SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઉપર જણાવેલ જુદા જુદા દષ્ટાંતથી પૃથ્વીનું શૈર્ય તેમજ સૂર્યનું પરિભ્રમણ જેમ સિદ્ધ થાય છે તે પ્રમાણે “પૃથ્વીની અપેક્ષાએ સૂર્ય ઘણું મટે છે અને સૂર્યની અપેક્ષાએ પૃથ્વી ઘણી નાની છે. એ માન્યતા સંબંધી “સૂર્ય ઘણો મોટો હોય અને પૃથ્વી તે અપેક્ષાએ ઘણી નાની હોય તે મોટી વસ્તુની પ્રભા નાની વસ્તુના સર્વ ભાગમાં (લગભગ ઘણાખરા ભાગમાં) સેંકડે ગુણી મોટી જવાલા આગળ ટાંકણીની છાયા કે તેના અમુક ભાગમાં અપ્રકાશ ન પડતાં સર્વથા પ્રકાશ હોય છે તેમ પડવી જોઈએ. અને તેમ થતું જોવામાં આવતું નથીવિગેરે યુક્તિ સંગત વિચારોથી મનન કરવા આવશ્યકતા છે. વાચન-મનન-અથવા શ્રવણ પૂર્વક શાસ્ત્રીય મન્તો જાáાને જેઓને સુઅવસર પ્રાપ્ત થયેલો છે તેવા કેટલાક સુજ્ઞ માનવોને પણ શાસ્ત્રીય મન્તવ્યથી વિપરીત વર્તમાન ક્ષેત્રપરાત્તિ ક્ષેત્રપરાવૃત્તિમાં દેખીને કઈ કોઈ વાર વિધવિધ શંકાઓ ઉપસ્થિત થાય છે. પરંતુ વિચાર પૂર્વક કારણે. તેવી શંકા ન કરવા માટે લેખક આપ્તભાવે સુજ્ઞ સમાજને સૂચવે છે. કારણું કે તત્ત્વદૃષ્ટિથી વિચાર કરીશું તો જગત્માં સકારણ કિવા નિષ્કારણ (કુદરતી રીતે) અનેક પરાવર્તન થયા કરે છે. સાચું કહીએ તો સમગ્ર જગત્ પરાવૃત્તિધર્મમય જ છે. જગતમાં કઈ પણ એવું દ્રવ્ય નથી કે જેનું પર્યાય સ્વરૂપે પરાવર્તન ન થયું હોય. તે પ્રમાણે શાસ્ત્રમાં તે તે ક્ષેત્રને જે આકાર પ્રદર્શિત કરેલ છે તેમાં કોઈ વખતે સકારણ ફેરફાર થયા કરે છે. પરંતુ તેથી શાસ્ત્ર પ્રદર્શિત મળ આકારમાં પ્રાયઃ બહુ ફેરફાર થઈ જતો નથી. જવાળામુખી, ધરતીકંપ વિગેરે કારણોથી જલને સ્થાને સ્થળ અને સ્થળને ઠેકાણે જલ, પર્વતને સ્થાને ખાણ અને ખીણની જગ્યાએ પર્વતે થતાં વર્તમાનમાં પણ અનુભવવામાં આવે છે. સાંભળવા પ્રમાણે જે સ્થાને અમુક વર્ષો અગાઉ સમુદ્ર હતો ત્યાં અત્યારે સેંકડો માઈલના વિસ્તારમાં સહરાનું રણ થયેલ છે અને જે દરીઆકિનારે પાંચપચીશ મચ્છીમારોના ઝુંપડાઓ સિવાય લગભગ સો વર્ષ પહેલાં કાંઈ જ ન હતું તે જ સ્થાન વર્તમાનમાં સમગ્ર ભારતવર્ષના કેન્દ્રસ્થાન તરીકે ગણાવા સાથે લાખો મનુષ્યોની વસ્તી, ગગનચુંબી ભવ્ય ઈમારતાથી શોભતું હોવા સાથે વિશપચીશ માઈલના વિસ્તારમાં મુંબઈ શહેર તરીકે પ્રસિદ્ધ થયેલ છે. આવા સંખ્યાબંધ દાખલાઓ મળી આવવા સંભવ છે. ભરતક્ષેત્ર–ગંગા સિધુ નદી વિગેરે સંબંધી શાસ્ત્રમાં જે વર્ણને અપાયેલ છે તેના વર્ણનથી ઘણીજ ભિન્ન રીતે વર્તમાનમાં તે તે ક્ષેત્ર તેમજ નદી વિગેરેનું સ્વરૂપ નજરમાં ક્ષેત્ર પરાવૃત્તિમાં આવતું હોવાથી શ્રદ્ધાશીલ વર્ગ પણ વિમાસણમાં પડી જતો જોવાય છે. પરંતુ શાસ્ત્રીય પ્રમાણ. પ્રથમ જણાવી ગયા મુજબ સકારણ કિંવા નિષ્કારણ જે ક્ષેત્રપરાવર્તન થયા કરે છે તે ખાસ ધ્યાનમાં લેવા જરૂરી છે. શ્રી શત્રુંજયમાહામ્ય સાતમા સર્ગમાં શ્રી શત્રુંજયગિરિરાજને સાતમો ઉદ્ધાર કરનાર સગરચક્રવતીને અધિકાર વર્ણવતાં પ્રથકારે નીચે મુજબ શબ્દો ટકેલા છે. “તતશ્રી પ્રોલસચ્ચિત્તો મુખ્યશૈ શ્રીભરતેશવત્ ઇન્ફોસવમહાધ્વજદાનછત્રચામરરથાશ્વાદિમેક્ષણપ્રતિક શ્રીગુરોવંચસા સર્વકૃત્યે સમાપયામાસા તતો “મપૂર્વઃ કૃતા એતે પ્રાસાદા સ્વર્ણમણિમયા કાલદણ નિવિભાજને સ્વર્ણરત્નમેન વિનાશયિષ્યને તત એતેષામહં રક્ષા કરેમિ ઈતિ રોપાયં ધ્યાયન ઇતિ ચિન્તયામાસયદિ મૌરષ્ટાપદરક્ષણાર્થ ગદ્ગા સમાનીતા, અહં ચ યદિ તેષાં રક્ષા કરોમિ, તહિ સમુદ્ર સમાનયામતિ ધ્યાનવ સમુદાયનાથ યક્ષાનું સમાદિપતિ સ્મા તતતૈયે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy