SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ કુરુક્ષેત્રના યમકગિરિનું વર્ણન નિષેધપર્વતથી ઉત્તરે તેવકુ નામનું યુગલિક ક્ષેત્ર છે. એ ક્ષેત્ર બે ગજદંતગિરિ વચ્ચે આવવાથી અર્ધચંદ્ર આકારનું અથવા ધનુષના આકાર સરખું છે, જેથી એ ક્ષેત્રને ઈષ એટલે વિષ્ઠભ નિષધથી મેરૂસુધીનો ગણાય, અને તે મહાવિદેહના ૩૩૬૮૪ યોજનના વિર્ષોભમાંથી વચ્ચે આવેલા મેરૂના ૧૦૦૦૦ એજન બાદ કરી ૨૩૬૮૪ જન આવે તેનું અર્ધ કરતાં ૧૧૮૪ર જન વિષ્ક છે અને બે ગજ દંતગિરિની બે લંબાઈ ભેગી કરતાં (૩૦૨૦૯ ૮ + ૩૦૨૦૯ = ) ૬૦૪૧૮૮ જન આવે તેટલું ધનુપૃષ્ટ એટલે દેવકરૂને અર્ધઘેરા-અર્ધપરિક્ષેપ-અર્ધપરિધિ છે. એ પ્રમાણે ગંધમાદન અને માલ્યવંત એ બે ગજદંતગિરિની વયે, મેરૂથી ઉત્તરે અને નીલવંતપર્વતથી દક્ષિણે ઉત્તર ગુરૂ નામનું યુગલિકક્ષેત્ર છે. તેને પણ વિઝંભ ધનુષ્પષ્ટ દેવકુરૂવત્ છે. તથા બને ક્ષેત્રની જીવા ( ધનુષદેરી) ૫૩૦૦૦ એજન છે, અને ત્યાં દેવકુરૂની છવા નિષધપર્વતના કિનારે છે, તથા ઉત્તરકુરૂની જીવા નીલવંતપર્વતના કિનારે છે. અહિં પ્રપાત કુંડથી બે બાજુના ૨૬૪૭૫–૨૬૪૭૫ જન જેટલા બે ગજદંત દુર છે તે યોજન મેળવતાં પ૨૫૦ એજન થાય અને તેમાં નદી પ્રવાહના ૫૦ પેજન ઉમેરતાં પ૩૦૦૦ એજન જીવા થાય છે. કુરક્ષેત્રમાં સર્વદા અવસર્પિણને પહેલે આરે છે ? આ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણીના પહેલા સુષમસુષમઆરા સરખા ભાવ વતે છે, જેથી યુગલિકમનુષ્ય અને યુગલિકતિર્યચપંચેન્દ્રિય અહિં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા છે, મનુષ્યોની કાયા ત્રણગાઉની અને તિર્યંચપંચેન્દ્રિય યુગલિકો ૬ ગાઉના પ્રમાણવાળા છે. આહારનું અત્તર મનુષ્યને ૩ દિવસનું અને યુગલતિર્યંચેને ૨ દિવસનું છે. મનુષ્યોનાં પૃદકરંડક ૨૫૬ છે. તુવર કણ જેટલા ક૯પવૃક્ષના ફળાદિકનો આહાર છે. ૪૯ દિવસ અપત્યપાલના છે,યુગલને જન્મ થયા બાદ ૬ માસે છીંક બગાસાદિપૂર્વક કંઈ પણ પીડા વિના મરણ પામીને ઈશાન સુધી : દેવકમાં યુગલ આયુષ્ય જેટલા વા તેથી હીન આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થાય છે, સ્ત્રીઓની અવગાહના પુરૂષથી કંઈક ન્યૂન (દેશેન ૩ ગાઉની) છે, અને આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાતમભાગ હીન હોય છે, એજ જઘન્ય આયુષ્ય ગણાય છે. પુરૂષનું આયુષ્ય સર્વનું ૩ પલ્યોપમ છે. વળી મનુષ્યો પદ્મબન્ધ-મૃગગન્ધ–સમ-સહ-તેજસ્તલિન–અને શનૈશ્ચરી એ ૬ પ્રકારનાં છે, ઈત્યાદિસ્વરૂપ તથા ભૂમિનું અને કલ્પવૃક્ષઆદિ યુગલિકક્ષેત્રનું ઘણું સ્વરૂપ પૂર્વે ૫ મી તથા ૯૬ આદિગાથાને વિસ્તરાર્થમાં ઘણું ખરું કહેવાઈ ગયું છે ત્યાંથી જાણવું. અહિં આટલું સંક્ષિપ્તક થામની અન્યતા માટે પુનઃ દર્શાવ્યું છે ૧૩૦ ૨૫
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy