SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૮૭ ૧૧૭ ઇત્યાદિ આગમવચનને સાંભળીને પણ સર્વઆગ્રહરૂપી ગ્રહથી ગ્રસ્ત ચિત્તવાળા જે અન્યથા અન્યથા કહે છે અને કરે છે શાસ્ત્રથી વિપરીત વિપરીત કહે છે અને કરે છે, તે મહાસાહસ જ છે; કેમ કે મનપા—જેનો પ્રારંભ અને અંત નથી એવા, મસાસાર વગરના, સંસારપારાવાસંસારરૂપી સમુદ્ર, તેના ઉદરના વિવરમાં થનારા ઘણા દુઃખબારને અંગીકાર કરે છે. “ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. ભાવાર્થ :- ઉસૂત્ર ભાષણ અને ઉસૂત્ર આચરણાનાં ફળ : ગાથા-૮૪માં બતાવેલ કે ગીતાર્થો આહત્ય અર્થાત્ વિચાર્યા વિના શીધ્ર સ્વછંદ બોલતા નથી. તેની પુષ્ટિ કરવા માટે કહે છે ગીતાર્થો ધર્મરત્નપ્રકરણના આ શાસ્ત્રવચનોનું વારંવાર પરિભાવન કરે છે : કોઈ પુરુષ ભડભડતા અગ્નિમાં પ્રવેશ કરતો હોય તો તેનું તે કૃત્ય અતિસાહસભર્યું ગણાય, તેના કરતાં પણ ઉત્સુત્ર ભાષણ કંઈ ગણું અતિસાહસ છે. જે સાધુઓ શાસ્ત્રવચનથી જાણે છે કે સૂત્રનિરપેક્ષ દેશના દારુણફળવાળી છે, તેમ છતાં ભગવાને કહેલા અર્થથી અન્ય અર્થના વિષયમાં “આ આમ છે એમ કહે છે, એ તેમનું અતિસાહસ છે. આ કથનથી શું કહેવાયેલું થાય છે? તે અતિ સ્પષ્ટ કરવા માટે ચાર ગાથાની સાક્ષી આપીને બતાવે છે – (૧) પ્રથમ ગાથામાં કહે છે કે એક દુર્ભાસિત વચનથી મરીચિનો આત્મા એક કોડાકોડી સાગરોપમ ભમ્યો. તેથી એ ફલિત થાય કે જો મરીચિના ભવમાં ઉત્સુત્ર ભાષણ થયું ન હોત તો તે મરીચિનો આત્મા શીધ્ર સંસારનો પાર પામત, પણ આ ઉત્સુત્ર ભાષણથી ભગવાન મહાવીરનો આત્મા કોડાકોડી સાગરોપમ સંસારમાં ભમ્યો. (૨) બીજી ગાથામાં કહે છે કે ઉત્સુત્રની આચરણા કરતો જીવ ચીકણાં કર્મને બાંધે છે, માયામૃષાવાદ સેવે છે અને સંસાર વધારે છે. આ કથન ઉસૂત્ર આચરણાને આશ્રયીને છે. “જે સાધુ સંયમ ગ્રહણ કરીને ભગવાનના વચનથી વિરુદ્ધ આચરણ કરે છે તે સાધુ ચીકણાં કર્મને બાંધે છે, અને તેવી વિપરીત આચરણાને કારણે પરિણામ નિઃશુક=નિર્ધ્વસ બને તો દીર્ધસંસાર થાય છે.” આ પ્રકારનું શાસ્ત્રવચન વિચારવાથી સંયમયોગમાં સાધુને અપ્રમાદભાવ ઉલ્લસિત થાય છે અને ક્વચિત્ પ્રમાદ થયો હોય તોપણ તે પ્રમાદ પ્રત્યે જુગુપ્સા થાય છે, જેથી પરિણામની નિઃશુતા થાય નહિ અને સંસારની વૃદ્ધિ થતી અટકે. તેથી ગીતાર્થો આ આગમવચનનું પરિભાવન કરે છે. (૩) ત્રીજી ગાથામાં કહે છે કે ઉન્માર્ગની દેશના કરનારા તિર્યંચ આયુષ્ય બાંધે છે, વળી, માર્ગનો નાશ કરનારા પણ તિર્યંચ આયુષ્ય બાંધે છે. જેઓ માર્ગવિરુદ્ધ આચરણ કરે છે તેઓ માર્ગનો નાશ કરનારા છે. માટે જો તિર્યંચગતિમાં જવું ન હોય તો ઉસૂત્ર દેશના આપવી જોઈએ નહિ અને યથાતથા સંયમની આચરણા કરીને માર્ગનો નાશ કરવો જોઈએ નહિ. વળી, જેઓ ગૂઢ હૃદયવાળા છે, માયાવી છે, વક્ર સ્વભાવવાળા છે અને શલ્યવાળા છે, તેઓ પણ તિર્યંચ આયુ બાંધે છે. ગૂઢ હૃદયવાળાઆદિ ભાવો પોતાનામાં પ્રગટ ન થાય અને અપ્રમાદભાવ જાગ્રત થાય તે માટે ગીતાર્થો આ આગમવચનોનું વારંવાર ભાવન કરે છે.
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy