SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત નૈઋત્યકોણે છે, અને તે બેની વચ્ચે અયોધ્યાની સમશ્રેણિએ દક્ષિણદિશામાં રમતીર્થ છે. એ રીતે વિતક્ષેત્રમાં રક્તવતી નદીના સંગમસ્થાને સૂર્યદિશાની અપેક્ષાએ પૂર્વ દિશા તરફ અગ્નિકોણે અને ક્ષેત્રદિશાની અપેક્ષાએ પશ્ચિમદિશાતરફ માયતીર્થ, રક્તાનદીના સંગમસ્થાને પ્રમાણિતાર્થ અને એ બેની વચ્ચે વરામતીર્થ છે, એ રીતે સમુદ્રમાં ૬. તીર્થ છે. તથા ૩૨ વિજોની મહાનદીઓ સીતા તથા સીતાદા નદીમાં પ્રવેશ કરે છે માટે ત્યાં વિજયની રાજધાનીની નગરીથી (સીતા સીતેરા સન્મુખ ઉભા રહેતાં) ડાબી બાજુ સીતા સીતાદામાં માગધતીર્થ, જમણી બાજુ પ્રભાસતીર્થ, અને નગરીની સમુખ તથા એ બે તીર્થની વચ્ચે વરદામતીર્થ, છે. | તીર્થ શબ્દને અર્થ અહિં તીર્થ એટલે ભવથી તારનાર શત્રુંજયાદિતીર્થ સરખે અર્થ નથી પરંતુ g=d =તરવું એ ધાતુના અર્થ પ્રમાણે જ્યાં તરાય એવું જળસ્થાન તે જ તીર્થ કહેવાય, અને તે જળસ્થાને રહેલ દેવસ્થાન પણ તીર્થ કહેવાય, જેથી એ ત્રણ દેવસ્થાનો જળમાં રહેલાં હોવાથી તેમજ નદીઓના સંગમસ્થાન પાસે રહેલાં હોવાથી લેકવ્યવહારની અપેક્ષાએ તીર્થ કહેવાય છે. લાકમાં બે નદીઓના સંગમસ્થાને અથવા નદીસમુદ્રનાં સંગમસ્થાને પણ પવિત્ર તીર્થસ્વરૂપ મનાય છે, અને ત્યાં સ્નાન કરવાથી લોકો મહાપુણ્ય માને છે. જો કે વરદામતીર્થ સંગમસ્થાને નથી તો પણ બે તીર્થોની સદશ હેવાથી એ પણ તીર્થ છે. - અથવા તીર્થ એટલે જળમાં અવતરણ (ઉતરવું) માર્ગ. અર્થાત ચકવર્તીઓ જે દેવસ્થાનોને ઉદ્દેશીને રથનાભિપ્રમાણ જળમાં ઉતરે છે તે દેવસ્થાનો તીર્થ ગણાય. એ દેવેને ચકવતીઓ જીતે છે તે આ પ્રમાણે માગધાદિ તીર્થોમાં ચકવતીને દિગ્વિજય છે દરેક ચક્રવત્તી પ્રથમ ચક્રરત્નની પાછળ પાછળ પૂર્વ દિશામાં અગ્નિકેણ તરફ ગંગાનદીના કિનારે કિનારે એકેક એજનના પ્રયાણપૂર્વક સર્વ લશ્કર સહિત માગધતીર્થની સન્મુખ જઈ માગધદેવને સાધવા માટે વર્ધકિરને બનાવેલી છાવણીમાંની પૌષધશાળામાં અઠ્ઠમતપ સહિત પૌષધ કરી અઠ્ઠમ પૂર્ણ થયે સર્વલશ્કર સહિત સમુદ્રના સીતા સીતાદાના જળકિનારે જઈ રથનાભિ જેટલા ઉંડા જળમાં રથને ઉતારી ત્યાં રથ ઊભે રાખી પોતાનું બાણ માગધદેવના પ્રાસાદ તરફ ફેંકે, તે બાણ ૧૨ જન દૂર જઈ માગધદેવના પ્રાસાદમાં પડે, તે જોઈ અતિક્રોધે ભરાયલે માગધદેવ બાણને ઉપાડી નામ વાંચવાથી શાન્ત થઈને અનેક ભેટણ સહિત બાણને ગ્રહણ કરી ચક્રવર્તી પાસે આવી “હું તમારી આજ્ઞામાં છું” ઈત્યાદિ નમ્રથથી ચકવતીને સંતોષ
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy