SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ વેલવૃદ્ધિને અટકાવનારા નાગકુમાર દેવો ર૯૦ તેમ કળશમાં મહાવાયુ ઉત્પન થઈ કળશની બહાર નીકળવાને પ્રયત્ન કરતા હોય તેમ ઉંચા ઉછળે છે, અને તેથી કળાનું જળ બહાર નીકળવાના પ્રયતથી કળશની ઉપર રહેલું ૧૭૦૦૦ એજન ઉંચું શિખાજળ પણ ઉંચું ઉછળે છે. જેથી શિખાની ઉપરનું જળ બે ગાઉ સુધી ઉછળીને સ્વભાવથી અથવા અનુસંધર દેવના પ્રયત્નથી અટકે છે. અને બે પડખે ફેલાતું જળ શિખાભાત્તિથી વિશેષ આગળ વધતું નથી, પરંતુ ૭૦૦ એજન વૃદ્ધિવાળા ભાગમાંથી આખા સમુદ્રનું જળ અમુક મર્યાદાએ વધીને કિનારો છેડી ઉપરાન્ત વધી જાય છે, તેમાં પણ જ્યાં જ્યાં જગતીવડે રોધાયેલું છે તે તે જગતને જ અથડાય છે, અને જગતીમાંનાં કેટલાંક વિવરમાં થઈને જે જળ દ્વીપની અંદર પ્રવેશ કરેલું હોય છે તે જળ ભૂમિ ઉપર વધી જાય છે, અને તે કળશ છે મોટા વાયરા જ્યારે શાન્ત થાય છે ત્યારે ભૂમિ ઉપર વધેલું દ્વીપવત જળ અને શિખા ઉપર વધેલું બે ગાઉ ઉંચી વેલનું જળ એ બને ઉતરીને મૂળ સ્થાને આવી જાય છે. વળી એવા પ્રકારના કળશવાયુઓના ક્ષોભ એક અહેરાત્રમાં બે વખત જ થાય છે, તેથી વેલવૃદ્ધિ પણ દિવસમાં બે વાર જ હોય છે. તથા અષ્ટમી પૂર્ણિમા અને ચતુર્દશી તથા અમાવાસ્યા એ ચાર દિવસોમાં એ વાયરાઓ ઘણો ક્ષોભ પામે છે, તેથી એવા દિવસમાં વેલવૃદ્ધિ ઘણી અધિક થાય છે. અન્યદર્શનમાં કેટલાક લેક એમ માને છે કે સમુદ્રને પુત્ર ચંદ્ર છે, તે ચંદ્ર શુદિ દિવસોમાં વિશેષ વૃદ્ધિવાળો હોવાથી બહુ ખુશી થયેલે ચંદ્રને પિતા બહુ ઉછળે છે, એટલે જાણે ચંદ્રને ભેટવા જતા હોય તેમ ઉંચે ઉછળે છે, પરંતુ એ સર્વ કવિઓની કલ્પના છે, અને વાસ્તવિક કારણ તે સમુદ્રને વાયુ વિકાર જ છે. છે ૮-૯ ૨૦૨ ૨૦૩ છે અવતરણઃ—હવે શિખાની ત્રણે બાજુ થતી જળવૃદ્ધિને અટકાવવા માટે નિયુક્ત થયેલા દેવેની સંખ્યા આ ગાથામાં કહેવાય છે बायालसहिदुसयरि-सहसा नागाण मझुवरिवाहि । वेलं धरंति कमसो, चउहत्तरु लक्खु ते सव्वे ॥१०॥२०४॥ શબ્દાર્થ – વાયાહ (સા)-બેંતાલીસ હજાર વેરું–વેલને, વધતા જળને સ (સહ્ન)–સાઠ હજાર ધાંતૈિ–ધરે છે, અટકાવે છે તુસર સાં–હોત્તર હજાર જમણો–અનુક્રમે ના IIM-નાગકુમાર દેવેની સંખ્યા વત્ત ચક્રવું–શુમેત્તર હજાર એક લાખ મક્સ કવરે વહેં-અંદર ઉપર બહાર તે સર્વે-તે સર્વ વેલંધર દે ૩૮
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy