના અપ્રમાદભાવનું ભાવન કસોટીપત્થર છે. ૧૧oll.
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy