SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ચતિલક્ષણ સમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૦૫-૧૦૬ જણાય ત્યારે સાધુ હિતાવાર-મિતાહાર દ્વારા તે રોગને દૂર કરીને સંયમયોગની પ્રવૃત્તિને દઢ કરવા યત્ન કરે છે. વળી, અપ્રમાદી સાધુ દરેક ક્રિયા માત્ર બાહ્ય આચરણાથી સૂત્ર અનુસાર કરતા નથી, પરંતુ અંતરંગ રીતે સમભાવનું કારણ બને તે રીતે કરે છે, જેથી ક્રિયાઓ દ્વારા તેઓના સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે. વળી, “ઉત્તરાધ્યયન સૂત્ર'ની સાક્ષી આપી અને બતાવ્યું કે સાધુ ગમનઆદિ ક્રિયા કરતા હોય ત્યારે પાંચેય ઇન્દ્રિયો કોઈ વિષય સાથે જોડાય નહિ તે રીતે સંવૃત રાખે છે, અને પાંચ પ્રકારના સ્વાધ્યાયમાંથી કોઈપણ પ્રકારના સ્વાધ્યાયમાં મન ત્યારે ઉપયુક્ત ન બને તે રીતે યત્ન કરે છે; કેમ કે કોઈપણ અન્ય ક્રિયામાં જો ઉપયોગ હોય તો ઇર્યાસમિતિનું સમ્યગુ પાલન થઈ શકે નહિ. તેથી એ ફલિત થાય કે અપ્રમાદી સાધુ ઇર્યાની મૂર્તિરૂપ હોય છે અને તેમનું મન ઇર્યાસમિતિને આગળ કરીને પ્રવર્તે છે. તેથી તેઓ મન-વચન-કાયાના ત્રણેય યોગોથી ગુમ થઈને જગતના જીવમાત્ર પ્રત્યે આત્મવત્ બુદ્ધિ ઉલ્લસિત થાય તે રીતે ભૂમિને જોતા જોતા ગમન કરે છે. અપ્રમાદી સાધુ જે રીતે ઈર્યાસમિતિનું સમ્યગુ પાલન કરીને ગમનની ક્રિયા કરે છે તે રીતે સંયમની સર્વ ક્રિયાઓ પણ અપ્રમાદભાવથી કરે છે. આથી અપ્રમાદી સાધુ સૂવાની ક્રિયા પણ સંયમની વૃદ્ધિ થાય તે રીતે કરે છે, પરંતુ પ્રમાદભાવ પોષાય તે રીતે કરતા નથી, એમ અર્થથી ફલિત થાય છે. II૧૦પા અવતરણિકા : ગાથા-૧૦૧માં કહ્યું કે શ્રદ્ધાળુ સાધુ ક્રિયામાં અપ્રમત્ત હોય છે અને તેની પુષ્ટિ માટે ધર્મરનપ્રકરણની સાક્ષી આપતાં ગાથા-૧૦૨માં કહ્યું કે જે સાધુ પ્રમાદવાળા હોય તેને વિદ્યાસાધકની જેમ અનર્થની પ્રાપ્તિ થાય છે, તેથી સાધુએ પ્રમાદ કરવો જોઈએ નહીં. તેની પુષ્ટિ કરવા માટે ગાથા-૧૦૩માં કહ્યું કે જે સાધુ પ્રમાદી છે તે છકાયના વિરાધક છે, માટે પણ સાધુએ પ્રમાદ કરવો જોઈએ નહીં. તેથી પ્રશ્ન થાય કે અપ્રમાદી સાધુ કેવા હોય? માટે તે વાત ગાથા-૧૦૪-૧૦પમાં બતાવી. હવે સાધુનો અપ્રમાદભાવ મોક્ષનું કારણ કઈ રીતે થાય છે? તે દૃષ્ટાંતથી બતાવે છે – ગાથા : जह णिव्विग्धं सिग्धं, गमणं मग्गन्नुणो णगरलाभे । हेऊ तह सिवलाभे, णिच्चं अपमायपरिवुड्डी ॥१०६॥ यथा निर्विघ्नं शीघ्रं गमनं मार्गज्ञस्य नगरलाभे । हेतुस्तथा शिवलाभे नित्यमप्रमादपरिवृद्धिः ॥१०६।। ગાથાર્થ : જે પ્રમાણે માર્ગના જાણનારનું નિર્વિઘ્ન શીઘ ગમન નગરલાભમાંsઇષ્ટસ્થાનની પ્રાપ્તિમાં, હેતુ છે, તે પ્રમાણે નિત્ય અપ્રમાદની પરિવૃદ્ધિ સંયમયોગમાં દરેક ક્રિયાવિષયક અપ્રમાદની વૃદ્ધિ, શિવલાભમાં મોક્ષની પ્રાપ્તિમાં, હેતુ છે. ll૧૦ધ્રા
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy