SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૧૧ ૧૫૯ અવતરણિકા : પૂર્વમાં સાધુ કેવી રીતે અપ્રમાદ કરે છે તે બતાવ્યું અને અપ્રમાદની વૃદ્ધિ અર્થે કઈ રીતે આર્યમહાગિરિના દૃષ્ટાંતનું ભાવન કરે છે તે બતાવ્યું. હવે જે સાધુ સંયમની ઉચિત ક્રિયાઓમાં શક્તિને અનુરૂપ શાસ્ત્રવિધિ પ્રમાણે યત્ન કરતા નથી, તેઓમાં ચારિત્ર નથી, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : संजमजोगेसु सया, जे पुण संतविरिया वि सीअंति । कह ते विसुद्धचरणा, बाहिरकरणालसा हुंति ? ॥१११॥ (इति क्रियास्वप्रमत्ततास्वरूपं चतुर्थलक्षणम्) संयमयोगेषु सदा ये पुनः सद्वीर्या अपि सीदन्ति । कथं ते विशुद्धचरणा बाह्यकरणालसा भवन्ति ॥१११॥ ગાથાર્થ : વળી વિધમાન વીર્યવાળા પણ જેઓ સંયમયોગમાં સર્વકાલ સિદાય છે, બાહ્ય ક્રિયા કરવામાં આળસવાળા એવા તે વિશુદ્ધ ચરિત્રવાળા કેવી રીતે થાય ? અતિ ન થાય. II૧૧૧ ટીકા : व्याख्या- 'संयमयोगेषु' पृथिव्यादिसंरक्षणादिव्यापारेषु 'सदा' सर्वकालं ये पुनः प्राणिनः 'संतविरियावि सीयंति 'त्ति विद्यमानसामर्थ्या अपि नोत्सहन्ते, कथं ते विशुद्धचरणा भवन्तीति યોr: ?, મૈત્યર્થ, વાઈરVIIનસT: સૉ:-પ્રત્યુપેક્ષ વિવાદાણારહિતા રૂતિ થાર્થ: | (ાવશ્યક્ષ મા. ૨૭૦) ભાવાર્થ : જે સાધુઓ વિદ્યમાન સામર્થ્યવાળા હોવા છતાં પણ સંયમ ગ્રહણ કર્યા પછી સર્વ ઉચિત ક્રિયાઓમાં શાસ્ત્રવિધિ અનુસાર સદા પ્રયત્ન કરતા નથી, તેઓ બાહ્ય ઉચિત પ્રવૃત્તિ કરવામાં આળસવાળા છે. અને પડિલેહણ આદિ ક્રિયાઓ પણ યથા તથા કરે છે. તેવા સાધુઓમાં વિશુદ્ધ ચારિત્ર નથી. તેથી વિશુદ્ધ ચારિત્રના અર્થી સાધુએ શક્તિને ગોપવ્યા વિના સર્વ ઉચિત ક્રિયાઓમાં શાસ્ત્ર અનુસાર અપ્રમાદભાવ કરવો જોઈએ. અહીં સર્વ કાલસદા કહેવાથી એ કહેવું છે કે સંયમયોગમાં અપ્રમાદથી યત્ન કરનાર સાધુઓ પણ ક્યારેક પ્રમાદને વશ થઈને પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાઓ વિધિપૂર્વક ન કરે તેવું બને; આમ છતાં ક્યારેક થયેલી સ્પલનાની આલોચનાથી જેઓ શુદ્ધિ કરે છે તેમાં વિશુદ્ધ ચારિત્ર છે; પરંતુ જેઓ સદા સંયમયોગમાં પ્રમાદવાળા છે તેઓમાં વિશુદ્ધ ચારિત્ર નથી, તે બતાવવા માટે સદાનો પ્રયોગ કરેલ છે. ૧૧૧il.
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy