SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૧૦૫ ૧૪૯ ગાથા-૧૦પમાં “ મિ મUપૂમિં વિરયંતરવિરો '' સુધીનું વર્ણન ઉપર કર્યું. હવે ‘નદીયુ'થી ગાથાના અવશિષ્ટ ભાગનું વર્ણન કરે છે. “યથાસૂત્રમ્' એટલે સૂત્રના અતિક્રમથી=સૂત્રના ઉલ્લંઘન વગર, જે અપ્રમાદી અહીં=લોકમાં સર્વક્રિયાને આચરે છે, તે ચારિત્રી છે. એ પ્રમાણે ટીકામાં નીચે યોજન છે. પરંતુ અર્થ સુગમ છે, માટે અવશિષ્ટ ભાગની ટીકા કરી નથી. નદીમુત્ત'નો જે અર્થ પૂર્વમાં કર્યો તેના તાત્પર્યને સ્પષ્ટ કરવા માટે કહે છેતત્ પુનઃ' એ સૂત્ર, વળી શું છે? તે બતાવે છે– ગણધરરચિત સૂત્ર છે અને તહેવ=તે પ્રમાણે જ=જે પ્રમાણે ગણધરરચિત છે તે પ્રકારે જ, અભિન્નદસપૂર્વીથી રચિત છે, પ્રત્યેકબુદ્ધરચિત છે, શ્રુતકેવલીથી રચિત છે. તિ' ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને=એઓનું=ગણધરાદિ સૂત્રરચનારાઓનું, નિશ્ચયથી સમ્યગુષ્ટિપણું હોવાના કારણે સભૃતાર્થ વાદીપણું હોવાથી પ્રમાણ જ છે–તેઓનું રચેલું સૂત્ર પ્રમાણ જ છે, અને અન્યથી રચાયેલું પણ તેઓના સૂત્રને અનુસરનારું પણ પ્રમાણ જ છે, વળી શેષ નહિ. “મિતિ' શબ્દમાં “રૂતિ' શબ્દ “યથાસૂત્ર'ના તાત્પર્યની સમાપ્તિ માટે છે અને “સુરામપેવ' શબ્દ પછી “રૂતિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. ભાવાર્થ - અપ્રમાદી સાધુનું સ્વરૂપ : અપ્રમાદી સાધુ દરેક ક્રિયા ઉચિત કાળે કરે છે અને જે ક્રિયા કરે છે તે પણ ન્યૂન કે અધિક કરતા નથી; કેમ કે જે ક્રિયા કરવાની છે તેનાથી ન્યૂન કરે તો પ્રમાદભાવ પોષાય અને ઉપયોગની શૂન્યતાનો કારણે તે ક્રિયા ફરી કરે અર્થાત્ અધિક કરે તો તે ક્રિયાથી નિર્જરાની પ્રાપ્તિ થાય નહિ. ઉપયોગની શૂન્યતા તે દોષ છે, તેથી સાધુ ન્યૂન કે અધિક ક્રિયા કરતા નથી. વળી, અપ્રમાદી સાધુ ક્રિયાકાળમાં અન્ય ક્રિયામાં મનોયોગ, વચનયોગ કે કાયયોગ પ્રવર્તાવતા નથી, પરંતુ જે સમયે જે ક્રિયા ઉચિત હોય તે ક્રિયામાં જ સૂત્ર અનુસાર મન, વચન અને કાયયોગને પ્રવર્તાવતા હોય છે. વળી, કોઈ સાધુ સંયમયોગમાં અપ્રમાદભાવથી યત્ન કરતા હોય અને દેહમાં જ્વરરૂપ મધ્યમ વિપ્ન આવે તો સંયમયોગની ક્રિયાઓ શિથિલ થાય, અને તે શિથિલતા દૂર કરવા માટે કલ્યાણના અર્થી સાધુ હું દેહથી પૃથગુ છું' ઈત્યાદિ ભાવનાઓ દ્વારા સંયમની શિથિલતાને દૂર કરવા યત્ન કરે; આમ છતાં, જ્વરની પ્રબળતાને કારણે સંયમયોગમાં સુદઢ યત્ન થઈ શકે નહિ તો હિતાવાર-મિતાહાર દ્વારા રોગને દૂર કરવા પણ યત્ન કરે, જેથી સંયમયોગની પ્રવૃત્તિમાં થતી સ્કૂલનાઓ દૂર થાય. અહીં વિશેષ એ છે કે સાધુ અંત, પ્રાંત અને તુચ્છ આહાર કરીને સંયમમાં યત્ન કરતા હોય છે, તેના કારણે પણ રોગ થવાની સંભાવના રહે છે; અને શરીરમાં થયેલ રોગ યોગમાર્ગની પ્રવૃત્તિને બાધ કરે તો યોગમાર્ગની પ્રવૃત્તિમાં તે મધ્યમ વિપ્ન છે. જ્યારે તે વિઘ્ન યોગમાર્ગની પ્રવૃત્તિમાં બાધ કરતું
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy