________________
૪૩
ગણિતાનુયોગ વૈતાઢ-શિખરી વિગેરે પર્વતા, તે ઉપર રહેલા ફ્રૂટા, ગંગા સિંધુ પ્રમુખ નદીએ પદ્મદ્રહ વિગેરે દ્રહા, શાશ્વત જિનાલયેા, ભદ્રસાલવન- નંદનવન -પાંડકવન ઈત્યાદિ વના, દ્વીપસમુદ્રને વીંટાળીને રહેલી જગતીએ, ભરત-અરવત-મહાવિદેહ-દેવક-ઉત્તરરૂ, પ્રમુખક્ષેત્રા, પાતાળ કળશાએ, જખવૃક્ષ, કૃષ્ણરાજી, સિદ્ધશિલા ઈયાદિ લેાકવતિ શાશ્વત ( અશાશ્વત ) પદાર્થીની લંબાઈ– પહેાળાઈ–ઉંચાઈ— ડાઈ-ક્ષેત્રફળ-ધનફળ-ખાણુ-છવા-ધનુઃપૃષ્ઠ-પરિધિ વ્યાસ વિષયાનુ સવિસ્તર વર્ણન એ ગણિતાનુયાગના વિષયેા છે. આ અનુયાગ અભ્યસકેને પ્રાય; નીરસ લાગે છે, પરંતુ અંકગણિત, ખીજગણિત, ભૂમિતિના વિષયમાં નિષ્ણાત થયેલા વિદ્વાનોને ણેા જ રમુજી થઈ પડે છે. સૂર્ય પ્રજ્ઞપ્તિચંદ્રપદ્મપ્તિ-લાકપ્રકાશ વગેરે ગ્રન્થા ગણિતાનુયાગના વિષયથી ભરપૂર છે. આ લક્ષેત્રસમાસગ્રન્થમાં પણ એ જ ગણિતાનુયાગના વિષયનું પ્રાધાન્ય છે.
૩ ચરણકરણાનુયાગ—આ અનુયાગ પણ ખાસ મહત્ત્વના છે. ચરણ સિત્તરિ–કરણસિત્તરિ પ્રમુખ આચારપ્રદર્શક શ્રી આચારાંગ પ્રમુખ આગમા તેમજ પચાશક-શ્રાદ્ધવિધિપ્રમુખ ચરણકરણાનુ મહાગ્રન્થામાં રહેલા વિષયના આ અનુયાગમાં સમાવેશ છે. ચારિત્રગુણની સ્થિરતામાં આ અનુયાગ ખાસ સાધનભૂત છે. ક્રિયાકલાપમાં મગ્ન રહેનારાએને જેમ આ અનુમેગની અતીવ ઉપયેાગિતા છે તે પ્રમાણે નાનીઓને પણ આ અનુયાગનું આલંબન લેવાની ખાસ આવશ્યક્તા છે. ‘જ્ઞાનસ્ય ફલ વિરતિ:' એ સૈદ્ધાન્તિક માન્યતા આ અનુયાગની આરાધનામાં જ સફલતા પામે છે, ક્રિયાના આળસુ, જ્ઞાન જ્ઞાનના જ પાટીએ પાઠ પઢનારાએ કેટલાક અભિજ્ઞા આ ચરણકરણના વિષયને ગૌણુ કરી “ જ્ઞાનથી જ મુક્તિ છે, મુહપત્તિ ચરવલા ફેરવવાથી મુક્તિ નથી.” એવી પેાતાની ભ્રાન્ત માન્યતાએ મુગ્ધજનતા પાસે પ્રગટ કરવા પૂર્વક કુયુક્તિઓ દ્વારા ક્રિયાના અપલાપ કરવા તૈયાર થાય છે, પરંતુ શરીરમાં ઉત્પન્ન થયેલ વ્યાધિને દૂર કરવામાં સમ વૈદ્યની યેાગ્ય ઔષધિ સંબધી શ્રદ્ધાન તેમજ જ્ઞાન થવા સાથે ઉદરમાં નાંખવાના ઉદ્યમ ક્રિયા સેવાય તાહિજ દુઃસાધ્ય વ્યાધિ પણ દૂર થવા સાથે શરીર સ્વસ્થ બને છે, એ જેમ અનુભવસિદ્ધ છે તે પ્રમાણે જ ભાવરાગને દૂર કરનાર શ્રીસયમમાગ સંબધી શ્રદ્ધાન તથા જ્ઞાન થવા સાથે દેશસંયમ ક વા સસયમ ગ્રહણ કરી ચરણુ–કરણ ક્રિયાકાંડમાં આત્માને તન્મય બનાવાય ત્યારે જ ભાવરાગથી રહિત થવા સાથે અવિચલ અનંત આત્મિક સુખની પ્રાપ્તિ થઈ શકે. એ કારણથી આ ચરણકરણાનુયાગ પણ ખાસ આદરણીય છે.
૪ ધર્મ કથાનુયાગ—- ચરણડિવત્તિહેઉ ધમ્મકહા' એ શાસ્ત્રીય વચન પ્રમાણે ચારિત્રાદિ ગુણાની પ્રાપ્તિમાં આ અનુયાગ મુખ્ય સાધન છે, પ્રથમના ત્રણે અનુયાગની અપેક્ષાએ ધ કથાનુયાગ. આ અનુયાગના વિષય ગહન નથી તા પણુ મધ્યમ વર્ગને ધણા જ લાભપ્રદ છે. આપણા પ્રતિભાસ ંપન્ન સમ આયાર્યાંની ધ કથાનુયાગ સંબધી કૃતિઓમાં ઈષ્ટ ભવ્યાત્માના જીવનચરિત્ર સાથે પ્રસંગે પ્રસ ંગે દ્રવ્યાનુયાગાદિ પ્રથમના ત્રણ અનુયાગ સંબંધી તાત્ત્વિક વાતા સ્થળે સ્થળે દશ્યમાન થતી હાવાથી ધર્મકથાના જ્ઞાનસાથે દ્રાદિનું સ્વરૂપ પણ સહેલાઈથી સમજી શકાય છે. ભવ્યાત્માએ કયા માર્ગથી પેાતાના આત્માને અધોગતિમાંથી પડતા બચાવી ઉચ્ચસ્થાન ઉપર પહેાંચાડે છે ? ઉચ્ચ સ્થાન ઉપર આરૂઢ થતાં ભયંકર ઉપદ્રવેશ-ઉપસર્ગાંને આત્મિક ક્ષમા વડે સહન કરવા પૂર્વક કેવી રીતે કસેાટીના પ્રસ ંગેામાંથી પસાર થાય છે ? ઇત્યાદિ વિષયાથી ભરપુર કલ્યાણુકારી આત્માએના ચરિત્રા એ આ અનુયાગના પ્રાણ છે. શ્રી જ્ઞાતાસૂત્ર-ઉપાસકદશાંગસૂત્ર–વિપાકસૂત્ર— ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, સુપાર્શ્વનાથ ચરિત્ર, ચન્દ્રપ્રભ ચરિત્ર, મલ્લિનાથ ચરિત્ર, શ્રી મહાવીર ચરિત્ર ઇત્યાદિ સંખ્યાબંધ આગમ પ્રમુખ ગ્રન્થા આ ધર્મ કથાનુયાગસંબંધી હાલમાં પણ ઉપલબ્ધ છે.