SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૮૭-૮૮ (૪) ચોથી ગાથામાં કહે છે કે ઉન્માર્ગની દેશનાથી ભગવાને બતાવેલ ચારિત્રરૂપી માર્ગ નાશ પામે છે, ઉન્માર્ગની દેશના કરનાર સમ્યગ્દર્શનથી રહિત બને છે અને એવા સાધુ ચારિત્રની સારી આરાધના કરતા હોય તોપણ તેનું મુખ જોવા લાયક નથી. અનાભોગથી પણ ઉત્સૂત્ર દેશના થઈ ન જાય તે માટે ગીતાર્થો આ શાસ્ત્રવચનોનું વારંવાર પરિભાવન કરે છે. ૧૧૮ જે સાધુ ઉપરની ચાર ગાથામાં કહેલાં આગમવચનનોના જાણકાર હોવા છતાં પોતાના આગ્રહને વશ થઈને અન્યથા બોલે છે કે અન્યથા આચરણા કરે છે, તે તેમનું અતિસાહસ છે; કેમ કે ભગવાનના વચનથી વિપરીત બોલવું કે વિપરીત આચરણા કરવી તે આદિ અને અંત વગરના અસાર એવા સંસારસમુદ્રના ઉદરના વિવરમાં થનારા ઘણા દુ:ખભારને સ્વીકારવા બરાબર છે અર્થાત્ ઘણી ખરાબ યોનિવાળા જન્મની પરંપરાને પ્રાપ્ત કરાવનાર છે. I॥૮॥ અવતરણિકા : ગાથા-૭૦માં સુવિશુદ્ધ દેશના આપતા એવા ઉપદેશક સાધુનાં પાંચ વિશેષણો બતાવ્યાં. તેમાં ઉપદેશક મધ્યસ્થ હોવા જોઈએ તેનું વર્ણન ગાથા-૮૪થી બતાવવાનું શરૂ કરેલ, અને ગાથા-૮૪માં કહેલ કે શાસ્ત્રના જાણકાર પણ મધ્યસ્થ જ, સર્વ જીવોને ભગવાનના વચન અનુસાર ઉચિત અનુશાસન આપવા માટે સમર્થ બને છે; કેમ કે મધ્યસ્થ ઉપદેશક વિચાર્યા વિના શીઘ્ર સ્વચ્છંદમતિથી બોલતા નથી. તેની પુષ્ટિ ગાથા-૮૫થી ૮૭ સુધીમાં કરી. વળી, મધ્યસ્થ ઉપદેશક સાધુ શું કહે છે અને શું કહેતા નથી, તે ગાથા-૮૮થી ૯૨ સુધીમાં કહે છે – ગાથા ઃ णिययावासाईअं, गारवरसिआ गहित्तु मुद्धजणं । आलंबणं अपुट्ठे, पाडंति पमायगत्तंमि ॥ ८८ ॥ नियतावासादिकं गारवरसिका गृहीत्वा मुग्धजनम् । आलम्बनमपुष्टं पातयन्ति प्रमादगर्ते ॥८८॥|| અન્વયાર્થ : વરસિઞા=ગારવરસિક એવા સાધુઓ, અપુરું માનંવળ યિયાવામાf=અપુષ્ટ આલંબનવાળા એવા નિયતવાસાદિકને ગહિન્નુ=ગ્રહણ કરીને મુનળ=મુગ્ધ લોકને પમાયનાંમિ પાઽતિ=પ્રમાદરૂપી ખાડામાં પાડે છે. ગાથાર્થ : ગારવરસિક એવા સાધુઓ, અપુષ્ટ આલંબનવાળા નિયતવાસાદિકને ગ્રહણ કરીને મુગ્ધલોકને પ્રમાદરૂપી ખાડામાં પાડે છે. llcl * નિયતાવાસાદ્રિ માં ‘આવિ' પદથી ચૈત્યની ભક્તિ, સાધ્વીએ લાવેલ આહાર અને વિગઈનું સેવન ગ્રહણ કરવું.
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy