SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૦૯-૧૧૦ ૧૫૭ વર્તતા હોય, એવા સાધુને ભગવાનના વચન પ્રત્યે સ્થિર રુચિ છે, અને ઉચિત આચારના વિષયમાં સૂક્ષ્મબોધ છે. આવા સાધુ પોતાને ઉચિત એવા શુભ અનુષ્ઠાનમાં દઢ યત્ન કરતા હોય તો તે દઢ યત્નથી ક્ષયોપશમભાવનું ચારિત્ર તેમનામાં વર્તે છે, અને તે દઢ યત્નના કારણે ચારિત્રમોહનીયકર્મની અનુબંધ શક્તિનું વિગમન થાય છે. આમ છતાં કંટક, જ્વર કે દિમોહ જેવાં વિપ્ન પ્રાપ્ત થાય અને ચારિત્રના પરિણામથી તે સાધુ ભ્રષ્ટ થાય, તોપણ તે વિપ્નની પ્રાપ્તિ પહેલાં સંયમમાં અપ્રમાદભાવથી જે યત્ન કરેલ છે, અને તેનાથી આત્મા ઉપર ચારિત્રના જે સંસ્કારો પડેલા છે, તે સંસ્કારોનો નાશ થતો નથી. તેથી જેવાં તે વિઘ્નો દૂર થાય કે તરત જ તે સાધુ, પૂર્વમાં ચારિત્રના જે પરિણામો પામેલ તેનાથી ઉપર ઉપરના ચારિત્રના પરિણામોની વૃદ્ધિને પામે છે; કેમ કે કંટકઆદિ વિઘ્નો દૂર થવાથી ફરીથી તે સાધુ અપ્રમાદભાવથી ચારિત્રમાં યત્ન કરે છે અર્થાત્ પૂર્વમાં પ્રગટ થયેલા ચારિત્રને પ્રગટ કરવા માટે ફરી યત્ન કરવો પડતો નથી, પરંતુ ફરીથી તે સાધુ અપ્રમાદભાવથી ચારિત્રમાં યત્ન કરે છે ત્યારે, પૂર્વમાં ચારિત્રના જે સંસ્કારો પડેલા તેની વૃદ્ધિ થાય છે. તેથી વર્તમાનમાં કિંચિત્ કાળ માટે મોક્ષમાર્ગમાં જે પ્રયાણભંગ થયેલ તે દીર્ઘતર રહેતો નથી પરંતુ મોક્ષમાર્ગ તરફ ફરી શીધ્ર પ્રયાણ શરૂ થઈ જાય છે. આનાથી એ ફલિત થાય કે સંયમ ગ્રહણ કર્યા પછી દર્શનમોહનીય અને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમવાળા સાધુ ઉચિત ક્રિયાઓમાં દઢ યત્ન કરે તો ભાવથી ચારિત્રનો પરિણામ પ્રગટ થાય છે, અને કોઈ વિપ્નને કારણે અલ્પકાળ માટે ચારિત્રનો પરિણામ ચાલ્યો જાય તોપણ ફરી અપ્રમાદભાવના સંસ્કારો જાગૃત થાય છે, અને પૂર્વના પ્રાપ્ત થયેલા સંયમસ્થાનથી આગળના સંયમસ્થાન તરફ જવાનો યત્ન શરૂ થઈ જાય છે. તેથી જે સાધુ અપ્રમાદથી સંયમમાં યત્ન કરે છે તેને પ્રાયઃ વિજ્ઞ વગર મોક્ષ સુધી અપ્રમાદભાવની વૃદ્ધિ થાય છે, અને વિપ્નને કારણે તેને અલ્પકાળ માટે પ્રયાણભંગ થાય તોપણ ફરી અપ્રમાદભાવના સંસ્કારો જાગૃત થવાથી પુનઃ મોક્ષમાર્ગ તરફ પ્રયાણ શરૂ થાય છે, તેથી દીર્ઘતર પ્રયાણભંગ નથી તેમ કહેલ છે. આથી મોક્ષના અર્થી સાધકે સંયમ ગ્રહણ કર્યા પછી સંયમમાં અપ્રમાદભાવ કેળવવો ઉચિત છે. અહીં વિશેષ એ છે કે જેમ કોઈને ન્યાયની સૂક્ષ્મ યુક્તિ ઉપદેશક પાસેથી પ્રાપ્ત થયેલ હોય અને ઉપદેશકાળમાં સૂક્ષ્મ પદાર્થ દેખાયો હોય અને પછી તે બોધ સ્પષ્ટ સ્મૃતિમાં આવતો ન હોય, તો કિંચિત કાળ માટે તે બોધવિષયક યત્ન ખુલના પામે છે, તેથી ફરી ફરી તેને યાદ કરે તો પણ તે સૂક્ષ્મ પદાર્થ ન દેખાય તેવું પણ બને. આમ છતાં, તે જ પદાર્થ ફરી ઉપદેશક પાસેથી જાણવા યત્ન કરે ત્યારે, જે સૂક્ષ્મ પદાર્થનો બોધ થયેલ તેના કરતાં પણ તે પદાર્થવિષયક ફરી શ્રવણ કરવાથી પૂર્વ કરતાં પણ અધિક સૂક્ષ્મ બોધ થાય છે, તે અનુભવસિદ્ધ છે. તેમ ચારિત્રના સેવનથી જે અસંમોહભાવનું સંવેદન થયેલ અને વિપ્નના કારણે કિંચિત્કાળ માટે ચારિત્રની પ્રવૃત્તિ અલના પામેલ, છતાં પણ પુનઃ તે ચારિત્રની પ્રવૃત્તિ ઉસ્થિત થાય ત્યારે, પૂર્વે ચારિત્રના સેવનથી જે અસંમોહભાવનું વેદન થયેલ તેના કરતાં પણ અધિક વિશેષ પ્રકારના અસંમોહભાવનું વદન થાય છે. /૧૦૯ો. અવતરણિકા : ગાથા-૧૦૧માં ભાવચારિત્રવાળા સાધુ ક્રિયામાં અપ્રમાદવાળા હોય તેનું યુક્તિથી સ્થાપન કર્યું. હવે ભાવચારિત્રવાળા સાધુ, પૂર્વના ઋષિઓએ અપ્રમાદભાવનું સેવન કઈ રીતે કરેલ તેનું ચિંતન કરે, કે જેથી પોતાના જીવનમાં પણ અપ્રમાદભાવ આવે, તે બતાવવા માટે કહે છે –
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy