SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા ઃ ૬૩-૬૪-૬૫ તેથી નિર્દોષ ભિક્ષાઆદિ માટે યત્ન કરીને સમય બગાડવા કરતાં સ્વાધ્યાય-ધ્યાન આદિમાં યત્ન કરીને હું મારા અધ્યવસાયોની શુદ્ધિ કરું તો નિર્જરાની પ્રાપ્તિ થશે. પરંતુ આ વિચાર યોગ્ય નથી; કેમ કે જે સાધુ આવું વિચારે કે “આહારઆદિ ગ્રહણમાં જે હિંસા થઈ છે તે હિંસા તો હિસ્યમાન જીવમાં વર્તે છે, અને તમિત્તક લેશ પણ કર્મબંધ મને થાય નહિ, અને મારો અધ્યવસાય તો સ્વાધ્યાય આદિથી વિશુદ્ધ છે;' આમ વિચારી હિંસાનાં સ્થાનોમાં વર્તે છે, તે સાધુનો પરિણામ દુષ્ટ છે; કેમ કે વિશુદ્ધ યોગનું તે લિંગ નથી અર્થાત હિંસાનાં સ્થાનોમાં વર્તવું તે વિશુદ્ધ યોગનું લિંગ નથી. આશય એ છે કે અધ્યવસાયની શુદ્ધિ માટે જેમ ધ્યાન-અધ્યયનમાં યત્ન આવશ્યક છે, તેમ હિંસાનાં સ્થાનોનું વર્જન પણ આવશ્યક છે, અને જે સાધુ નિર્દોષ ભિક્ષાચર્યાદિમાં યત્ન કરતા નથી તે સાધુ હિંસાનાં સ્થાનોમાં વર્તે છે. તેથી તે સાધુને ધ્યાન-સ્વાધ્યાય આદિમાં ઉપયોગ હોવા છતાં હિંસાનાં સ્થાનોના વર્જનમાં ઉપેક્ષાનો અધ્યવસાય પણ સાથે વર્તતો હોવાથી પરિણામોની શુદ્ધિ નથી. માટે વિશુદ્ધ પરિણામ ઇચ્છતા સાધુએ સર્વપ્રયત્નોથી હંમેશાં સર્વ હિંસાનાં સ્થાનોના પરિવારમાં યત્ન કરવો જોઈએ. ૬૩-૬૪ll અવતરણિકા - ગાથા-૪પમાં ઉત્તમશ્રદ્ધાનાં ચાર કાર્યો બતાવ્યાં, તેમાં પહેલું કાર્ય વિધિસેવા છે અને તે વિધિસેવાનું જ નિરૂપણ ગાથા-૪૬ થી ૬૪માં કર્યું. હવે તેનું નિગમન કરતાં કહે છે – ગાથા : एएण पबंधेणं, विहिसेवालक्खणाइ सद्धाए । भावजइत्तं भणिअं, अइपसंगो फुडो इहरा ॥६५॥ एतेन प्रबन्धेन विधिसेवालक्षणया श्रद्धया । भावयतित्वं भणितमतिप्रसङ्गः स्फुट इतरथा ॥६५॥ ગાથાર્થ : આટલા પ્રબન્ધથી ગાથા-૪૬ થી ૪ સુધી વર્ણન કરાયું એટલા પ્રબન્ધથી, વિધિસેવા લક્ષણવાળી શ્રદ્ધાથી ભાવસાધુપણું કહેવાયું છે. ઈતરથા=વિધિસેવા લક્ષણવાળી શ્રદ્ધાથી ભાવસાધુપણું છે તેમ ન માનો તો સ્પષ્ટ અતિપ્રસંગ છે અર્થાત્ જે સાધુઓ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંયમમાં યત્ન કરતા નથી તેઓને પણ ભાવસાધુ માનવાનો સ્પષ્ટ અતિપ્રસંગ છે. પણ ભાવાર્થ : ભાવસાધુનું ઉત્તમશ્રદ્ધા લક્ષણ ગાથા-૪૫માં બતાવ્યું અને તેના સ્વરૂપનો સમ્યફ બોધ કરાવવા અર્થે તે ઉત્તમશ્રદ્ધાનાં ચાર કાર્યો બતાવ્યાં. તેમાં ઉત્તમશ્રદ્ધાનું પ્રથમ કાર્ય વિધિસેવા છે, જેનું નિરૂપણ ગાથા૪૬ થી અત્યારસુધી કર્યું. હવે તેનો ફલિતાર્થ બતાવતાં કહે છે કે વિધિપૂર્વક શાસ્ત્રાનુસારી ક્રિયા કરે તેવી શ્રદ્ધાથી યુક્ત ભાવસાધુપણું શાસ્ત્રોમાં કહેવાયું છે. તેથી એ ફલિત થાય કે જે સાધુઓ સંયમ લઈને શક્તિના પ્રકર્ષથી વિધિપૂર્વક શાસ્ત્રાનુસારી ક્રિયાઓમાં શ્રદ્ધાપૂર્વક યત્ન કરતા નથી, તેઓમાં ભાવસાધુપણું નથી; અને જો વિધિપૂર્વક ક્રિયાયુક્ત શ્રદ્ધાથી જ ભાવસાધુપણું છે તેમ ન માનો, પરંતુ ભગવાનના વચનમાં
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy