SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ માગધાદિ તીર્થનું વર્ણન દક્ષિણભરતની પહોળાઈ છે, તેમાંથી નગરીની ૯ જન પહેલાઈ બાદ કરતાં ૨૨૯-૩ આવે, તેનું અર્ધ કરવાથી ૧૧૪ જન ૧૧ કળા આવે, જેથી લવણસમુદ્રના જળપ્રારંભથી નગરીનો કેટ એટલે દૂર છે, તેમજ શૈતાઢયપર્વતથી પણ નગરીને કેટ એટલે દૂર છે. દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણમાં ભારત અને એરવતક્ષેત્રમાં અતિમધ્ય ભાગે એવી મહાનગરીઓ રચાય છે, અને કાળક્રમે પુનઃ વિનાશ પામતી જાય છે, ઉપર કહેલી અયોધ્યા નગરી અહિં ભરતક્ષેત્રની અપેક્ષાએ વર્ણવી છે, તેમ અયોધ્યા નગરી અરવતક્ષેત્રમાં પણ ધનદે રચી છે, પરંતુ ત્યાંના પહેલા જિનેશ્વરના નામ વિગેરેમાં યથાસંભવ તફાવત જાણવે. સર્વવર્ણન સર્જાશે તુલ્ય ન હોય. એ ૮૮ છે અવતરણ – હવે જંબુદ્વીપમાં માગતીર્થ આદિ ૧૦૨ તળે છે તે કહે છે. चकिवसणइपवेसे, तित्थदुगं मागहो पभासो अ । ताणंतो वरदामो, इह सव्वे बिडुत्तरसयंति ॥ ८९ ॥ શબ્દાર્થ – રવિ -ચકવતીએ વશ કરેલી તાન અને તે બે તીર્થની વચ્ચે મફ-નદીઓના પ્રવેશસ્થાને | વેરા–વરદામ તીર્થ સ્થિri-બે તીર્થ –આ જંબૂદ્વીપમાં મા ઉમા-માગધ અને પ્રભાસ વિ ૩રયં–બે અધિક સે (૧૨) જાયા–ચક્રવત્તને વશવર્તી નદીઓના પ્રવેશસ્થાને માગધતીર્થ અને પ્રભાસતીર્થ છે, અને તે બેની વચ્ચે વરદામતીર્થ છે. એ પ્રમાણે આ જંબૂદ્વીપમાં સર્વમળીને ૧૦૨ તીર્થ છે કે ૮૯ | વિસ્તાર્થ –ચકવતીને વશવતી ૩૪ વિજયે હોય છે, માટે તે વિજ્યમાં બે બે મહાનદીઓ પણ ચક્રવતીને વશવતી ગણાય, માટે તે દરેક વિજયની બે બે મહાનદી સમુદ્ર વિગેરેમાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં પ્રવેશસ્થાને જળના કિનારાથી ૧૨ યોજન દર માગધદેવ અને પ્રભાસદેવના દ્વીપ અને તે ઉપર દેવપ્રાસાદ છે, તે તીર્થ કહેવાય છે. ત્યાં ભરતક્ષેત્રમાં ગંગાનદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાં પૂર્વ દિશામાં અગ્નિકોણે માયતીર્થ છે, અને સિંધુ નદી પશ્ચિમમાં સમુદ્રને મળે છે, ત્યાં ૧૨ યોજન દૂર પ્રમાણતીર્થ ૧. આ નગરી પ્રમાણગુલથી ૧૨ જન-૯ જન કહી તો એવડી મેટી નગરી હોવી અસંભવિત છે, ઈત્યાદિ અનેક તર્ક વિતર્કના સમાધાન માટે અંગુલસિત્તરિ ગ્રંથ દેખો. અહીં એ સર્વ વર્ણન લખી શકાય નહિ તેમજ કૃષ્ણની દ્વારિકા નગરી માટે પણ એજ સ્વરૂપ યથાસંભવ જાણવું.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy