________________
૨૦૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત
વિસ્તરાર્થ–પૂર્વશાખાઉપરના મધ્યભાગમાં જંબુદ્વીપના અધિપતિ અનાદતદેવનું ભવન છે, તે ભવનના અતિમધ્યભાગે પ૦૦ ધનુષ્ય વિસ્તારવાળી અને ૨૫૦ ધનુષુ ઉંચી મણિપીઠિકાઉપર અનાદતદેવને શયનકરવાગ્ય એક મોટી શમ્યા છે, તથા ત્રણ દિશિની ત્રણ શાખાઓ ઉપર મધ્યભાગે એકેક પ્રાસાદ છે તે દરેક પ્રાસાદના મધ્યભાગમાં પૂર્વોક્ત પ્રમાણવાળી મણિપીઠિકા ઉપર અનાદતદેવને બેસવાયગ્ય એકેક પરિવારસિંહાસને સહિત છે, ઈત્યાદિ સ્વરૂપ પૂર્વે કહ્યું છે.
એ અનાવૃતવેવ નરનિકાયને છે, અને વર્તમાનકાળમાં જે અનાદત દેવ છે તે શ્રી જંબૂસ્વામિના કાકાને જીવ છે. એની રાજધાની બીજા નંબુદ્વીપમાં મેરૂથી ઉત્તરદિશામાં અનાદતા નામની ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી છે.
વળી એ જંબૂવૃક્ષની આસપાસ વલયાકારે ફરતી બાર વેદિકાઓ છે,(એ વેદિકાનું પ્રમાણ પણ પ્રાયઃ જંબૂદીપની જગતીની વેદિકા સરખું જાણવું.)
અવતરણ—એ મહાન જંબૂવૃક્ષની આસપાસ બીજા જ બૂવૃક્ષોનાં ૩ વલય છે તે કહેવાય છે
दहपउमाणं जं वित्थरं तु तामिहावि जंबुरुक्खाणं । नवरं महयरियाणं, ठाणे इह अग्गमहिसीओ ॥१४३॥
શબ્દાર્થ – હું ઘરમા-દ્રહવતી કમળને
મરિયાળે છે--મહત્તરિકા દેવીને જ વિસ્થ-જે વિસ્તાર (પરિવાર) હૈ ફુદ -તે અહિં પણ
ફુદું-આ જંબૂવૃક્ષના પરિવારમાં
મહિલામો-અગ્રમહિષીઓ થાર્થ –દ્રહમાં કમળને જે પરિવાર કલ્યો તે જ પરિવાર અહિં જ વૃક્ષને પણ જાણવ, પરંતુ મહત્તરિકાદેવીએને બદલે અહિં અગ્રમહિષીઓ કહેવી એ વિશેષ છે કે ૧૪૩
વિસ્તાઃ –પદ્મદ્રહઆદિ દ્રહોમાં જેમ શ્રીદેવી વિગેરેનું પહેલું મૂખ્યકમળ, તેને ફરતાં ૧૦૮ કમળ ઈત્યાદિ પરિવાર કમળવત્ અહિં પણ જંબૂવૃક્ષને પરિવાર કહે,
૧ શયાનું સ્વરૂપ શ્રીદેવીની શાના પ્રસંગે કહ્યું છે ત્યાંથી જાણવું.
૨ જંબુ. પ્ર. વૃત્તિમાં સપરિવાર સિંહાસનો કહ્યાં છે, ક્ષે સ બહવૃત્તિ વિગેરેમાં સપરિવાર કહ્યાં નથી.
૩. [ જે ૬ વલય ગણીએ તે શેષ ૩ વલયમાં આભિગિક દેવોનાં ૩૨૦૦૦-૪૦૦૦૦-૪૮૦૦૦ જંબૂ છે ] શાસ્ત્રપાઠમાં વર્ણન ૩ વલયો સુધીનું જ આવે છે, અને અતિદેશ આ ગાથા પ્રમાણે પદ્મકહવત્ત આવે છે, જેથી ૬ વલય પણ હશે.