________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૬૫-૬૬
૮૯
સ્થિર શ્રદ્ધામાત્રથી ભાવસાધુપણું છે તેમ માનો, તો જે સાધુ પ્રમાદવશ સમ્યગ્રક્રિયાઓ કરતા નથી તેવા સંવિગ્નપાક્ષિકને પણ ભાવસાધુ માનવાનો અતિપ્રસંગ આવે; કેમ કે સંવિગ્નપાક્ષિકને પણ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા છે. - વસ્તુતઃ શાસ્ત્રવિધિ પ્રમાણે સુદઢ યત્ન કરાવે તેવી ઉત્તમશ્રદ્ધા સંવિગ્નપાક્ષિકમાં નથી, માટે તેઓ ભાવસાધુ નથી. વળી, ભગવાનના વચનની સ્થિર શ્રદ્ધામાત્રથી ભાવસાધુપણું સ્વીકારવામાં આવે તો સંવિગ્નપાક્ષિકની જેમ સમ્યગ્દષ્ટિને અને શ્રાવકને પણ ભાવસાધુ માનવાનો અતિપ્રસંગ આવે.
અહીં વિશેષ એ છે કે ભગવાનના વચનમાં સ્થિરશ્રદ્ધા સમ્યગૃષ્ટિ, સંવિગ્નપાક્ષિક, શ્રાવક અને સુસાધુને અવશ્ય હોય છે, પરંતુ ઉત્તમશ્રદ્ધા તો માત્ર સુસાધુને જ હોય છે.
| ઉત્તમશ્રદ્ધા એટલે જેવો બોધ છે તેવી જ પ્રવૃત્તિ કરે, પરંતુ બોધથી અને રુચિથી લેશ પણ અન્યથા પ્રવૃત્તિ ન કરે.
સ્થિરશ્રદ્ધા એટલે ભગવાનના વચનમાં લેશ પણ શંકાનો અભાવ. જેમ અગ્નિમાં હાથ નાખવાથી દઝાશે તેમાં વિકલ્પ નથી, તેમ ભગવાનના વચનથી જે કાંઈ વિપરીત પ્રવૃત્તિ થશે તેનાથી અવશ્ય મારું અહિત થશે, અને ભગવાનના વચન અનુસાર પ્રવૃત્તિ જ એકાંતે મારું હિત કરશે, તેવી નિશ્ચલ માન્યતા, તે સ્થિર શ્રદ્ધા. દિપા
ઉત્તમશ્રદ્ધાનું બીજું કાર્ય – “અતૃપ્તિ' અવતરણિકા :
ભાવસાધુનું ત્રીજું લક્ષણ ઉત્તમશ્રદ્ધા છે અને ઉત્તમશ્રદ્ધાનાં ચાર કાર્યો છે, જેમાં પ્રથમ વિધિસેવા કાર્ય છે, જેનું સ્વરૂપ અત્યાર સુધી બતાવ્યું. હવે ઉત્તમશ્રદ્ધાનું બીજું કાર્ય અતૃમિ છે, તે બતાવે છે –
ગાથા :
पाउणइ णेव तित्ति, सद्धालू नाणचरणकज्जेसु । वेयावच्चतवाइसु, अपुव्वगहणे य उज्जमइ ॥६६॥ प्राप्नोति नैव तृप्ति श्रद्धालुआनचरणकार्येषु ।
वैयावृत्त्यतपः आदिषु अपूर्वग्रहणे चोद्यच्छति ॥६६॥ ગાથાર્થ :
શ્રદ્ધાળુ સાધુ જ્ઞાન અને ચરણનાં કાર્યોમાં અર્થાત્ કૃત્યોમાં જ્ઞાન અને ચરણની નિષ્પત્તિનાં કારણોમાં, તૃમિ પામતા જ નથી, વેચાવચ્ચ-તપ આદિમાં અને અપૂર્વ ગ્રહણમાં=નવા નવા શ્રુતજ્ઞાનમાં ઉધમ કરે છે. શા
* અહીં ‘ાર્યેષુ' માં “વાર્થ' શબ્દ કૃત્ય અર્થમાં વપરાયેલો છે, ફળ અર્થમાં નથી. * અહીં ‘વિષ' માં “ગતિ' પદથી સાધ્વાચારની અન્ય ક્રિયાઓ ગ્રહણ કરવાની છે.