________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૦૬
૧૫૧
ટીકા :
यथा निर्विघ्नं व्याक्षेपत्यागनेन शीघ्रमविलम्बेन गमनं मार्गज्ञस्य-पथः प्रध्वरवक्रादिप्रदेशवेत्तुः नगरलाभे हेतुः, तथा नित्यं सर्वदाऽप्रमादपरिवृद्धिः प्रव्रज्याप्रतिपत्तिकालादारभ्योत्तरोत्तरगुणस्थानारोहणक्रमेण प्रवर्द्धमानपरिणामरूपा शिवलाभे हेतुः, अत एव यावन्तं कालं न मूलोत्तरगुणस्खलना तावानेव कालो निश्चयतः प्रव्रज्यापर्यायः परिगण्यते, तदुक्तमुपदेशमालायाम्
"न तहिं दिवसा पक्खा मासा वरिसा व से गणिज्जंति । ને મૂન મુII ગવત્તિ તે નંતિ ' (૪૭૨)
इत्थं चाप्रमत्ततैव सर्वत्र भगवता प्रशस्तेत्युपपन्नम् ( उपदेशरहस्य गा. १८४) ટીકાર્ચ -
જે પ્રમાણે વ્યાક્ષેપના ત્યાગથી નિર્વિદન માર્ગના જાણનારનું–માર્ગના પ્રધ્વર-વક્રઆદિ પ્રદેશના જાણનારનું=સીધા અને વળાંકઆદિ સ્થાનના જાણનારનું, શીધ્ર=અવિલંબથી, ગમન નગરની પ્રાપ્તિમાં હેતુ છે; તે પ્રમાણે નિત્ય=સર્વદા, અપ્રમાદની પરિવૃદ્ધિ=પ્રવજ્યાના સ્વીકારના કાળથી માંડીને ઉત્તરોત્તર ગુણસ્થાનકના આરોહણના ક્રમથી પ્રવર્ધમાન પરિણામરૂપ અપ્રમાદની પરિવૃદ્ધિ, શિવલાભમાં મોક્ષની પ્રાપ્તિમાં, હેતુ છે. આથી જ=નિત્ય અપ્રમાદની પરિવૃદ્ધિ શિવલાભમાં હેતુ છે આથી જ, જેટલા કાળ સુધી મૂળ ઉત્તરગુણની સ્કૂલના નથી, તેટલો જ કાળ નિશ્ચયથી–નિશ્ચયનયથી પ્રવ્રજ્યાનો પર્યાય ગણાય છે, તે=નિશ્ચયનયથી અલના વગરનો કાળ પ્રવજ્યાપર્યાય છે તે, ઉપદેશમાળામાં કહેવાયું છે.
સેકતેના=શ્વજિતના, તfપ્રવ્રજ્યામાં, દિવસ, પક્ષ, માસ અથવા વર્ષ ગણાતાં નથી, મૂળ-ઉત્તરગુણ અસ્મલિત એવા જે દિવસ આદિ છે, તે ગણાય છે–દીક્ષાના પર્યાય તરીકે ગણાય છે.
અને આ રીતે-પૂર્વમાં કહ્યું એ રીતે, અપ્રમત્તતા જ સર્વત્ર=સંયમની સર્વક્રિયામાં, ભગવાન વડે પ્રશંસા કરાઈ છે, એ પ્રમાણે ઉપપન્ન થયું અર્થાત્ એ પ્રમાણે પ્રાપ્ત થયું. ભાવાર્થ - સંયમની ક્રિયામાં કરાતા અપ્રમાદનું ફળ :
જેમ કોઈ મુસાફર માર્ગનો કયો રસ્તો સીધો નગર તરફ જનારો છે અને કયા કયા સ્થાને વળાંક લઈને નગર તરફ જનારો છે, તે સર્વ જાણતો હોય, અને કોઈ જાતના વ્યાપ વગર જતો હોય, તો તેની ગમનની ક્રિયા શીધ્ર ઈષ્ટ નગરની પ્રાપ્તિનું કારણ છે; તેમ જે સાધુ પ્રવ્રજ્યા ગ્રહણ કરે ત્યારથી માંડીને સંયમના ઉપર ઉપરના કંડકોના આરોહણરૂપ ગુણસ્થાનકના ચડવાના ક્રમથી પ્રવર્ધમાન પરિણામવાળા હોય, તો તેનામાં સદા અપ્રમાદની વૃદ્ધિ વર્તે છે, અને તેવા સાધુની અપ્રમાદની વૃદ્ધિ મોક્ષપ્રાપ્તિનો હેતુ છે.
આશય એ છે કે દીક્ષા ગ્રહણ કર્યા પછી સાધુ મનની, વચનની અને કાયાની દરેક પ્રવૃત્તિ ભગવાનના વચનનું સ્મરણ કરીને, જે કાળમાં જે યોગ સેવવાનો હોય તે કાળે તે યોગને અત્યંત વિધિપૂર્વક સેવતા હોય, તો દીક્ષાગ્રહણથી માંડીને પ્રતિ ક્ષણ સંયમના કંડકોની વૃદ્ધિને પામે છે, અને તે સંયમના કંડકોની વૃદ્ધિ મોક્ષપ્રાપ્તિનું કારણ છે; પરંતુ સંયમ ગ્રહણ કર્યા પછી અત્યંત અપ્રમાદભાવથી સંયમની ક્રિયા ન કરતા હોય તો તે સર્વક્રિયા મોક્ષલાભનો હેતુ નથી.