________________
જબૂવૃક્ષ વણાધિકાર
૨૦૭
જંબૂવૃક્ષની ચાર દિશિની ચાર તીચ્છ શાખાઓમાં ત્રણ શાખા ઉપર મધ્યભાગે એકેક દેવપ્રાસાદ છે, અને પૂર્વ દિશાની શાખાના મધ્યભાગે ભવન છે તેમાં જંબુદ્વીપના અધિપતિ અનાવૃતદેવની શય્યા છે, અને શેષ ત્રણ દિશાના ત્રણ પ્રાસાદમાં દરેકમાં પરિવાર સિંહાસન સહિત એકેક સિંહાસન અનાદૃત દેવને બેસવા રોગ્ય છે. એ ચારેનું પ્રમાણુ શ્રીદેવીના ભવન સરખું એટલે ૧ ગાઉ દીર્ઘ અને બે ગાઉ વિસ્તારવાળું તથા કંઈક ન્યૂન ૧ ગાઉ (૧૪૪૦ ધનુષ) ઉંચાઈ એ ચારેને પશ્ચિમ સિવાય ત્રણ દિશાએ ત્રણ ત્રણ દ્વાર છે, તે બારે દ્વાર ૫૦૦ ધનુષ ઊંચાં અને ૨૫૦ ધનુષ પહેલાં તથા પ્રવેશવાળાં છે.
જંબૂવૃક્ષની મથશાખા ઉપર ૧ જિનભવન છે તથા મધ્યવર્તી વિડિમા નામની મહાશાખા ઉપર પૂર્વોક્ત દેવભવન સરખા પ્રમાણુવાળું ૧ જિનચૈત્ય છે, તેને પણ પશ્ચિમદિશિ સિવાય ત્રણ દિશામાં ત્રણદ્વાર પૂર્વોક્ત પ્રમાણુવાળાં છે. મધ્યભાગે ૫૦૦ ધનુષ લાંબી પહોળી અને ૨૫૦ ધનુબૂ ઉંચી મણિપીઠિકાઉપર એટલા જ પ્રમાણવાળે દેવછંદક છે, પરંતુ ઉંચાઈમાં સાધિક ૫૦૦ ધનુષ છે. તેમાં પાંચ પાંચસો ધનુષના પ્રમાણવાળી ૧૦૮ જિનપ્રતિમા છે. ઈત્યાદિ સર્વસ્વરૂપ પૂર્વે કહેલા શાશ્વતચૈત્યના સ્વરૂપ સરખું જાણવું.
સવારન–એ ત્રણ પ્રાસાદ તથા એક ભવમાં કયા દેવની શું વસ્તુ છે ? તે કહેવાય છે--
पुल्लिसिज्ज तिसु आसणीण भवणेसुऽणाढिअसुरस्स । सा जंबू बारस वेदआहिं कमसो परिक्खित्ता ॥१४२॥
શબ્દાર્થ – "વિંદ-પૂર્વદિશાના દેવભવનમાં
() Trઢગલુર-અનાદત દેવનાં fસન્ન-દેવશયા
* બં તે જંબૂવૃક્ષ જણા–પૂર્વદિશાના ભવનપાં અનાદત દેવની શય્યા છે, અને ત્રણ દિશાના ત્રણ પ્રાસાદમાં અનાદતદેવનાં પરિવાર સહિત સિંહાસન છે. તથા એ જ ભૂવૃક્ષ અનુક્રમે બાર વેદિકાએવડે વીટાયેલું છે ૧૪૨ છે
૧ વિષમચરસ [ લંબચોરસ] હોવા છતાં એ ત્રણેને પ્રાસાદ કહેવાની તથા એ ચારેને સમચોરસ પણ કહ્યા છે તે સંબંધિ અધિક ચર્ચા શ્રી જંબૂક પ્રવૃત્તિથી જાણવી તથા ગાથામાં ચારે શાખાઓને અંગે મવળ શબ્દ કહ્યો છે. તે સામાન્યથી કહ્યો છે, માટે પર્વશાખા ઉપર ભવન અને ત્રણે શાખા ઉપર પ્રાસાદ કહેવામાં કોઈ વિરોધ નથી.
* સા એ શબ્દ સ્ત્રીલિંગે હોવાથી કારણકે બં, શબ્દ સ્ત્રીલિંગે છે. માટે