SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ CO ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૬૬-૬૭ ભાવાર્થ : ભાવસાધુનું ઉત્તમશ્રદ્ધા લક્ષણ છે, અને જેનામાં ભગવાનના વચન પ્રત્યે ઉત્તમશ્રદ્ધા હોય તેવા સાધુ ભગવાને બતાવેલાં શ્રુતજ્ઞાનનાં કારણોમાં અને તે શ્રત અનુસાર ચારિત્ર નિષ્પત્તિનાં કારણોમાં તૃમિને પામતા નથી. આથી આવા સાધુ પોતાની શક્તિ અનુસાર ચારિત્રની વૃદ્ધિમાં કારણભૂત એવા વૈયાવચ્ચતપાદિમાં શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરે છે, અને અપૂર્વ અપૂર્વ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શક્તિના પ્રકર્ષથી યત્ન કરે છે. આશય એ છે કે ભાવથી સંયમના પરિણામવાળા સાધુ, મારે માત્ર વૈયાવચ્ચ કરવી છે એટલા આશયમાત્રથી વૈયાવચ્ચ કરતા નથી, પરંતુ ભગવાનના વચનનું સ્મરણ કરીને વિધિપૂર્વક વૈયાવચ્ચમાં તે રીતે યત્ન કરે છે, કે જેથી પોતે જે મહાત્માની વૈયાવચ્ચ કરે છે તેમના અવલંબનથી પોતાનામાં ગુણોની વૃદ્ધિ થાય, પોતાને નિર્લેપદશા અધિક અધિકતર થતી જાય અને ઉચિત કૃત્યો ઉચિત રીતે કરવાની શક્તિનો સંચય થાય, જેથી તે ક્રિયા ક્રમે કરીને પૂર્ણ ઔચિત્યરૂપ અસંગભાવમાં પર્યવસાન પામે. વળી, શક્તિને ગોપવ્યા વગર તપમાં યત્ન કરે, જેથી શરીર પ્રત્યેનું મમત્વ ઘટે, આહારસંજ્ઞાનું શમન થાય અને ઇન્દ્રિયો ઉત્પથમાં જતી અટકે, તથા તપના સેવનને કારણે ઇન્દ્રિયો શાંત થયેલી હોવાથી યોગમાર્ગની પ્રવૃત્તિ સુસ્થિર થાય. વળી, સાધુ ચારિત્રાચારની પડિલેહણઆદિ અન્ય ક્રિયાઓ પણ તે રીતે કરે કે જેથી તે ક્રિયાના બળથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય; કેમ કે ચારિત્રાચારની સર્વ ક્રિયાઓ સમભાવની વૃદ્ધિ થાય તે માટે કરવા ભગવાને કહેલ છે. વળી, જેમ ઉત્તમશ્રદ્ધાવાળા સાધુ ચારિત્રાચારના કારણોવાળી પ્રવૃત્તિઓમાં ઉદ્યમવાળા છે, તેમ સંવેગનું કારણ બને તેવા અપૂર્વ અપૂર્વ શ્રુતગ્રહણમાં પણ ઉદ્યમવાળા છે. આનાથી એ ફલિત થયું કે સાધુ ક્યારેય જ્ઞાનના અને ચારિત્રના ઉપાયોમાં તૃમિને પામતા નથી. llll અવતરણિકા - શ્રદ્ધાળુ સાધુ જ્ઞાન અને ચારિત્રના ઉપાયમાં તૃપ્તિને પામતા નથી, એમ પૂર્વગાથામાં કહ્યું. હવે શ્રદ્ધાળુ સાધુ જ્ઞાન અને ચારિત્રના ઉપાયમાં કેમ તૃપ્તિને પામતા નથી ? તે બતાવવા માટે કહે છે – ગાથા : दुग्गययरवररयणलाहतुल्लं खु धम्मकिच्चं ति । अहिआहिअलाभत्थी, अणुवरइच्छो हवइ तंमि ॥६७॥ दुर्गततरवररत्नलाभतुल्यं खलु धर्मकृत्यमिति । अधिकाधिकलाभार्थी अनुपरतेच्छो भवति तस्मिन् ॥६७।। ગાથાર્થ : સુતતરવરત્નનામતુવં અત્યંત દરિદ્ર પુરુષને વરરત્ન=શ્રેષ્ઠ રનના લાભ તુલ્ય ખરેખર ધર્મકૃત્યા છે ચારિત્ર અને જ્ઞાનનાં કૃત્યો છે. જેથી કરીને અધિક અધિક લાભના અથી એવા સાધુ તેમાંs ધર્મકૃત્યમાં, અનુપરત ઇચ્છાવાળા હોય છે વિરામ ન પામે એવી અખલિત ઇચ્છાવાળા હોય છે. Iloil
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy