SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણદ્વારાત્સમાકૃષ્ટ સાગરઃ કલેહૌઃ પૃથ્વી છાયન ગર્જિતવાનજંગધિરીફર્વન ટંકણબબરચીણભેટસિંહલાદિદેશાનું પ્લાવિયન વેગાત્ શત્રુંજયસમીપે સમાજગામા અત્રાડારે શક્રોડવધિના સમુદ્રાગમન જ્ઞાત્વા સહસૈવ “ચક્રિન મિનં કુરુ ' ઇત્યાકુલવચનઃ કૃત્વા ચક્રિષ્ણુ નિવાર્ય બાહ, તથાહિ– રવિ વિના યથા ઘો વિના પુત્ર યથા કુલમ ! વિના જીવં યથા દેહ, વિના દીપ યથા અહમ્ / ૧ / વિના વિદ્યા યથા મર્યો, વિના નેત્ર યથા મુખમ્ | વિના છાયાં યથા વૃક્ષો, યથા ધર્મો દયાં વિના // ૨ // વિના ધ યથા જીવો, વિના વારિ યથા જગતૂ I તથા વિના તીર્થમિદં, નિષ્કલં જગત્ // ૩ નિરદ્ધsષ્ટાપદે શલે, સત્યસૌ જનતારક: I તમિન સ્કે ન પશ્યામિ, સંસારમાર [ તારક] ભુવિ | ૪ | ન યદા તીર્થ કૃદં, ન ધર્મો ન સદાગમાં ! તદાસૌ સર્વલોકાનાં, શલઃ કાતિદાયક: / ૫ || ઇતિ શક્રવચસા ચક્રી યક્ષાનિવારયતિ સ્મ સમુદ્રસ્તુ યાવતીં ભૂમિમાગતસ્તા યાવત્તવૈવ સ્થિત: | ઇત્યાદિ II [ શ્રીહંસરન રિવિરચિતશત્રુજય મહામે સર્ગઃ ૮ ] “તે વાર પછી હૃષ્ટ ચિત્તવાળા તે સગરચક્રવર્તીએ ગુરૂમહારાજના વચનથી ભરત મહારાજની માફક મુખ્ય શિખર ઉપર ઈન્દ્ર મહેત્સવ, ધ્વજારોપણ, છત્ર, ચામર, રથ, અશ્વનું મુકવું વિગેરે સર્વ ધર્મ કાર્યને સમાપ્ત કર્યું. ત્યારબાદ “સુવર્ણમણિરનના આ પ્રાસાદો મારા પૂર્વજોએ તૈયાર કરાવ્યા છે તે પ્રાસાદને કાલના મહિમાવડે વિવેક વગરના લેભાંધપુરૂષો સુવર્ણ રત્ન વિગેરેના લોભથી નાશ ન કરે તેથી એ પ્રાસાદનું મારે રક્ષણ કરવું યોગ્ય છે, એમ વિચારી સગરચક્રવરી રક્ષા કરવાને ઉપાય ચિંતવવા લાગ્યા, મારા પુત્રોએ અષ્ટાપદનું રક્ષણ કરવા માટે ગંગાને વાળી તો હું આ પ્રાસાદનું રક્ષણ કરવા માટે સમુદ્રને લાવું' એ પ્રમાણે વિચાર કરી સમુદ્રને લાવવા માટે પોતાની સેવામાં રહેલા યક્ષોને હુકમ કર્યો. ત્યારબાદ તે યક્ષોના પ્રયત્નવડે દક્ષિણ દિશાના દ્વારથી પ્રવિષ્ટ થયેલો સમુદ્ર પિતાના મોજાઓથી પૃથ્વીને ઢાંકી દેતા, ગરવાડે જગતને બહેરું કરતા ટંકણુ-બર્બર-ચીન ભેટ-સિંહલ વિગેરે સંખ્યાબંધ દેશોને તારાજ કરતો વેગથી શત્રુંજયની નજીક આવ્યો. એવા અવસરમાં અવધિજ્ઞાનના બલવડે ઈન્દ્રમહારાજ સમુદ્રનું આગમન જાણી તુર્તજ ચક્રવર્તી પાસે આવી “હે ચક્રી આ પ્રમાણે કરશે નહિં' એવા આકુલ વચનવડે તે પ્રમાણે કરતા અટકાવીને ચક્રવર્તીને જણાવે છે જે– - સૂર્ય વિના જેમ દિવસ, પુત્ર-વિના કુલ, જીવ વિનાનું શરીર, દીપક વિનાનું ઘર, વિદ્યા વિનાના પુરૂષ, ચક્ષુ વિનાનું મુખ, છાયા રહિત વૃક્ષ, દયા રહિત ધર્મ, ધર્મ વિનાને મનુષ્ય, તથા પાણિ વિનાનું જગત જેમ શોભતું નથી તે પ્રમાણે આ શત્રુંજય તીર્થ વિના સર્વ જગત નિષ્ફલ છે. અર્થાત્ શમશે નહિ. જો કે અષ્ટાપદ તીર્થયાત્રાને રોધ-અટકાવ થયો છે તે પણ આ શત્રુંજયતીર્થ ભવ્યાત્માઓને - ૧ એ સમુદ્ર અત્યારે પણ તાલધ્વજ ગિરિ (તળાજા) ની નજીકમાં છે. બારીક દષ્ટિથી જો તપાસીશું તે દક્ષિણદ્વારેથી સમુદ્રનું આગમન થયું હોય તો તે પણ બરાબર છે. કારણકે દક્ષિણ તરફ જ્યાં દેખરે ત્યાં સમુદ્ર જ દેખાશે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy