________________
૨૯૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
Tયાર્થ—અનુક્રમે ૪૨૦૦ નાગકુમાર દે મધ્યવેલને (જંબુદ્વિપ તરફની વેલને) અટકાવે છે, ૬૦૦૦૦ દે શિખાની ઉપર વધતી વેલને અટકાવે છે, અને ૭૨૦૦૦ દે બહારના ભાગમાં વધતી વેલને અટકાવે છે. એ પ્રમાણે એ સર્વનાગકુમાર દેવો ૧૭૪૦૦૦ છે કે ૧૦ મે ૨૦૪
વિસ્તરાર્થ-શિખાની અભ્યન્તરની બાજુએ એટલે જંબુદ્વિીપતરફના ભિત્તિભાગે વધતા જળને ૪૨૦૦૦ (બેંતાલીસ હજાર) નાગકુમાર દેવો અટકાવે છે, એટલે જળની
ભિત્તિની સપાટીમાંથી વિશેષ ખસવા દેતા નથી, તેવી જ રીતે વેલવૃદ્ધિને અટ- શિખાની બહારની બાજુમાં પણ ૬૦૦૦૦ (સાઠ હજાર) નાગકુમાર કાવનારા નાગ- દેવે જળને ધાતકી ખંડ તરફ ખસવા દેતા નથી, અને શિખાની કુમાર દે ઉપરના ભાગમાં બે ગાઉ જેટલું ઉંચું વધવા દઈને અધિક વધતું
અટકાવવાને નિયુક્ત થયેલા ૭૨૦૦૦ નાગકુમાર દે છે. એ પ્રમાણે ત્રણે બાજુ વધતા જળને અટકાવવા માટે દેવે તે તે સ્થાને હાથમાં મોટા કડછા રાખીને આકાશમાં રહેલા હોય છે, તે કડછાએવડે વધતા જળને આઘાત કરી કરીને અટકાવે છે.
વળી એ બધું જળ અટકાવવાનું કામ સમભૂમિથી ૭૦૦ એજન જળવૃદ્ધિથી ઉપરાન્તની શેષ શિખામાં જ એટલે સમભૂમિથી ૧૬૦૦૦ ઉંચી શિખામાં ૭૦૦ બાદ કરતાં ૧૫૩૦૦ જેટલી ઉંચી શિખામાં જ ચાલે છે, અને ૭૦૦ એજન જેટલા ઉંચા વિભાગમાંનું વધતું જળ તે પૂર્વ ગાથાના વિસ્તરાર્થમાં કહ્યા પ્રમાણે વધીને અમુક હદ સુધી દ્વીપમાં પણ પ્રવેશે છે, અને તેથી મૂળ કિનારાને છેડીને પણ ભૂમિઉપર વધી જાય છે, અને કળશવાયુઓના મહાનું ક્ષેભથી પણ એ (૭૦૦ જનમાંનું) જળ ઘણું વધવું જોઈએ તેને બદલે અતિઅલ્પ વધીને જ અટકે છે તે જગસ્વભાવે જ, અથવા તપવતી શ્રીસંઘ આદિક પુણ્યવંતેના પુણ્યપ્રભાવે જ સમુદ્રજળ નિયન મિતમર્યાદા છેડીને વધતું નથી. તથા શિખાનું જળ ઉપર ગમે તેટલું વધે તે કઈ હરક્ત નથી, પરંતુ બે બાજુએ ભિત્તિભાગમાંથી (વાયુઓના નિર્વિન ક્ષોભપૂર્વક) વધવા માંડે તે પણ દ્વિીપને ડૂબાવી દે, માટે એ રીતે પણ નહિ વધવામાં જગતસ્વભાવ તથા શ્રીસંઘાદિકને પુણ્યપ્રભાવ કારણરૂપ ગણવામાં કોઈ વિરોધ નથી.
એ પ્રમાણે વેલવૃદ્ધિને રોકનારા સર્વ નાગકુમાર દે એકલાખ ચત્તર હજાર ૧૭૪૦૦૦ છે, એ સર્વ ભવનપતિની બીજી નિકાયના છે. ૧.પારકા
અવતરણ –પૂર્વગાથામાં વધતી વેલને અટકાવનારા જે વેલંધરદેવે કહ્યા તેના અને તેની આજ્ઞામાં વર્તનારા અનુલંધર દેવે તેના સર્વ મળી આઠ પર્વત આ સમુદ્રમાં છે તે આ ગાથામાં કહેવાય છે.
૧ અથવા એ વેલવૃદ્ધિ દેવોના પ્રયત્ન છતાં પણ અટકે એવી નથી, છતાં પણ અટકે છે, એટલે વિશેષ વધતી નથી તેનું કારણ શ્રીસંધાદિકને પુણ્યપ્રભાવ તથા જગસ્વભાવ તથા સમુદ્રના બીજા બહારના પ્રતિકૂળ મેટા વાયરે છે.