________________
૧ર
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
નાનાની મર્યાદાવિનાના, તપ્રત્યાખ્યાનરહિત તેમજ પ્રાયઃ ધર્મ સંજ્ઞારહિત, મનુષ્યના મડદાંને પણ આહાર કરનારા, અતિમૂર ચિત્તવાળા એવા એ બિલવાસી મનુષ્ય મરણપામીને વિશેષતઃ દુર્ગતિમાં (નરકગતિમાં અને તિર્યંચગતિમાં) જાય છે. ઈત્યાદિ ઘણું વર્ણન સિદ્ધાન્તથી જાણવા ગ્ય છે. • ૧૦૫ માં
અવતરળઃ–આ ગાથામાં પણ એ મનુષ્યનું જ અવશેષ રહેલું સ્વરૂપ કહે છે. जिल्लज्जा णिव्वसणा, खरवयणा पिअसुआइठिइरहिआ । थीओ छ्वरिसगच्मा, अइदुहपसवा बहुसुआ अ ॥ १०६ ॥
શબ્દાર્થ – fજ્ઞા–નિર્લજજ
થીમો–સ્ત્રીઓ નિવસા-વસ્ત્ર રહિત
આ રિસરમ-છ વર્ષમાં ગર્ભધરનારી વરવાળા-કર્કશ વચનવાળા
અg –અતિદુખે ત્રિકુમારૂ-પિતાપુત્રાદિકની
વસવા–પ્રસવકરનારી, જન્મ આપનારી દિર રહિમા–સ્થિતિરહિત
વંદુ સુમા-બહુપુત્રવાળી નાથાર્થ –[ એ છઠ્ઠાઆરામાં મનુષ્ય ] નિર્લજજ વસ્રરહિત, કર્કશવચનવાળા, પિતાપુત્ર વિગેરેની મર્યાદા રહિત હોય છે. તથા સ્ત્રીઓ છવર્ષ વયે ગર્ભધારણકરનારી, અતિદુઃખે પ્રસવકરનારી, અને બહુ સંતાનવાળી હોય છે એ ૧૦૬ -
વિસ્તારાર્થ-આ પિતા આ પુત્ર આ સ્ત્રી આ માતા ઈત્યાદિ વિકમર્યાદા રહિત હેવાથી એક બીજાની લજજા નહિં રાખનારા, વણાટશિલ્પના અભાવે વસ્ત્રને પણ અભાવ હોવાથી નરન ફરનારા, કર્કશવચન બોલનારા, અતિકષાયવાળા એવા એ છઠ્ઠાઆરાના મનુ
વ્યા હોય છે. તેમાં પણ સ્ત્રીઓ શીઘયૌવનવાળી અને બહવિષયવાળી હોવાથી આયુષ્ય ૧૬ (વા ૨૦) વર્ષનું હોવા છતાં પણ ઘણું પુત્રપુત્રીઓ વાળી હોય છે. શુ(ડુ)કરીની પેઠે ઘણાં બાળકોને સાથે લઈ ફરનારી હોય છે. વળી બાળકના જન્મ વખતે પણ મહાકણ
* પ્રાયઃ કહેવાનું કારણ કે છઠ્ઠા આરાના બિલવાસી મનુષ્યમાં કોઈક સમ્યગદષ્ટિ પણ હોય છે, માટે સમ્યક્ત્વ પૂરતી ધર્મસંજ્ઞા વર્તે છે. વિરતિધર્મસંજ્ઞાને સર્વથા અભાવ છે.
૧ વિશેષતઃ કહેવાનું કારણકે કોઈક બિલવાસી તુચ્છ ધાન્યાદિક જેવા શુદ્ધ આહારને કરનાર અકિલષ્ટ અધ્યવસાયી હોય છે, તે દેવગતિમાં પણ જાય છે, તેમજ ઉપલક્ષણથી મનુષ્યગતિમાં પણ જાય છે, તુચ્છધાન્યાદિને સંભવ નદીની તટભૂમિઉપર હે સર્વથા અસંભવિત નથી.
૨ એ સર્વસ્વરૂપ ઉત્કૃષ્ટદશાએ પહોંચેલા છઠ્ઠીઆરમાં ઉત્કૃષ્ટદશાવાળું હેય, અને મધ્યમભાગમાં મધ્યમદશાવાળું હોય, અને પ્રારંભમાં ન્યૂનદશાવાળું હેય. એ પ્રમાણે કાળક્રમ પ્રમાણે હીનાધિક જાણવું પરતુ ૨૧૦૦૦ વર્ષ સર્વે સર્વથા એકસરખાં નહિ, ક્રમશઃ હીન હીન દશાએ હાય.