SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત જ્યાંથી નીકળ્યા છે તે પ્રારંભના સ્થાને નિષધ નિલવંત સરખાજ ૪૦૦ એજન ઉંચા છે, અને પ૦૦ એજન પહોળા છે, ત્યાર બાદ અનુક્રમે ઉંચાઈ વધતાં વધતાં અને વિસ્તાર ઘટતાં ઘટતાં મેરૂ પર્વતની પાસે પ૦૦ એજન ઉંચા પરંતુ પહેળાઈ કંઈ નહિં એવા થયા, અર્થાત્ પર્યતે ઉંચાઈ ૧૦૦ જન અધિક વધી, પરંતુ જાડાઈમાં તે ખગની ધાર જેટલા પાતળા થયા. તથા નિષધ નીલવંતથી મેરૂસુધીની લંબાઈ ૩૦૨૦૯ એજન છે. જેથી ઉંચાઈમાં અશ્વસ્કંધ સરખો પણ આકાર ગણાય. અને એકંદર હસ્તિના દંકૂશળ સરખા આકારવાળા છે. - અવતરણ -હવે એ કહેલા ગજદંતગિરિઓના બે બે ગજ દંત વચ્ચે એક એક કુક્ષેત્ર આવેલું છે તેનું પ્રમાણ તયા આકાર વિગેરે આ ગાથામાં કહે છે – ताणंतो देवुत्तरकुराओ चंदद्धसंठियाउ दुवे । दससहसविसुद्धमहा-विदेहदलमाणपिहुलाओ ॥१३०॥ | શબ્દાર્થ – તાગ મં-તે ગજદંતગિરિઓની વચ્ચે વિમુદ્-બાદ કરેલ રેવત્તરકુરામો-દેવકુફ અને ઉત્તરકુરૂ ક્ષેત્ર | મહાવિહ-મહાવિદેહના વિષ્કભને ચંદ્રલંટિયા - અર્ધચંદ્રના આકારવાળાં મા-અર્ધપ્રમાણ તુવે-બે ક્ષેત્ર છે. વિદુગમો-પહોળાં, વિષ્કભવાળાં સત્તર-દશહજાર એજન જાથા :-તે ગજદંતગિરિઓની વચ્ચે–અંદર દેવકુફ અને ઉત્તરકુરુક્ષેત્ર એ બે ક્ષેત્ર અર્ધચંદ્રના આકારવાળાં છે, અને દશહજાર બાદ કરેલ એવા મહાવિદેહથી અર્ધપ્રમાણ પહોળાં છે. જે ૧૩૦ | વિસ્તાર્થ :-હવે મહાવિદેહક્ષેત્રમાં ગજદંતપર્વતની વચ્ચે આવેલા કર ક્ષેત્રોનું સ્વરૂપ આ પ્રમાણે મહાવિદેહમાં વહ ઉત્તર ક્ષેત્ર છે સમસ અને વિધુત્રભ એ બે ગજદંતગિરિની વચ્ચે મેરૂ પર્વતની દક્ષિણે અને * ઉંડાઈ પણ પ્રારંભમાં ૧૦૦ એજન અને મેરૂ પાસે ૧૨૫ પેજન (ભૂમિમાં ઉંડા) છે. ૧-૨ અર્થાત અંગુલના અસંખ્યાતમાભાગ જેટલા પાતળા થયા છે. ૧ મહાવિદેહના ૩૩૬૮૪ જન વિષ્ઠભમાંથી ૧૦૦૦૦ યોજન મેરૂને વિધ્વંભ બાદ કરી તેનું અર્ધકરતાં નિષધ નીલવંતશ્રી મેરૂપર્વત ૧૧૮૪૨ યોજન દૂર હોવાથી એટલી જ લંબાઈ હોવી જોઈએ, તેને બદલે ૩૨૦૯ લંબાઈ કહી તે ગજદંત ઘણા વક્ર હોવાથી [ અને કુંડથી ૨૬૪૭૫ જન દૂરથી નીકળેલા હોવાથી પણ ] સંભવિત છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy